વાતનું વતેસર

11 01 2014

નાની શી વાતનું કેટલું મોટું સ્વરૂપ ? વાત જાણે એમ હતી કે આજે ઝરણાં

પિયર આવવાની હતી.

અરે, હજુ ગયાને મહિનો તો થયો નથી? ત્યાં પાછી આવે છે? શું થયું હશે?

આ આજકાલની છોકરીઓ લગ્ન પહેલાં પરણવા ઉતાવળી અને લગ્ન પછી

પાછી આવવા થનગને.

મયંક અને મીતા અટકળ કરીને થાક્યા. આમ જુઓ તો લગ્ન પછી પંદર

દિવસ હનીમુન પર ઝરણા અને સાગર માલદીવ ગયા હતા. રોજ ફોન કરતી

‘મમ્મી અંહી ખૂબ મઝા આવે  ્છે. સાગર ખૂબ પ્રેમાળ  છે. તું મારી જરા પણ ચિંતા

કરતી નહી.’ વિ. વિ.

‘મને લાગે છે તેને સાગરનું ઘર નાનું લાગ્યું હશે’?

મીતા નાક ચડાવીને બોલી, ‘કેમ પ્રેમ કર્યો ત્યારે ખબર નહતી?’

‘તો શું તેના માતા પિતા કાંઈ બોલ્યા હશે?’

‘અરે, સાગરને એક નાનો ભાઈ છે. એ તો બહારગામ કૉલેજમાં ભણે છે’.

.’કોઈ નણંદ પણ નથી કે ભાભીને કાંઈ કહે’?

‘આજ કાલ એવું કોણ કરે ્છે?

તો પછી ઝરણા કેમ આવે છે?

હવે અટકળ કર્યા વગર છાલ છોડ.

‘તમને શું ખબર પડે દીકરીની મા છું, દિલ તો દાઝે ને’?

‘તો શું હું એનો બાપ   નથી?  મને કાંઇ નહી થતું હોય’?

બીજે દિવસે ડ્રાઈવરને મોકલવાને બદલે મયંકને મીતા બંને એરપૉર્ટ પહોંચ્યા.

પ્લેનમાંથી ઝરણા અને સાગર બંને ઉતર્યા. માતા પિતાને પગે લાગ્યા.

બેટા, તે તો અમને ગભરાવી મૂક્યા.

મમ્મા, મેં સાગર ના મમ્મીને કહ્યું કે કાલે મારી મમ્મીની ૫૦મી વર્ષગાંઠ છે.

તેમણે અમને બંનેને પ્રેમથી તારી પાસે જવાનું કહ્યું.

તમે શામાટે મારા પર શંકા કરો છો. એવી નોબત ક્યારેય નહી આવે. અમે

બંને એ માતા પિતાને પ્રથમ સ્થાન જીવનમાં આપ્યું છે.

‘હું આવું  છું  એવી નાની શી વાતનું———————

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

11 01 2014
neeta kotechaa

સાચ્ચી વાત છે ક્યારેક આપણે જ આપણા બાળકો ને સમજવામાં ભૂલ કરી બેસીયે છે.. એમાં એ પરણેલી દીકરી માટે આપણને નકારાત્મક વિચાર પહેલા આવે..

11 01 2014
Navin Banker

‘વાતનું વતેસર’ થાય પછી જ ‘પાસ પાસે’ છતાં ‘સાથ સાથે નથી’ એવું થઈ જાય છે.

Navin Banker

12 01 2014
pravinshastri

નીતા બહેનની વાત સાચી જ છે. સ્વજનના અધુરા સમાચાર માઠા જ વિચાર જન્માવે છે. અલ્બત્ત પંચાતિયાઓની વાત જૂદી છે. એમના ઘોડા નિંદાત્મક દિશામાં દોડે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: