સાણસી

26 12 2013
sansi

sansi

‘અરે, કોઈને મારો દર્દનાક અવાજ નથી સંભળાતો?’ જરા વધારે ખાનું

ખોલો, હું એકદમ પાછળ ખૂણામાં લપાઈને પડી છું. શામાટે આટલી બધી

ધમાલમાં છો? મારી અવગણના કરી તમને શું મળ્યું? અરે મારા વગર

સ્ત્રીઓ રસોડામાં પરેશાન હતી. ઓછામાં ઓછી બેથી ત્રણ સહેલીઓ

સાથે મારે ઘરોબો હતો. આજે, કોઈને મારી સામે જોવાની ફુરસદ નથી !

સહુ પ્રથમ હું લોખંડમાંથી બની હતી. પછી પિત્તળ અને અંતે સ્ટી્લની.

કદાચ, આપણા દેશના ખૂણે ખાંચરે આજે પણ મારી રહી સહી આબરૂ

સચવાઈ છે. બાકી મોટા શહેરોમાં અને દુનિયાના દેશોમાં હું હવે મ્યુઝિયમમાં

રહું છું.’

ચાલો રોદણાં રડે કોઈનો ઉદ્ધાર થયો છે કે મારો થશે? હું કોણ? “સાણસી”.

ચાની ગરમ તપેલી હોય કે ઉકળતી દાળ યા કઢી. કોની તાકાત છે કે  મારું

સ્મરણ કર્યા વગર ચાલે, મારું સ્મરણ માત્ર નહી, પ્રથમ દર્શન અને પછી

આંગળીઓ દ્વારા વહાલ. બરાબર તપાસે અને મજબૂત પાશમાં બાંધી  ઉપયોગમાં

લે. ચા ભલેને તમે ‘પૉટ’ યા કિટલીમાં બનાવી મઝા માણો. તપેલીમાં બનાવી

મને પ્યારથી ઉપયોગમાં લઈ કપમાં  રેડશો તો એક ટીપું જમીન પર નહી

પડે ! બાકી અડધી જમીન પર પડે તેનો સહુને અનુભવ છે.

અરે, જે સિંકમાં હાથ ધોઈએ યા વાસણ સાફ કરીએ તેમાં લોકો હવે  ચાના

કપ ભરે છે. પછી કહે શું, સિંક ધોઈને મૂક્યા છે. શામાટે મને  નીચા જોણું

કરાવો?  મારો શું વાંક ગુનો?

‘અરે ભાઈ, માફ કરજો બહેન, જુનું તે સોનું. ગમે તેટલા ધમપછાડા કરો મારા

વગર તમને નહી ચાલે ! તેથી તો ખાનામાં સાવ પાછળ ભંગારની જેમ મને

રાખી હાલ કર્યા છે.  હશે ભાંગ્યું તોયે ભરૂચ, મને ઘરમાંથી હડસેલી નથી. એ

મારા અહોભાગ્ય, !

હવે હેંડલવાળા તપેલાં આવી ગયા. ઑવનમાંથી ગરમ વાસણ બહાર કાઢવા

‘પૉટ હૉલ્ડર્સ’ આવ્યા. એટલે જેમ ઘરમાં ઘરડી ‘મા કે સાસુ’ની કોઈ કિમત નહી

તેમ મારી ક્યાં કોઈને પરવા છે? ‘

જેમ ઈલેક્ટ્રિક સ્ટવ અને સપાટ પેલા ‘ફાઈબર ગ્લાસ્ના ‘ સ્ટવ ટોપ ‘ આવ્યા. તેમ

મારી કિંમત  સાવ કોડીની થતી ગઈ. એક ખાનગી વાત કાનમા કહું ‘ આધુનિક

ગણાતી ગૃહિણીઓને જૂના ‘ગેસના સ્ટવ’ વધારે પસંદ છે. કિચન રીનોવેટ કરાવી

નવી ગેસની લાઈન લઈ આખું કિચન કાઉન્ટર બદલી નાખે છે.

તેથી મને અંતરમાં આનંદ થયો. વળી પાછી પાછળ મૂકેલી આપણી ભારતિય

તપેલી ઉપયોગમાં આવે છે. જેને સ્ટવ ઉપરથી નીચે ઉતારવા મારી ખાસ જરૂર

પડે છે.  જે ઉપર જાય તે નીચે આવે. કુદરતનું ચક્ર ચાલુ રહે. મારા સારા નસિબે

પાછી હું તમારી સેવામાં હાજર. સેવક એક શબ્દ બોલ્યા વગર તમારી પડખે  છે.

નવી ૨૦૧૪ની સાલ મારા માટે લાભદાયી પૂરવાર થાય  તેવી આશા સાથે વિદાય

લઈશ. —————-


ક્રિયાઓ

Information

4 responses

26 12 2013
સુરેશ જાની

રસોડામાં મેં કરેલાં અવલોકનોનું આત્મકથા રૂપ.

વિચાર માટે અનેક વસ્તુ મળી શકે. અને એક વસ્તુ માટે પણ અનેક વિચાર પણ.
ગળણી માટે બે વિચાર….

http://gadyasoor.wordpress.com/2007/11/11/tea_filter/
અને
http://gadyasoor.wordpress.com/2012/06/03/filter/

28 12 2013
Vinod R. Patel

લેખકો /કવિઓ ને માટે લખવા માટે કોઈ પણ વિષય મળી જ જતો હોય છે .

સ્ત્રી અને સાણસીનો સંબંધ જાણીતો છે . એ દાઝ્વામાથી બચાવે છે .

આ પોસ્ટમાં સાણસીની આત્મકથા વાંચવાની મજા આવી . ધન્યવાદ .

28 12 2013
devikadhruva

એક જુદો અને નવો જ વિષય લઈને આવ્યાં તે ગમ્યું..બાકી સાણસી વિષે હવે કોણ વિચારે છે ? મને લાગે છે કે સાણસી વિષે સાહિત્યમાં બહું નહિવત્ લખાયું છે.

28 12 2013
chandravadan

નવી ૨૦૧૪ની સાલ મારા માટે લાભદાયી પૂરવાર થાય તેવી આશા સાથે વિદાય

લઈશ.
Sansi Vishe Janyu.
Have 2014Ma malishu !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo Jaruar @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: