સમય લાગશે !

4 12 2013

આજે સમાચાર મળ્યાકે મારી સહેલીના પતિનું કેન્સરને કારણે અવસાન થયું.

તેના લગ્નને ૪૮ વર્ષ થયા હતાં . ભલું થજો કે ખૂબ હેરાનગતિ ન થઈ. મારું

મન ભૂતકાળમાં ભમી રહ્યું.  આ સમય ખૂબ નાજુક અને દર્દ ભર્યો છે. કિંતુ આ

ચંચળ મન હેરાન પરેશાન કરે છે. શાંતિ જોજન દૂર દીસે અને અશાંતિના મોજાં

મનનો કબજો લઈને બેસી જાય. માનવ દેહ માટે એ સ્વાભાવિક છે. ખરી પરિક્ષા

કપરા કાળમાં થાય છે. સઘળા સંયમો, જ્ઞાન અને ડહાપણ દુમ દબાવી ભાગતા

જણાય છે.

જેના ફોનની રાહ જોતી હતી તે રણક્યો.

‘હાં, બોલ વીમી તું કેમ છે?’

‘કેવી હોંઉ?’

‘જો સમય હોય તો તને બે વાત કહીશ.’

‘અરે, યાર એટલે તો ફોન કર્યો. મારું મન ખૂબ વિહવળ છે. ક્યાંય ચેન પડતું

નથી. શું કરું?  તું નહી માને મને પાગલ વિચાર આવે છે, આત્મ——‘.

‘બસ, હવે તું બોલવાનું બંધ કર. તને મારો ભૂતકાળ બરાબર ખબર છે. હું તે

ઉખેળવા માગતી નથી. ચાલ તો ઉભી થા અને પહેલાં પાણીનો ગ્લાસ પી લે. ‘

‘ઓ.કે. મારી બૉસ. હું શું કરું તો મારું મન કાબૂમાં રહે. ‘

‘તારી પાસે માળા છે. મંદિરમાંથી કાઢ. બેસીને પ્રભુનો ફોટો સામે રાખી તેને પાંચ

વાર ગણ. જોઈએતો બાજુમાં વિનયનો ફોટો પણ રાખજે. ;

‘અરે. પણ——-‘

‘પણ બણ કાંઈ નહી. મારી વાત સાંભળ.’

‘હાં, બોલ મારી માવડી.’

‘એક કાગળ અને પેન્સિલ લઈ  તારા મગજમાં જે પણ વિચારો આવે છે તે લખવા

માંડ. તું કહીશ, શામાટે ? કારણ સરળ છે. તારે જે કાંઈ પણ કહેવું હશે તે સાંભળવા

માટે સમય કોઈની પાસે નથી. અરે, તારા બાળકો પાસે પણ નહી. અને બીજું, તેમને

કહી શામાટે દુઃખમાં ઉમેરો કરવો ?

તેઓ નાના છે. આવું દુઃખ સહન કરવાની કે પચાવવાની તેમનામાં શક્તિ નથી.

તને થયા ૭૨, તેઓ તો હજુ ‘૪૦’ પણ નથી પહોંચ્યા. સમજી !

જો આ ખૂબ શાંતિ રાખીને ગાળવાનો સમય છે. તારું સમસ્ત અસ્તિત્વ હચમચી

ગયું છે. જીવન નિરર્થક લાગશે! અરે, ઈશ્વર  ઉપરથી  વિશ્વાસ ઉઠી જશે. તેના

સામ્રાજ્યમાં  ન્યાયનો અભાવ જણાશે.

ખેર, બહુ લાંબુ  ભાષણ નહી આપું.  મન થાય  ત્યારે મોકળા મને રડી લેજે. તેના

વગરના  જીવનની કલ્પના પણ સારા બદનમાં કંપારી લાવે. તો, આતો હકિકત

છે.  હિમત રાખજે, તેનો મીઠો સહવાસ વાગોળજે , સમય ——!

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

4 12 2013
Vinod R. Patel

મન થાય ત્યારે મોકળા મને રડી લેજે. તેના

વગરના જીવનની કલ્પના પણ સારા બદનમાં કંપારી લાવે. તો, આતો હકિકત

છે. હિમત રાખજે, તેનો મીઠો સહવાસ વાગોળજે , સમય ——!

યોગ્ય અનુભવ સિદ્ધ સલાહ ! વિરહના દુખની દવા માત્ર સમય જ છે .

5 12 2013
pravinshastri

આશ્વાસનની પણ એક વ્યથા હોય છે.

6 12 2013
Satish Parikh

તારે જે કાંઈ પણ કહેવું હશે તે સાંભળવા

માટે સમય કોઈની પાસે નથી. અરે, તારા બાળકો પાસે પણ નહી. અને બીજું, તેમને

કહી શામાટે દુઃખમાં ઉમેરો કરવો ?
A very good observation.
વિરહના દુખની દવા માત્ર સમય જ છે .

8 12 2013
Nitin Vyas

Dec 7 at 8:41 PM
As if wee are sitting in your drawing room and talking to us…..
સમય લાગશે is very nicely written….
-nitin vyas

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: