આવું થાય?

17 01 2014

પાંચેક વર્ષ પહેલાની વાત છે . કોઈએ કહી હોત તો મારા માનવામા ન આવત. પણ આ

ઘટનાની સાક્ષી હતી. જ્યારે પણ વિચાર આવે છે ત્યારે હૈયુ ધબકતું ક્ષણભર બંધ થઈ જાય

છે. એક ગામમા સ્વયંસેવિકા તરીકે ગઈ હતી. ગામના લોકોનો નિર્મળ પ્રેમ મને ભિંજવી

ગયો હતો. મારે નરી આંખે બધું જોવું હતું. ગામડામાં રહેતાં લોકોની સંગે ભળવું હતું. તેમની

વાતો સાંભળવી હતી.

હું તેમનામાંની એક છું એવું તેમને મહેસૂસ કરવા દેવું હતું. સાચું કહું થોડે  ઘણેઅંશે સફળતા

મળી હતી. તેમને ઘરે જાંઉ ત્યારે નીચે બેસું. મને કૉક કે લિમ્કા નહી ચહા ભાવે  છે. તેમની

સાથે બેસી પીંઉ. તેમને એમ ન લાગવા દંઉ કે અમેરિકાથી આવી છું.

તેમને સમજાવવાની કોશિશ કરતી તેઓ પણ આપણા જેવા  છે. હા, તેમના શરીરનો રંગ

અલગ છે. બાકી તેઓ પણ પોતાના માતા, પિતાને પ્રેમ કરે છે. ત્યાં કોઈ પણ કામ ઉંચું કે

નીચું નથી. એક બહેને મને પૂછ્યું ,’ શું ત્યાં બધા ભણેલા છે?’

વિસ્મયથી મેં સામું પૂછ્યું ‘કેમ એવું પૂછવું પડ્યું’.

તો કહે ,’બધાને ઈંગ્લીશ બોલતાં આવેડે છે ‘.

મારે સમજાવવા પડ્યાં કે એતો એ દેશની ભાષા છે. આપણને બધાને કેવી રીતે ‘ગુજરાતી’

આવડે છે.’ તેમ એ લોકોને અંગ્રેજી આવડે’. ત્યારે તેમને થયું કે હા, જે ભાષા બોલાતી હોય

તે કાંઈ ભણવા જવી ન પડે!

ગામમા પહોંચી ત્યારે ઉનાળો હતો. ગરમી હતી પણ પંખાથી ચલાવવામાં વાંધો ન હતો.

એ વર્ષે ચોમાસુ વહેલું ચાલુ થઈ ગયું. ગમે ત્યારે વરસાદની રિમઝિમ દેખા દઈ જાય. હજુ

પૂર બહારમાં ચોમાસુ ન હતું પણ અચાનક એક દિવસ મુશળધાર વરસાદ પડ્યો. ગામની

નદી પર કાચો બંધ બાંધ્યો હતો. વરસાદના પાણીમાં કડડ ભૂસ કરતો ટૂટી પડ્યો.

સવારે ઉઠી ત્યારે આખા ગામમા વાત ફેલાઈ ગઈ. મને સ્થળ પર જવાની ઉત્કંઠા હતી. લોકોના

દુઃખ દર્ડ બાંટવા હતાં. રિક્ષા કરીને નિકળી પડી. જ્યાંરોજ જતી હતી તે રસ્તો અમુક હદ પછી

બંધ હતો. દૂરથી જોયું તો ઝુંપડાં પાણીમા તરતા હતાં.લોકો ઘરબાર છોડી રસ્તાની બંને બાજુ

પાળી પર ગોઠવાઈ ગપ્પાં મારતા બેઠા હતા. કોઈ ઉચાટ નહી. માત્ર સર્જનહાર પર આધાર.

ત્યાં કોઈ મંદીરમાંથી ખીચડી અને શાક ભરીને ખટારો આવ્યો. બધાને ખાવાનું પહોંચાડ્યું. કામ

ખૂબ વ્યવસ્થિત રીતે ચાલતું હતું. મને દિલમાં આત્મ સંતોષ થયો.  તેમના કાલજા ઠર્યા એ જોઈને.

પછી હું મારા કામે નિકળી ગઈ. સાંજે સંસ્થાની ઓફિસમાં બેઠી હતી. એક બહેન બોલ્યા. ખીચડી

ખાઈને બધા ખુશ થ્યા. વધેલી ખીચડી પાછી ગઈ મુસલમાનોને એમના લત્તામાં ન આપી.

મારાથી બોલાઈ ગયું, ઘરો તો એમના પણ પાણીમાં ડૂબી ગયા હતાં. હિંદુઓથી અને આપણા

મંદીરના સંચાલકોથી આવું——————-

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

17 01 2014
સુરેશ જાની

વિનોદ જોશી યાદ આવી ગયા.
એવું પણ થાય, એમ પણ થાય.

17 01 2014
dipakvaghela

સરસ રાઇટિંગ એક ખૂબ સરસ ઇન્ટરેસ્ટ ઊભો થાય છે વાંચવામાં. અને એના કારણે જ વાર્તા હૃદય ને સ્પર્શી જાય છે. ખૂબ સરસ. . . .

17 01 2014
pravinshastri

ખુબ સરળ ભાષા, મર્યાદીત શબ્દો….મારાથી બોલાઈ ગયું, ઘરો તો એમના પણ પાણીમાં ડૂબી ગયા હતાં. હિંદુઓથી અને આપણા

મંદીરના સંચાલકોથી આવું——————-
ખૂબ મોટો સન્દેશ

18 01 2014
Vinod R. Patel

વધેલી ખીચડી પાછી ગઈ મુસલમાનોને એમના લત્તામાં ન આપી.

મારાથી બોલાઈ ગયું, ઘરો તો એમના પણ પાણીમાં ડૂબી ગયા હતાં. હિંદુઓથી અને

આપણા મંદીરના સંચાલકોથી આવું——————-

રસ દાયક શૈલીમાં જીવન સંદેશ રજુ કરતી આપની આ વાત ગમી .

19 01 2014
chandravadan

ત્યાં કોઈ મંદીરમાંથી ખીચડી અને શાક ભરીને ખટારો આવ્યો. બધાને ખાવાનું પહોંચાડ્યું. કામ

ખૂબ વ્યવસ્થિત રીતે ચાલતું હતું. મને દિલમાં આત્મ સંતોષ થયો. તેમના કાલજા ઠર્યા એ જોઈને.

પછી હું મારા કામે નિકળી ગઈ. સાંજે સંસ્થાની ઓફિસમાં બેઠી હતી. એક બહેન બોલ્યા. ખીચડી

ખાઈને બધા ખુશ થ્યા. વધેલી ખીચડી પાછી ગઈ મુસલમાનોને એમના લત્તામાં ન આપી.

મારાથી બોલાઈ ગયું, ઘરો તો એમના પણ પાણીમાં ડૂબી ગયા હતાં. હિંદુઓથી અને આપણા

મંદીરના સંચાલકોથી આવું——————-
The End of the Varta !
The DEEPER MESSAGE is within these words.
If a GYANI makes the DIFERENCE amongst ALL CREATED HUMANS..then he/she in NOT GYANI !
“Manavata” needs to be developed in All !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Inviting you & All to read the NEW POST on Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: