શું સુંદર ?

19 01 2014

જીંદગીમાં શું મેળવ્યું એના કરતા શું આપ્યું,

એ જીવન યાત્રાને સુંદર રીતે સફળ

બનાવવાની ચાવી છે !

=======

કમનિય સુડોળ  આ કાયા સુંદર કે

સોહામણું  પેલું મુખારવિંદ સુંદર કે

તેના પર ફરકતું સ્મિત સુંદર

ગગને દિસતો પૂનમનો ચાંદ સુંદર કે

ટમટમતા અગણિત તારલિયા સુંદર કે

આકાશનો આ અસીમ પાલવ સુંદર

——

નારી તારી મનમોહન ચાલ સુંદર કે

તારા બદનેથી નિતરતું સૌંદર્ય સુંદર કે

માતૃત્વથી ભિંજાતો મૃદુ ચહેરો સુંદર

———————–

ફુલોથી  મઘમઘતો  લહેરાતો બાગ સુંદર કે

તેને  કેળવી  સોહાવ્યો  બાગબાન  સુંદર  કે

કૃપા પામી અસ્તિત્વમાં લાવનાર સુંદર

——————

દેશને કાજે પ્રાણ બલિદાન કરનાર સુંદર કે

બહાદૂરી પર ગર્વ કરતાં માતાપિતા સુંદર  કે

દેશ પર મરી મિટવાની તમન્ના સુંદર

————————

લેખક તારી કલમની કલામય કૃતિ સુંદર કે

તારા ઉચ્ચ વિચારોની હારમાળા સુંદર કે

તને   પ્રેરણા બક્ષનાર તારી દૃષ્ટિ સુંદર

—–

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

19 01 2014
pravinshastri

સુંદર દૃષ્ટિ હોય તો બધું જ સુંદર. સુંદરતા જ જોવાની વૃત્તિ હોય તો જ દૃષ્ટિ પણ કેળવાય. બંધ આંખે પણ માનસિક સુંદરતા માણી શકાય.

19 01 2014
Vinod R. Patel

સૌન્દર્ય પામતા પહેલા સુંદર બનવું પડે !

સુંદરતા જોનારની આંખમાં વસતી હોય છે।

સત્યમ, શિવમ સુન્દરમ

20 01 2014
chandravadan

Beauty is in the Eyes of the Observer.
Can one define the BEAUTY ot the SUNDARATA ????
Your thoughts as the Post are nice !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo to see the NEW POST !

20 01 2014
dipakvaghela

Very Very Good ek vaar vaanchasho to vicharata j rahi jasho…..

20 01 2014
dipakvaghela

Reblogged this on dipak vaghela and commented:
Very good Thoughts and Great. . . . Part of blog world…. Writing from the pure Heart….

21 01 2014
neeta kotechaa

એક એક વાત વાગોળવા જેવી .. મમળાવવા જેવી .. વિચારવા જેવી ..ખૂબ સુંદર્..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: