વિરોધાભાસ

29 12 2013

જીવન બન્યું છે દ્વંદનું ત્યાં વિરોધાભાસ ન હોય ત નવાઈ લાગે!

માનવીના આચરણમાં અને તેના પૈસાના આડંબર નીચે જ્યારે

વિરોધાભાસ પ્રગટ થાય ત્યારે હૈયું ક્યાંક ડોલી ઉઠે ક્યાંક  દ્રવી

પડે.

મુંબઈમાં કાયમ તો રહેતી નથી. અવારનવાર જવાની એક પણ

તક ગુમાવતી નથી. સ્વાભાવિક છે જન્મભૂમિ મુંબઈ અને આપણા

સહુની લાડીલી માતૃભૂમિ. ક્યાંક વાંચ્યું હતું. ભારતિય હોવાનું

ગૌરવ માણવું હોય તો પરદેશ જાવ ! પરમ સત્ય તેમાં  છુપાયેલું

જણાશે.

ખેર, મારા ભાઈને ત્યાં કામ કરતી બાઈના દીકરાને દીકરી આવી

હતી. લક્ષમીના આગમન નિમિત્તે ઘરમાં ભજન રાખ્યા હતા. મને

પ્રેમથી બોલાવી હતી. બાળકીને રમાડવા અને જોવા ગઈ. ભજનનો

આસ્વાદ માણ્યો. બધાને ૨ ટુવાલ આપ્યા. મેં ના પાડી છતાં રાખવા

પડ્યા. બાળકીને જોઈ અને રમાડીને પ્રેમ પૂર્વક આપ્યું એ તો સાવ

ગૌણ વાત છે. તે સામાન્ય નોકરી કરતી સ્ત્રીની ઉદારતા અને પ્રેમ જોઈ

મારી આંખ ભરાઈ આવી.

આવી જ રીતે મારી માસીની દીકરી બહેન જે સખી પણ છે. સત્સંગમાં

જતી હતી. મને કહે, ‘ચાલ મારી સાથે, સત્સંગમાં જવા માટે આમંત્રણ

ન જોઈએ.’ મારો કાયમી વસવાટ અમેરિકા હોવાને કારણે, મુંબઈ જાંઉ

ત્યારે આવા અવસર  સાંપડે તે ગમે. તેના આમંત્રણ ને માન આપી અમે

સાથે ગયા.

તમે નહી માનો એ બહેને બધાને ‘ચાંદીની ઝારી’ની લહાણી કરી. મારા અતિ

આગ્રહને અવગણી જબરદસ્તીથી પ્રેમપૂર્વક મને આપી. તમે આજે અમારે

આંગણે સત્સંગમાં આવ્યા છો, તમારાથી ના ન પડાય. તેમને ત્યાં સ્વરચિત

ભજન પણ સંભળાવ્યું જે સહુએ પ્રેમ પૂર્વક આવકાર્યું.

ટુંક સમય પહેલાં સ્વરચિત ભજનોની સી.ડી. બહાર પાડી હતી. બીજે દિવસે

ડ્રાઈવર સાથે ૧૫ સી.ડી. તેમને મોકલાવી.

સાથે ચિઠ્ઠીમાં આભાર માન્યો. લખ્યું કે આપના કુટુંબી યા મિત્ર મંડળમાં આપશો.

હવે જે કહેવું છે તે અમેરિકાની વાત છે. હા, લોકો પાસે ડોલર ખૂબ છે. બેંકના ખાતા,

ઘર અને ગાડીઓ પરથી તેનું પ્રદર્શન થાય એ સ્વાભાવિક છે. ખૂબી ત્યાં છે “ઉપરવાળો

એ પૈસા ત્યાં લઈ જવા દેતો નથી. બધું અંહીનું અંહી રાખીને તેની પાસે ખાલી હાથે જવાનું

હોય છે.’

સત્સંગમાં કાયમ જતી હોંઉ છુ. કોઈવાર નિયમિત તો કોઈવાર તમે સમજી ગયા હશો?

આજે અચાનક જવાનું મન થયું. યજમાનને વર્ષોથી ઓળખું છું. ખૂબ પ્રેમાળ અને

ભાવુક છે. ભજનનો કાર્યક્રમ પૂરો થયો. યજમાન ઉભા થયા અને ઘોષણા કરી, ‘અમારી

દીકરીને ગઈકાલે દીકરી આવી છે. બધાએ તાળીઓથી વધાવ્યા.  ખુશી પ્રગટ કરી. હવે

પ્રસાદ લેવાનો શરૂ થયો. આ હમેશ નો રાબેતા મુજબનો કાર્યક્રમ તેમને ત્યાં વર્ષોથી છે.

યજમાન ખુશીને કારણે આવનાર મહેમાનોને નાની શી ભેટ આપી રહ્યા હતા. મારે ન

કહેવું જોઈએ પણ અમુકને આપી અમુકને ન આપી. મને મળેલી ભેટ મારી સામુ જોઈને

હસતી હતી. આ કેવી ખુશી પ્રગટ કરવાની ——-

મારી સમક્ષ આપણા ભારતમાં બનેલા બંને પ્રસંગો તરવરી રહ્યા !————–

———–

Advertisements

ક્રિયાઓ

Information

One response

29 12 2013
jayshree

always different is our country and here people love .
india still people respect other

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: