સમણું આવ્યું ———–

23 11 2013
dream come true

dream come true

મમ્મી, મને આજે સમણું આવ્યું કે મારી સહેલી નીરાને તેનો વર  તેડી ગયો !

મારી દીકરી  આજે માની વર્ષગાંઠ હતી તેથી ઘરે ખાસ મળવા આવી  હતી. સહુથી

પહેલું વાક્ય તેના મુખેથી  સર્યું.

મારા આનંદનો અવધિ ઉછળી રહ્યો. સીમાની નાનપણની સહેલી નીરા મને પણ

ખુબ વહાલી હતી. જ્યારથી સાંભળ્યું હતું કે છ મહિનાના દીકરાને લઈને નીરા, મુનીશને

ત્યાંથી પાછી ફરી  છે.  ત્યારથી દર પંદર દિવસે તેની સાથે ફોન ઉપર વાત કરતી.

નીરા કશું જ બોલતી નહી,’ હા આંટી’, ‘સારું આંટી’, ‘ભલે આંટી’ એવા ટુંકા જવાબ આપતી.

ક્યાં તિતલી જેવી નીરા અને ક્યાં આજની નિરસ નીરા ! નાનું બાળક હતું તેથી  ્કોઈક

વાર તેના મોઢા પર હાસ્ય ઝલકતું.

‘મમ્મી, આજે તારા જન્મદિવસે કેવું  શુભ અને સુંદર સમણું મને આવ્યું. મા, મને લાગે

છે  ચાલને અંહીથી ફોન કરીને તેની સાથે વાત કરી લંઉ પછી આપણે સાથે ‘લાબેલા’માં

લંચ લેવા જઈશું’. સીમા નીરા સાથે વાત કરવા અધીરી થઈ ગઈ હતી.

‘હા, બેટા તું વાત કર ત્યાં  સુધીમાં હું તૈયાર થઈ જઈશ’. જ્યારથી મારો અને અવિનાશનો

વિયોગ થયો પછી દર  વર્ષે સીમા સાથે મારે ‘લાબેલા’ જવાનો ધારો પડી ગયો હતો.

મમ્મીની વર્ષગાંઠે તેને પપ્પા સાથે જવાની આદત પડી ગઈ હતી. જે સીમાએ ચાલુ

રાખવાની ઠાની હતી.

મારી અને અવિનાશની મનગમતી રેસ્ટોરંટ હતી. ત્યાં અમે જતાં અને બેથી ત્રણ કલાક

ક્યાં પસાર થઈ જતા તેનો ખ્યાલ પણ ન રહેતો. સીમા સાથે તો કલાક સવા કલાકમાં

પાછાં આવી જતાં . તેને તો આશુને લેવા જવાનો. ઘરે જઈ રાતની રસોઈની તૈયારી

કરી ખુશીને શાળામાંથી લાવી ડાન્સિંગ ક્લાસમાં લઈ જવાની. સીમા પોતાની જીંદગીમાં

ખુબ વ્યસ્ત હતી. શૈલના માતા પિતાનું પણ પ્રેમ પૂર્વક દ ્ધ્યાન રાખતી. શૈલની માતા

સીમાના બે મોઢે વખાણ કરતાં થાકતા નહી.

સીમાએ ફોન જોડ્યો,

હલો નીરા.

નીરાનો ફોન તેના પપ્પાજીએ ઉપાડ્યો.

‘નીરા નથી, આપ કોણ’?

‘અંકલ, હું સીમા બોલું છું’.

‘હા, બેટા કેમ છે તું? શું નીરાનું કામ હતું ‘?

‘હા જી, અંકલ એક ખુશ ખબર આપવાના હતાં ‘.

‘ઓહ, એમ વાત છે તો સાંભળ મારે પણ તને ખુશ ખબર આપવા છે.’

‘જી, અંકલ બોલો શું વાત  છે ‘?

‘નીરાને મુનીશ આવીને આજે લઈ ગયો અને ત્રણેય જણાં સાથે નૈનિતાલ

ગયા છે. ગઈ કાલે નીરાની  ૨૫મી વર્ષગાંઠ હતી. ત્રણેય જણા નૈનિતાલ

અઠવાડિયું રહીને પાછા આવશે. પછી તેના ‘વિઝા’નું સ્ટેટસ જોઈ બધા સાથે

લંડન જવા ઉપડી જશે.

સીમા તો ખુશ થઈ ગઈ. તેના માનવામાં આવતું ન હતું કે તેને આવેલું પ્રભાતના

સમયનું સમણું સાચું પડ્યું હતું.

અંકલ,’ નીરા સાથે વાત થાય તો તેને “હેપી બર્થ ડે, અને મારા બેસ્ટ વિશીશ કહેજો”.

કહીને ફોન મૂક્યો.

‘મમ્મા ઓ મમ્મા ક્યાં ગઈ તું ? અરે, સાંભળ મારું  સમણું  સાચું પડ્યું.’

હું દોડીને બહાર આવી. ‘શું વાત છે બેટા’ !

મમ્મા નીરાને તથા તેના દીકરાને મુનીશ આવીને લઈ ગયો.  બધા

સાથે અત્યારે નૈનિતાલ ગયા  છે. . ગઈકાલે નીરાની વર્ષગાંઠ હું કામની

ધમાલમાં ભૂલી ગઈ હતી.

મા, ચાલ આજે તો લાબેલામાં લંચ ખાઈને  આપણે બંને   ‘કે રૂસ્તમના’ આઈસક્રિમની

મોજ માણીશું.

મારા જન્મદિવસે આવા શુભ સમાચાર મળ્યાનો આનંદ હું માણી રહી. મનોમન ભગવાનને

પ્રાર્થના કરી રહી . હે પ્રભુ મારી બીજી દીકરીને જીવનમાં શાંતિ અને સુખ આપજે!

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

23 11 2013
NAVIN BANKER

તમને સજ્જન માણસોને કેવાં સારા સારા સ્વપ્નાં આવે છે ! આશા રાખીએ કે આવા સારા સારા સ્વપ્નાં રોજ આવે ને સાચા પડે ! શ્રીરામ..શ્રીરામ..
નવીન બેન્કર

23 11 2013
chandravadan

સીમા તો ખુશ થઈ ગઈ. તેના માનવામાં આવતું ન હતું કે તેને આવેલું પ્રભાતના

સમયનું સમણું સાચું પડ્યું હતું.

અંકલ,’ નીરા સાથે વાત થાય તો તેને “હેપી બર્થ ડે, અને મારા બેસ્ટ વિશીશ કહેજો”.

કહીને ફોન મૂક્યો.

‘મમ્મા ઓ મમ્મા ક્યાં ગઈ તું ? અરે, સાંભળ મારું સમણું સાચું પડ્યું.’
Nice !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

23 11 2013
Vinod R. Patel

સમણું સાચું પડ્યાનો આનંદે જન્મ દિવસના આનંદને બેવડાવી દીધો .

સરસ ભાવવાહી આપના જીવનની સત્ય કહાની -વાર્તા ગમી .

કેટલીકવાર સત્ય કથા કાલ્પનિક કથા કરતા ચડી જાય છે !એનું

આ એક ઉદાહરણ !

23 11 2013
Satish Parikh

Very nice story. aavu badhu vratama ave, reality ma nahi.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: