ખોજ

7 01 2014

એક પ્રશ્ન વારંવાર મનમાં ઉઠે છે. આ જીવનમાં શાની ખોજ છે? ઝીણો અવાજ સંભળાય છે.

શાંતિ અને સુમેળની ! સુખની ઝંખના સદા રહે છે. સુખ શું છે? મનને ગમે તે સુખ અને ન

ગમે તે દુઃખ? એ સત્ય નથી ! જીવનમાં અસંતોષ અને અપેક્ષાને કારણે દુઃખના વાદળ

હમેશા ઘેરાયેલા લાગે છે. જેને કારણે આપણી નજીકની વ્યક્તિઓને પણ પરેશાની થાય

તેવું વાતાવરણ ઉતપન્ન થાય છે.  મોટેભાગે દરેક વ્યક્તિનો આ અનુભવ છે. જીવનની

આ મુખ્ય  તકલિફ છે ! બનાવો બને છે જે ન બનવા જૉઈએ. પણ તેના પર આપણો કાબૂ

હોતો નથી!

તો પછી અસંતોષની જ્વાળામાં શામાટે જીવનનો કિમતી સમય હોમવો? જે છે તેનો આનંદ

માણી જે નથી તેના ઉપર વ્યર્થ વિચારો કરી કિમતી સમય વેડફવો?  માનવ સહજ સ્વભાવ

છે જે નથી તેને પામવાનો! તેથી તો દુખને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે, ‘જે પણ વિષય

યા સંજોગ વિશે અસંતોષ હોય તેને મિટાવવો. ‘ તેના વિશે શાંત મનથી તેના મૂળ તપાસવા.

અનુભવથી જણાશે કે અસંતોષ કરવાનું કારણ મિથ્યા હતું. વિવેકબુદ્ધિ વાપરનારને તેમાં કોઈ

તથ્ય નહી જણાય. ખાલી પરેશાની વહોરવી અને મન કલુષિત કરવું. દુઃખ અને ચિંતાના વાદળ

હટી જશે. નિર્મળ મનનો સૂર્ય પ્રકાશી ઉઠશે.

સત્ય સમજાય ત્યારે સઘળું ગૌણ લાગે ! સંજોગોનું પૃથક્કરણ આવશ્યક બને છે. આ બધું

શક્ય ક્યારે બને જ્યારે તેના વિશે કોઈપણ જાતના પૂર્વ ગ્રહ વગર વિચાર કર્યો હોય. આ

જીવનનો એક માત્ર પથ છે. જે સત્યનો રાહ છે.  સંજોગો અનૂકુળ યા વિપરિત હોય,’ સત્ય’

કોઈ પણ કાળમાં’ સત્ય રહે છે.

સ્વમાં આસ્થા અને શ્રદ્ધા ખૂબ જરૂરી છે. સ્વાર્થનો સંપૂર્ણ અભાવ. ‘હું’ પદનો ત્યાગ. કોઈ

સત્ય બતાવે કે સમજાવે તેના કરતાં આપણા અચરણમા હોય તે આવશ્યક છે. આ સત્ય

ક્યારે અને કેમ સમજાય? જ્યારે આપણી મુસાફરી બહાર કરતાં અંદરની શરૂ થાય ! મોટેભાગે

આપણે બહિર્મુખ હોઈએ છીએ. ખરી રીતે આંતર્મુખ બનવાથી ખોજની યાત્રા સરળ બને છે.

અંતરમા રહેલા  અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનની દીવી પ્રગટાવવી.

જીવનમાં જો કોઈનો આશરો લેવો હોય તો તે ‘સત્ય’ છે. વિશ્વાસ આંખ મીંચીને કરવો હોય

તો  ‘સત્યનો’. સત્તા સ્વિકારવી હોય તો ‘સત્યની.’  માર્ગદર્શન મેળવવું હોય તો ‘સત્ય’ દ્વારા.

કુદરતનો કાયદો છે. ‘સત્ય’ અનુભવથી સિદ્ધ થાય છે.

સત્ય સુંદર છે

સત્ય શિવ છે

સત્યને પામીશું તો ‘ખોજ’ની પ્રાપ્તિ થશે. જીવનની મુસાફરી નિર્વિઘ્ને પસાર કરી વિરામ સ્થળે

પહોંચીશું.

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

7 01 2014
pravinshastri

માનવીનું એક મોટું દુઃખ ન સંતોષાયલી અપેક્ષાઓ છે. મળેલા કે પ્રાપ્ત થયેલા સુખની ઓળખ નથી.

7 01 2014
વિશ્વદીપ બારડ

સુંદર વિચારો સહ સુંદર લેખ..

7 01 2014
chandravadan

સત્યને પામીશું તો ‘ખોજ’ની પ્રાપ્તિ થશે……Sunder !
SATYA is GOD !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

8 01 2014
neeta kotechaa

satya shu che ? aapdne game evu same vada bole e satya che.. ne dukh shu che..je aapdne joiye che te aapdne maltu nathi e to dukh che j pan baju vadane e maliyu ane mane nahi e vadhare dukh che.. bahirmukhi aapde badha chiye.. ane antarmukhi banva mate pahela bahu badhu vastu bahu badha vyakti o no tyag karvo pade che.. ane sauthi moto tyag potana na nam no karvo pade che tyare j antarmukhi thavay che…. karan safar ma saman oocho j saro..jetlo vadhare saman etli taklif vadhare.. pan oocha saman sathe ketla ni antim yatra nikadti hoy che.. ?? khoj ek j vastu ni karvani che mari andar rahela aatma ni..bas e mali jay to hadva ful thai jasu..
pravahan lambu apay gayu ne.. 🙂 sorry .. 🙂

8 01 2014
ઇન્દુ શાહ

સત્યમ શીવમ સુંદરમ
http://www.indushah.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: