ધારણા સાચી પડી————

27 11 2013
guessed right

guessed right

જોકે આમ તો બારણું  કદી ખખડે નહી કે દરવાજાની ઘંટડી કદી રણકે નહી!

ખુબ સુંદર સ્થળે રહેતી  મંઝરીને હવે એકલાં રહેવાની આદત થઈ ગઈ હતી.

ખબર નહી કેમ આજે સવારથી થતું હતું કોઈક આવશે ? પણ કોણ, તેની ખબર

ન હતી. અરે, આ દેશમાં ફોન કર્યા વગર કોણ આવવાનું ? પાડોશી પણ જો

આવવાના હોય તો ‘ નવાબ વાજીદ અલી શાહ કે આને સે પહેલે ઉનકા હુક્કા

આતા હૈ’ની માફક પહેલાં ફોનની ઘંટડી રણકે, ઈફ, ઈટ ઈઝ ઓ.કે. કેન આઈ

સ્ટોપ બાય ફોર અ મિનિટ.’ પૂછીને જ આવે.

અમેરિકામાં કાગડા ખાસ જોવામાં આવતા નથી. તેથી એમ તો ન કહેવાય કે

મારી બારીએ કાગડો બોલ્યો હતો. ખેર, અંતરના અવાજને હવે અવગણવાની

આદત પડી ગઈ હતી.  હા, તેની ડાબી આંખ ફરકતી હતી !  ચાનો કપ લઈ ખુરશી

પર જઈને બેઠી. આજના સમાચાર પત્રનું ‘સુડોકુ” રમવાની મઝા આવી ગઈ. હતું

અઘરું પણ અડધું સોલ્વ કરી ચા પીધી, પછી દિમાગ ચાલ્યું.

શામાટે આમ રાહ જોવાની આદત પડી ગઈ છે ? અરે , તારે આંગણે કોણ આવવાનું છે?

એકલા  રહેવાની  આદત  પડી  ગઈ છે.  સારું છે ઈશ્વર કૃપાએ જીવનમાં રસ ટકી રહ્યો

છે. પ્રવૃત્તિ  સભર જીંદગી  જીવવાની ચાવી  છે. છતાં જો કદી એકલતા સતાવે ત્યારે

પ્રભુ સ્મરણ હામ આપે છે.

વળી પાછું મર્કટ મન  છટક્યું. જરૂર કોઈ  આવશે ? શનિવાર હતો, રેડિયો પર સુંદર

ગીતો વાગી રહ્યા હતાં. ફરીથી ચા બનાવી, ઠંડીના દિવસોમાં તેની મઝા માણવી ગમે,

કેમ ખરું ને ! તમારે પીવી હોય તો આવી જાવ. સરસ મઝાની આદુ અને ફુદીનો નાખી

બનાવીશ.

અરે, બારણાની ઘંટડી વાગી? ના વાગે ભાઈ, નીચેથી સિક્યોરિટિવાળાનો ફોન આવે

‘યુ હેવે ગેસ્ટ, કેન આઈ સેન્ડ હર અપ’?  ના, ખરેખર    બેલ વાગી . આ કાંઈ ભ્રમણા

નથી ! હાથમાં મારી પૌત્રી માટે શૉલ  બનાવતી હતી તે નીચે મૂકી, બારણું  ખોલવા

ઉઠી!

જેનો સ્વપને વિચાર ન હોય એ મારો નાનો દીકરો , પરસેવેથી રેબઝેબ  બારણામાં

ઉભો હતો.

” મમ્મી. જોગીંગ કરવા  નિકળ્યો હતો ૨૫ માઈલ , ટુવાલ ભૂલી ગયો હતો તે લેવા

ઉપર  આવ્યો.”  મા, આપણા ઘર નીચેથી જતો હતો.

આવ  બેટા, હું હરખાઈ,  મારી ધારણા સાચી————–

Advertisements

ક્રિયાઓ

Information

One response

27 11 2013
DR. CHANDRAVADAN MISTRY

જેનો સ્વપને વિચાર ન હોય એ મારો નાનો દીકરો , પરસેવેથી રેબઝેબ બારણામાં

ઉભો હતો.

” મમ્મી. જોગીંગ કરવા નિકળ્યો હતો ૨૫ માઈલ , ટુવાલ ભૂલી ગયો હતો તે લેવા

ઉપર આવ્યો.” મા, આપણા ઘર નીચેથી જતો હતો.

આવ બેટા, હું હરખાઈ, મારી ધારણા સાચી————–
ASHAO…..FULFILLED…..JOY…..And ASHAO NOT FULFILLED = SADNESS
This is the SANSAR !
Nice Post !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: