સમસ્યા – ૨૦૧૪ (બળાત્કાર)

4 01 2014

આરતી ગુમસુમ બેઠી હતી. દીપકની રાહ જોઈને થાકી ગઈ. આજે તો ઘણું મોડું

થઈ ગયું.  ટેક્સની સિઝન ચાલતી હતી. હમણાંથી દીપક રોજ રાતના ખૂબ મોડો

આવતો. નાનો ઉજાસ વહેલો સૂઈ જતો તેથી રાતના આરતીને એકલતા સતાવે

તેમાં શું નવાઈ!

તેને કદી એકલા જમવાની આદત ન હોવાથી રાહ જોઈને બેસી રહેતી. ઘણી

વખત રાહ જોતાં જોતાં તેની આંખો બંધ થઈ જતી. આખરે દીપક આવ્યો. ભલે

ગમે તેટલું મોડું થાય આવતાની સાથે આરતીને બાથમાં ભીડે ત્યાં એનો અડધો

થાક દૂર થઈ જાય. આરતી પાણીનો ગ્લાસ આપે અને પછી હાથ ધોઈ બંને જણા

સાથે જમવા બેસે. આખા દિવસની દીપકની કામની રામાયણ હસતે મોઢે સાંભળે.

દીપક આરતીને ઉજાસ અને તેની વાતો વારંવાર પૂછીને થકવી નાખે.

જમીને ઉભા થઈ બંને હિંચકે ઝુલે. આ તેમનો રોજનો ક્રમ. સવારે વહેલા જવાની

ઉતાવળ નહી. ઉજાસને રમાડે જો મિજાજ સારો હોય તો બાપ બેટા બાથરૂમમાં

ધિંગામસ્તિ કરી આખું ઘર માથે લે. આરતી ખુશ થાય અને મનોમન પ્રભુનો

આભાર માને. સવારે ઉજાસને બાળમંદિરમાં મૂકી આવે પછી બંને સાથે ચહા અને

નાસ્તાની મોજ માણે. રોજ ગરમ નાસ્તો ખાવાની આદત આરતીએ પાડી હતી.

દિપક આજે વહેલો આવીશ?

કેમ, શું વાત છે.

ઈરોસમાં નવું પિક્ચર  આવ્યું છે. ટિકિટ મંગાવી રાખું.  તેને ખબર હતી શૉ પર

જઈશું તો હાઉસફુલ હશે.

‘એમ  કર સીધો તને ઈરોસ પર મળીશ. બે સેંડ્વિચ બનાવી લાવજે . સિનેમા જોઈને

રાતના ગેલૉર્ડ્માં જમીશું.’

‘ભલે.’

આરતી ખુશખુશાલ હતી. ઉજાસને બપોરે મમ્મીને ત્યાં મૂકી આવી. જેથી તેની કોઈ

ચિંતા રહે નહી. સરસ તૈયાર થઈ સિનેમા ઘર પર જવા ટેક્સી શોધતી હતી. આમ તો

દીપક સાથે ગાડીમાં જાય પણ આજે તે ઓફિસેથી સીધો આવવાનો હતો. સારા નસિબે

ટેકસી તરત મળી.

ઈરોસ સિનેમા.

ડ્રાઈવરે મિટર ઘુમાવ્યું. આરતી જ્યારે  એકલી હોય ત્યારે બહુ ઠઠારો ન કરતી. સાદગીમાં

રૂપ  ખૂબ ખીલે. ખોટા અવરણ ન હોય ત્યારે નિખાર કુદરતી લાગે. ટેક્સીવાળો   મુલ્લો

આધેડ હતો. કોને  ખબર ઘરમાં બે બીબી પણ હશે ! તેની દાનત બગડી.

મેમસાબ ગાડીમાં પેટ્રોલ નથી. હું જ્યાં પેટ્રોલ ભરાવું છું તેના માટે ગાડી મરિનડ્રાઈવને

બદલે પ્રિન્સેસ સ્ટ્રીટથી લઈશ.

આરતીને તેમાં કાંઈ અજુગતું ન લાગ્યું’સારું ભૈયા’.બમ્બઈયા હિન્દી એટલે બે ભાષાનું ખૂન.

પેટ્રોલ પંપ આવ્યો નહી. ‘ભૈયા ઉતાવળ કરો, મેરા પિક્ચર શુરૂ હો જાયેગા !’

હાં, મેમસા’બ. કહી જોરથી  બ્રેક મારી. આરતી સીટ ઉપર ઉછળી, ‘ગાડી ચલાના આતા હૈ કે નહી?’

હાં, વો આપસે સિખના હૈ. કહી અટ્ટાહાસ્ય કર્યું.

હવે આરતી ચમકી. ‘આ મુસલો ગાડી ક્યાં લઈને આવ્યો ‘!

પોતાનો અવાજ નરમ કરી બોલી ‘ભૈયા, દેર હો રહી હૈ. મેરા હસબન્ડ ઇંતજાર કર રહા હૈ.’

‘હાં, વો તો ઉનકી રોજકી આદત હૈ.’

‘ચલો, નીચે ઉતરો’.

‘યહાં ક્યોં?’

‘આપકો કુછ દિખાના હૈ’.

‘મુઝે નહી દેખના.’

‘સાલી, ઉતરતી હૈ કે ઘસીટું’?

‘મૈં તુમ્હારે પાંવ પડતી હું મુઝે જાને દો’.

‘હાં, થોડી દેરકે બાદ જાનેહી દુંગા. તુમ્હે ક્યા હમેશા રખુંગા’?

‘ભૈયા મેરા બેટા છોટા હૈ. તુમ્હે ક્યા ચાહીએ, પૈસે ? બોલીએ મૈં આપકો દુંગી.’

‘વો તો મૈં તુમારી પર્સસે નિકાલ લુંગા. મગર ફિલહાલ મુઝે તુ ચાહિએ.’

આરતીના બેહાલ કર્યા. અધમુઈ આરતીને મરિનડ્રાઇવના દરિયા કિના્રે રાતના

બે વાગે નાખીને ભાગી છૂટ્યો.

દીપક ઈરોઝ પર રાહ જોઈ થાક્યો. ઘરે આવ્યો.’ આરતી ક્યાં છે ? તારી રાહ જોઈને

કંટાળ્યો. ફોન પણ ઉપાડતી નથી. ‘

આરતી ઘરમાં હોય તો જવાબ આપે ને?  બાજુના ફ્લેટવાળા સાવિત્રી બહેન બોલ્યા, એ તો

ટેક્સી કરીને પાંચ વાગ્યાની ઈરોઝ જવા નિકળી હતી. ઉજાસ સાથે વાત કરી , દીપક મારતી

ગાડીએ નિકળ્યો. આટલા મોટા મુંબઈ શહેરમાં ક્યાં શોધે? આખરે થાકીને પૉલિસ સ્ટેશન ગયો.

અરે, ભૈયા પાગલ હો દો ઘંટે હુએ હૈ , આ જાયેગી’.

‘મગર વો કહાં જાયેગી’?

‘હમે ક્યા પતા’?

ગાંડાની માફક દીપક ગાડી લઈને આમતેમ ઘુમતો હતો. પ્રિન્સેસ સ્ટ્રીટની એ ગલીમા પણ

ગયો હતો. શું ખબર આરતી ત્યાં પાછળની કોટડીમાં કણસતી હતી.

હારી થાકીને ઘરે આવ્યો.

રાતના ત્રણ વાગે ફોનની ઘંટડી રણકી,

આપ અભી મરિનડ્રાઈવ પર ‘નટરાજ હોટલ ‘કે સામને આઈએ. દીપક ત્યાં પહોંચ્યો!

જુએ છે તો આરતી બેહોશ થયેલી ત્યાં પડી હતી. તેના કપડાંના કોઈ ઠેકાણા ન હતા. ભલુ

થજો કે એની ખાલી પર્સમાંથી  મળેલા વિઝિટિંગ કાર્ડ ઉપર દીપકનું નામ હતું. પૉલિસવાળો

ભલો હતો. જ્યારે દીપક થાણામાં હતો ત્યારે તેણે વાત સાંભળી હતી તેના પરથી અંદાજો

લગાવી ફોન કર્યો.

દીપક આરતીને લઈને ઘરે આવ્યો. તેના હાલ જોઈ સમજી ગયો પણ આ સમસ્યાનું શું? આપણા

દેશમાં દિલ્હી તો બળાત્કારની રાજધાની છે. મુંબઈમાં હાલત બગડતી જાય છે. આરતી ભાનમાં

આવી, ઘરમાં અને બાજુમાં દીપકને જોઈ અચંબામાં પડી ગઈ.

‘દીપક આ શું થઈ ગયું’? આટલું બોલી પોક મૂકીને રડવા લાગી.

દીપકને   શું કહેવું તે સમઝ ન પડી. માત્ર એટલું બોલ્યો,’ આરતી તું ઘરમાં  છે. હું તારી બાજુમાં

બેઠો છું’. કહી તેને માથે હાથ ફેરવવા લાગ્યો.

આરતી અને દીપકનો પ્રેમ ગંગાના જલ સમાન પવિત્ર હતો. દીપકને જરા પણ ક્ભાવ કે ખોટા

વિચાર આરતી માટે ન આવ્યા.

સવારે આરતી જાગી, દીપકની સામે અવાચક બની જોઈ રહી.

‘આરતી તું નિર્દોષ છે. પાપી તો પેલો નરાધમ ટેક્સી ડ્રાઈવર છે.’

આરતી પાછી રડી પડી,’ દીપક હવે હું તારે લાયક નથી !’

‘અરે ગાંડી, તું મારી છે અને મારી રહેવાની છે. ઈશ્વર સિવાય કોઈનામાં તાકાત નથી આપણને

જુદા કરવાની.’.

‘દીપક પેલા પિશાચે મને અભડાવી’ ?

‘એમાં તારો શું વાંક?’

‘આપણે ડૉક્ટર પાસે જઈ મદદ લઈશું. તારી મમ્મીને થોડો વખત રહેવા બોલાવીશું. મારી વહાલી

હું તારી સાથે છું’————————–

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

5 01 2014
chandravadan

દીપક આરતીને લઈને ઘરે આવ્યો. તેના હાલ જોઈ સમજી ગયો પણ આ સમસ્યાનું————
Pravinaben,
Another nice short Story.
In the normal life of a Human, occasionally “abnormal” events take place. This is the Kahani of such a bad incident.
Then the MIND will raise many questions : Was it OK to go alone at night ?
Even if it was not the night, can this event poosible ?
It is not known why such a tragic event happens to Arti….We just pray that such thing does not happen to others.
Reporting to the Police & taking the steps to fight against the persons with the BAD intentions is the 1st step…and then march forward in the the Journey of the Life….Thinking always POSITIVE with the thought that Arti was ALIVE & thanking God for that !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

5 01 2014
pravinshastri

દીપકનું પાત્રાલેખન પીડીતાઓના પતિઓને માટે બોધપાઠી.

5 01 2014
pravina

તમારા તેમજ ડૉક્ટર સાહેબના સચોટ અવલોકન બદલ આભાર.

6 01 2014
vijayshah

અંત સચોટ અને વ્યવહારુ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: