ખુલ્લા દિલે અપનાવો

14 12 2013

પાણીમાં રહેવું અને મગર સાથે વેર’ જૂની અને જાણિતી ઉક્તિ.  થોડા શબ્દોમાં

ઘણું કહેવાની કળા આપણી ભાષામાં છે. સમજી શકે તેના માટે.  બાકી ભેંસ આગળ

ભાગવત જેવી વાત છે.

ચારે બાજુ હવે દર બીજે દિવસે સંભળાય છે. ‘મારી દીકરી અમેરિકન છોકરા સાથે

ફરે છે. પાંચ વર્ષ થયા હજુ તેના પપ્પા માનતા નથી’.

મારો એકનો એક દીકરો ધોળીમાં ફસાયો? હે ભગવાન હવે હું શું કરું ? ભગવાને

ધીરેથી કાનમાં કહ્યું ‘ હા પાડ ને. તારે ક્યાં લગ્ન કરવાના છે. શું કામ દીકરાનું ભલું

નથી ઈચ્છતી?’

વર્ષો પહેલાં જ્યારે ભારત છોડ્યું ,ત્યારે જુવાની થનગનતી હતી. હૈયે હામ હતી.

કામ કરવાની તૈયારી હતી. કુટુંબ, સમાજ, મિત્ર મંડલ સહુ છોડીને અંહી આવી

વસ્યા. કાલની ક્યાં ચિંતા હતી? પતિ, પરમેશ્વરનો સુહાનો સાથ હોય પછી દુનિયા

જખ મારે છે. આજે બધું અલગ છે.

ઘણા મિત્રો હિચકિચાટ વગર અપનાવે છે. માનો યા ન માનો. અમેરિકનોને પણ

આપણી માફક પોતાનું કુટુંબ  ખૂબ વહાલું છે.  તેમના તહેવાર પર અચૂક મળવાના

પ્લાન કરે છે. તેમની પ્યાર જતાવવાની રીત અલગ છે.

પાંચ વર્ષ પહેલાં આવા લગ્નમાં ગઈ હતી. હવે તો તેમને ત્યાં મજાની દીકરી પણ છે.

ખબર પડી કે દીકરાની મા, વહુ સાથે બોલતી નથી કોઈ જાતનો સંબંધ રાખતી નથી.

જો ભણેલાં, પ્રોફેશનલ આવો વ્યવહાર કરશે તો ભારતમાં રહેતાં આપણા વડિલો પાસે

શેની આશા રાખવી. આ પરિસ્થિતિ બંને પક્ષે સમાન છે. દીકરી પણ આવી રીતે પરણે,

પ્રેમે સ્વિકારો, કુટુંબી જેવું પ્રેમાળ વર્તન બતાવો. માત્ર શરીરના રંગ જુદા, સ્થળ જુદા,

ભાષા જુદી પણ લોહીનો રંગ લાલ છે. લાગણૉ અને પ્રેમ તેને કોઈ સિમામાં ન બાંધી

શકાય.

અંહી આવ્યા. પુષ્કળ ડૉલર કમાયા. બાળકોને ભણાવ્યા. તેમની મરજી મુજબ પરણાવ્યા.

કિંતુ અમેરિકન હોવાથી આવનાર વહુને ન ખુલ્લા દિલે આવકારી. ન તેને ઈજ્જત અને

પ્રેમ આપ્યો. દરેક કાળ સુધારા જરૂર લાવે છે. તે સાથે આપણે પણ વિચાર બદલવા પડે.

મને યાદ છે ૫૦ વર્ષ પહેલાં ,જ્યારે મારી સગાઈ થઈ ત્યારે ‘સાત વાગ્યા સુધીમાં ઘરે આવી

જજો બેટા’.મારા પિતાજીનો વટહુકમ હતો. મારી સાથે સગાઈ થઈ હતી તે છોકરો કહે ,’તારા

પિતાજીને કહેજે સાત વાગે હું ફરવા જવા માટૅ લેવા આવીશ.’  પિતાજી એક પણ અક્ષર બોલ્યા

વગર આંખોથી હા પાડી.

આ દેશે આપણને, પૈસો, માન, ઈજ્જત, નામ અને ઘર આપ્યા. હવે આ દેશ તથા તેમના

વાસીઓ હસતે મુખે અપનાવવા તેમાં જ આપણી ખાનદાની છે. આપણે હવે, ‘બહોત ગઈ

અને થોડી રહી’ તે સ્થિતિમાં છીએ. આપણા બાળકો અંહીની સંસ્કૃતિમાં ઓતપ્રોત થઈ ગયા

છે. તેમને દુખ થાય એવું કરવાથી કોને ફાયદો. આવી પરિસ્થિતિમાં નુકશાન આપણને છે.

બાળકો આપણાથી દૂર જશે. યાદ રહે અરે એમ કહીશ હૈયે કોતરી રાખો , જરૂરિયાત ટાણે

આપણા બાળકો જ આપણને કામ આવશે.’ કુટુંબથી અધિક કોઈ નથી. તેમને પ્યારની

જરૂર છે. બાકી પૈસા કમાવાની તેમનામાં ત્રેવડ છે. તેમને આપણા પૈસાની ખાસ શું જરાય

જરૂર નથી.

હવે તો ‘સેમ સેક્સ’ લગ્ન પણ કાયદેસર મંજૂર છે. ક્યાં જઈને અટકશે આ ભેજાંબાદ માનવ’.

જો બાળકોને સંસ્કાર  સારા આપ્યા હશે તો આવી નોબત નહી આવે. બાળકો નાના હોય ત્યારે

માતા પિતા શેને મહત્વ આપે છે. એ ખૂબ અગત્યની વાત છે. પૈસો સર્વસ્વ નથી. પૈસાને

પોતાની મર્યાદા છે. જીવનમાં હકિકતોનો ખેલદિલીથી સામનો કરો અને બદલાવ ને આવકારો.

દિલ વિશાળ રાખો. બાળકોની ખુશીમાં આપણી ખુશી ભાળો. તેઓ અમેરિકન પરણે, મેક્સિકન

પરણે કે કોઈ પણ દેશની કન્યા યા મુરતિયો લાવે. હસતે મોઢે આવકારો. નહિતર ભોગવવું

તમારે ( આપણે) પડશે.

વિચાર માગી લે તેવી વાત છે. વિચારો અને અમલ કરો.—————

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

14 12 2013
NAVIN BANKER

સાવ સાચી વાત છે. આપણે સમજવાની જરુર છે. હું આપની વાત સાથે સંપુર્ણ સહમત છું. નવીન બેન્કર

15 12 2013
DR. CHANDRAVADAN MISTRY

વિચાર માગી લે તેવી વાત છે. વિચારો અને અમલ કરો.—————
A Post makes one to think…accept…& move on in Life !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar Q

16 12 2013
P.K.Davda

વર્તમાનને આબેહુબ રજૂ કરતો લેખ ભવિષ્યમાં ડોકિયું કરાવે છે. માનવ સભ્યતા હવે બહુ ઝડાપથી બદલાઈ રહી છે. હજારો વર્ષમાં વિકસિત થયેલી લગ્ન સંસ્થા આવતા ૧૦૦ વર્ષમાં પડી ભાંગસે એવા એંધાણ છે. વિકલ્પ શું હશે એ હજુ સ્પષ્ટ નથી. સહવાસ હજી ડચકા ખાતું ચાલે છે. સમલૈંગિક સંબંધોનું ભવિષ્ય પણ ચોક્ક્સ નથી. આવા વખતે એક કેમીકલ રીએક્શન પૂરૂં થઈને જેમ એન્ડ પ્રોડકટની વાટ જોવાય એમ વાટ જ જોવી પડસે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: