ખીચડી

10 12 2013

‘અરે શું ગરમા ગરમ  ખીચડીની મસ્ત ખુશ્બુ સારા ઘરમાં આવે છે,’

નોકરી પરથી ઘરમાં પ્રવેશાતાં  સુકેતુ બોલ્યો.

નાક ચડાવીને ચંપલ કાઢતાં નીલી બોલી, ‘ઓહ, માય ગોડ આજે ડીનરમાં ખીચડી

છે? ‘ જાણે કારેલાંનું શાક ન હોય!

‘મમ્મા , આજે તમારી તબિયત સારી નથી?’

‘કેમ બેટા એમ પુછે છે? ‘

ના, આતો તમે આજે ખીચડી બનાવી છે ને એટલે.’

નીલી, બેટા આપણા ઘરમાં ખીચડી સહુને ખૂબ ભાવે છે. નિરવને પૂછી જો.

ત્યાં નિરવ કપડાં બદલીને ડાઈનિંગ રૂમમાં  આવતો જણાયો. નામ સાંભળીને

બોલ્યો. ‘નીલી, તું મમ્માના હાથની ખીચડી, કઢી અને બટાકા રિંગણનું શાક ખાઈ

જો, આંગળા કરડી ખાઈશ.’

મમ્મા, અમારે ત્યાં તો ઘરમાં કોઈ માંદુ હોય ત્યારે મારા મમ્મી ખીચડી બનાવે.

તે દિવસે હું અને મારો નાનો ભાઈ પિઝા મંગાવી લઈએ.’

બેટા, તું ચાખી જો નહી ભાવે તો નિરવ તારા માટે પિઝા લઈ આવશે!

બધા ટેબલ પર ગોઠવાયા. કલાત્મક રીતે ટેબલ પર બધું ગોઠવાયું હતું.  ખીચડીની

સોડમ તો નાકમાં ઘુસી જતી હતી. સાથે સરસ મઝાની કઢી, રીગણ બટાકાનું શાક,

કાંદા ટામેટાંનું કચુંબર, ડબલ મરીના શેકેલાં પાપડ, ખાટું મેથી ચણાનું અથાણું. નિરવને

માટે તડકા છાંયાનો છુંદો. તાજી કોથમરીની લસણવાળી ચટણી.

નીલીને લાગ્યું જો આ રીતે ખીચડી ખાવાની હોય તો સારી લાગવી જોઈએ. બધાની સાથે

જમવા બેઠી. જો કોઈને જોઈતા હોય તો મમ્માએ પરોઠા બનાવ્યા હતાં. ખીચડી ચડતી

હોય ત્યારે અંદર મેથી, મરી, તજ, લવીંગ અને ઘી નાખ્યા હતાં. જેથી ગેસ ન થાય અને

સારી રીતે પચે.

મમ્મા નિરવના લગ્ન પછી જોબ કરતાં નહી. તેથી સહુની સગવડ સચવાતી અને રાતના

ડીનર સહુ સાથે માણતા. એમને ખબર હતી. ‘ફેમિલિ હુ ટેક્સ ડીનર ટુગેધર સ્ટેઝ ટુગેધર’.

કોઈ તો બોલતા બોલે, જમ્યા પછી નીલી તરત બોલી , ‘મમ્મા આવી રીતે ખીચડી ખાવાની

હોય તો, આઈ ડુ નોટ વૉન્ટ પીઝા’.

સારું, બેટા મને આનંદ થયો તને ભાવી’.

આ તો સામાન્ય વાત થઈ. બાકી ઘરે ઘરે સાંભળવા મળે છે, ખીચડી કાંઈ ખાવાની વસ્તુ છે.

દાળ અને ચોખાનું મધુરું મિલન, બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય. પોતાનું અસ્તિત્વ

વિસરી સહુન શાતા આપે. પેલી નાનપણમી વાર્તા હજુ પણ યાદ છે.

‘ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. ‘

જેને રાંધવામાં કોઈ ખાસ મહેનત નહી.  એ ડાયલોગ બરાબર યાદ છે, ‘હની તું થાકી

ગઈ છે. બસ ગરમા ગરમ ખીચડી બનાવી દે. આપણે સાથે ડીનર લઈશું.’

ખીચડી પચવામાં હલકી, ખાવ  ત્યારે સંતોષ થાય. બનાવવામાં મહેનત ઓ્છી. વળી

વાસણ પણ ઓછા સાફ કરવાનાં. જો વધારે પૌષ્ટિક  બનાવવી હોય તો અંદર શાક નાખવા.

જૂની વાત સાંભળી હતી તે અચાનક યાદ આવી ગઈ.કાઠિયાવાડીમાં લગ્ન પછી નવી વહુ

ઘરે આવે ત્યારે શુકનમાં ખી્ચડી રંધાય. તેઓમાં માન્યતા છે કે જેમ દાળ અને ચોખાના મધુરા

મિલનથી ખીચડી બને છે. તેવો સુંદર મધુરો તમારો સંસાર બને.

ખીચડી પુરાણ બહુ લાંબુ  ચાલ્યું.  સ્વપનામા ખીચડી આવે  તો ખાજો અને માણજો !

Advertisements

ક્રિયાઓ

Information

8 responses

10 12 2013
hemapatel

પ્રવીણાબેન ખીચડીનુ વર્ણન એવું સરસ કર્યું છે વાંચીને મોઢામાં પાણી આવી ગયું.
ખરેખર ખીચડી તો છપ્પન ભોગને પણ બાજુમાં મુકી દે !

10 12 2013
chandravadan

જૂની વાત સાંભળી હતી તે અચાનક યાદ આવી ગઈ.કાઠિયાવાડીમાં લગ્ન પછી નવી વહુ

ઘરે આવે ત્યારે શુકનમાં ખી્ચડી રંધાય. તેઓમાં માન્યતા છે કે જેમ દાળ અને ચોખાના મધુરા

મિલનથી ખીચડી બને છે. તેવો સુંદર મધુરો તમારો સંસાર બને.
Saras !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

10 12 2013
Vinod Patel

ખીચડીની સરસ વાત કરી પ્રવિણાબેન તમે . અહીં સુધી સુગંધ આવી !

એક કહેવત યાદ આવી – વખાણી ખીચડી દાંતે ચોંટી !

10 12 2013
pravinshastri

મારું મનભાવન પકવાન.

11 12 2013
Shaila Munshaw

Like your “khichdi” very much.
‘અરે શું ગરમા ગરમ —————
ભાવતી હોય તો ખાવાની લહેજત માણો-
http://www.smunshaw.wordpress.com/

12 12 2013
Bhavane & Sanjiv

Pravina
This was really nice. Enjoyed reading it. Specially about Khichdi.
Thank you for sharing.
. Love reading it.

12 12 2013
Raksha

Nice article! Very interesting way to convince people to like Khichadi.

12 12 2013
NAVIN BANKER

‘હું મને મળી’ માં આદુ-ઇલાયચીવાળી ચાહથી મગજ તરબતર થઈ ગયું, તો આ ‘ખીચડી’માં
ખીચડી, કઢી, બટાકા-રીંગણનું શાક, ડબલ મરીના શેકેલા પાપડ, ખાટુ,મેથી-ચણાનું અથાણું, કાંદા-બટાકાનું કચુંબર, પરોઠા અને ચડતી ખીચડીમાં મેથી, મરી,લવીંગ, તજ અને ઘી…ની વાતે મોંમાં પાણી લાવી દીધું.
આભાર. નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s




%d bloggers like this: