હું મને મળી !

meet me
meet me

ઘણા વખત પછી વિચાર્યું બસ, , મન આજે કશું કરવું નથી’ !

પ્રવૃત્તિમય જીવન એ સુખી સંસારની ચાવી છે. પણ ઘણી વખત

વધા્રે પડતી ્વ્યસ્તતા પણ અકળાવનારી હોય છે. પ્રવૃત્તિ

દેખાતાં બંધ બારણા ખોલવાની તાકાત ધરાવે છે. યાદ છે ને,

“નવરું મન શેતાનનું ઘર.”  ના, પણ કોઈ વાર નવરું મન કંઈક

એવું પણ કરી શકે જે વ્યસ્તતા દરમ્યાન શક્ય નથી.

આજ સવારથી એક એક ક્ષણ મારે, ‘મારી જાતને પૂછી પૂછીને

થકવી દેવી હતી’. સવારે આમ તો ૫ વાગ્યામાં  ઉઠવાની ટેવ એટલે

આંખ ખૂલી ગઈ. પ્રભુ સ્મરણ કરી પલંગ પર બેઠી થઈ અને પ્રાણાયામ

શરૂ કર્યું. પ્રાણાયામના ફાયદા અગણિત છે. દરરોજ સવારે કરવાને

કારણે  જીવનમાં સુસ્તી પ્રવેશ પામતી નથી. અરે, આજે તો એ નથી

કરવાનું. દરરોજ કરતી ક્રિયાથી આજે છૂટકારો!

ભાઈ ‘ચા’ તો પીવી પડશે. એની આદત નથી પણ મોજ આવે છે.

તે પણ પાછી આદુ અને ઈલાયચી વાળી. બસ વાંચતા કંટાળી ગયાને?

એમ નહી ચાલે, ચા પીતાં બાળપણ યાદ આવી ગયું. ‘મમ્મી, મને ચા

આપને. મમ્મી દુધના ગ્લાસમાં થોડીક રેડે. માત્ર દુધનો રંગ બદલાય’.

હું ખુશ ખુશ થઈ જાંઉ. આજે એ ‘હું’ ક્યાં છે?’

આજે સવારનું ચાલવા જવાનું બંધ ! પુસ્તક લઈને પાછું પલંગ પર

લંબાવ્યું. મઝા ન પડી. જૂના ફોટાઓનું આલ્બમ લઈને બેઠી. અરે, આ તો

મારા લગ્ન વખતનો ફોટો છે! ઓ બાપરે, ‘આ હું કે મારી દીકરી’? ( મને પ્રભુએ

બે દીકરા દીધા છે.) મોઢા પર હસવું આવી ગયું. અરે, ‘આતો મારા મમ્મી અને

મોટાભાઈની દીકરી.’

લગ્ન પછીના સુહાના દિવસો અને ઘરનું  આંગણ કલ્લોલતું. એ જ હું માતાના

પાત્રમાં ખીલી ઉઠી. સાસરીમાં દુધમાં સાકર ભળે એમ ભળી ગઈ.

બધું જ બદલાઈ ગયું. હા, પણ હું તો એની એ જ છું. કશું બદલાયું નથી . માત્ર

વિચાર કરવાની ઢબ બદલાઈ ગઈ છે. હવે , બાળપણ ગયું, જુવાનીએ પાછા

કદમ ભર્યા,  પ્રૌઢાવસ્થા બસ ક્યારે જશે ખબર નથી ? વૃદ્ધાવસ્થા સંભવ છે કે

નહી તેનાથી પણ અનજાણ !

રેતીમાં પગલું કેટલીવાર ટકે ? બસ એમ આ જીવન પુરું થશે. મારી સાથે વાત

કરવાની મઝા આવી. પ્રભુનો શો ઈરાદો છે ? અનજાણ છું. આ જીવન પાછળ

કંઈક તો ઈરાદો હશે. સફળ થયું કે નહી એ મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે ? જીવન હવે

નિઃસ્વાર્થ  પૂર્વક જીવવાનો ઈરાદો પાકો કર્યો. તેના પર મુસ્કાને સ્ટેમ્પ મારી.

ભૂતકાળ સારો યા નરસો ભૂલવાની યાત્રા શરૂ કરવી. બની શકે તો કોઈને

મદદરૂપ થવું. જીવન જરૂરિયાતો ઓછી કરવી. પ્રેમની સહુને લ્હાણી કરવી.

કુટુંબીજનોને, નાના બાળકોને દાદીમાની લાગણીમાં ભિંજવવા. પ્રભુનું સુમિરન

અંતરમા સતત રહે તેનો ખ્યાલ રાખવો. એની દીધેલ જિંદગી પ્રસાદ રૂપ

સમજવી. હું, મને આ સઘળું ખુલ્લા દિલે સમજાવી રહી હતી. મન ધ્યાન

દઈને બધું સાંભળતું હતું.

અચાનક, મન બોલી ઉઠ્યું, હવે તો જાગ ,  કંઈક એવું કાર્ય કર જેથી તને

આત્મસંતોષ’ થાય.

પ્રભુનું દીધું આ જીવન કેમ વેડફી દેવાય

એ છે પ્રસાદી ઈશની, કેમ વેડફી દેવાય

મનનો અવાજ ધીરે ધીરે ઘેરો અને હ્રદયના ઉંડાણમાંથી આવતો હોય એમ લાગ્યું.

બરાબર કાન સરવા કરી સાંભળવાનો પ્રયત્ન કર્યો તો એ અવાજ સૂરીલો અને ક્ષીણ

થતો ગયો. મન ધીરેથી  અંદર ઉતર્યું અને બસ જાણે તન્મયતા પૂર્વક એ સ્વરને પકડી

તેનું મધુરું સંગીત માણી રહી.

ક્યારે તેમાંથી જાગી તેનું ભાન પણ ન રહ્યું. મુખ પર આનંદ વિલસી રહ્યો. શાંત ચિત્તે

મારી સાથે ગાઢ મિત્રતાનો રસાસ્વાદ લેવાઈ ખૂબ મઝા આવી. ચાલ મન આજે તું

ખુશ રહે, આનંદમાં વિહરે તેવા પ્રયત્નોમાં પાછી પાની નહી કરું.  ગાડી લઈને નિકળી

પડી. આજે રસોડામાં રજા. ડ્રાઈવ ઈનમાં જઈ સરસ મજાના ‘સુપ અને સલાડ’ પીક

અપ કર્યા. મન ભાવતી મેક્ડૉનાલ્ડની  ગરમ ‘એપલ પાઈ’ ઘણાં વર્ષો પછી લઈ

પાર્કમાં ગઈ. શાંતિથી કુદરતને ખોળે બેસી લંચની મઝા લુંટી. ઘરે આવી મનગમતો

ટીવીનો શૉ જોયો. કદી બપોરે ઉંઘવાની આદત નથી, આજની વાત જુદી છે. નિરાંતે

બેડરૂમમાં જઈ પલંગ પર  લંબાવ્યું !

તાજગી ભરી ઉઠી મસ્ત આદુ અને એલચી વાળી મસાલા ચાય પીતાં સંસારની

આંટીઘુંટી બધી સુલઝી ગઈ. આભાર સર્જનહારનો માની રહી કે સદબુદ્ધિ આપી.

 આજે મને મળવાનો અમૂલ્ય લહાવો માણવા ભાગશાળી બની.————-

5 thoughts on “હું મને મળી !

  1. પ્રવિણાબેન,
    હું તો રીટાયર છું એટલે આ તો મારો રોજનો ક્રમ છે એટલે હું તો મને રોજ મળું જ છું.
    બાકી તમારા લખાણમાંથી મને આદુ અને ઇલાયચીવાળી ચાહની સુગંધ જરુર આવી ગઈ.
    નવીન બેન્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: