શું આજે એ દિવસ છે ?

22 01 2014

આ પ્રશ્ન સહુનો છે? પ્રશ્ન સીધો સાદો છે. માત્ર પાંચ નાના શબ્દોનું બનેલું આ વાક્ય

જો જવાબ આપવા બેસીએ તો પાના ભરી શક્યા. કમાલ તો જુઓ છતાં તે અનુત્તર

રહેવાનો. નવાઈ ન પામશો? ખૂબ શાંતિથી વિચાર કરવો છે. જેમ “હું કોણ” એ સવાલ

ગહન છે. તેમ આ પ્રશ્ન પણ અતિ ગહન છે.

જન્મ  અને મૃત્યુ વચ્ચેનો ગાળો ‘જીવન’ નામે ઓળખાય છે. આજે એ દિવસ કોનો છે

એ ખબર હોતી નથી ! છેલ્લા પંદર દિવસમાં ત્રણ સમાચાર મળ્યા. ઉમર જોવા જઈએ

તો ૫૦ની આસપાસ.

એટલું અચાનક થઈ ગયું કે માનવામાં પણ ન આવે. ગયા મહિને તો મિત્રને ત્યાં તેની

દીકરીના લગ્ન નિમિત્તે આખો દિવસ સાથે આનંદથી પસાર કર્યો હતો. અને આજે ‘એ

દિવસ’ આવી ગયો. તેથી જ તો કહે છે કે ‘કાલ કરે સોં આજ કર, આજ કરે સોં અબ’.

કોઇની આજ ની કાલ નથી થતી, એ સનાતન સત્ય છે. તેમ કોઈ પણ કાર્ય કરવાનો

વિચાર આવે એ કૉઇ દિવસ કાલ ઉપર નહી ઠેલવવાનો. આજે અને હમણાં જ તેને

કરી આત્મસંતોષ મેળવવાનો. કાલે હશું કે નહી તેની શું ખબર?

મિત્રને ત્યાં લગ્નમાં મળી ત્યારે એનો ઠસ્સો જોઈને ખૂબ આનંદ થયો હતો. મને હવે

સાદાઈમાં ગમે છે. વર્ષો થયા ખોટા ઠઠરા છોડ્યાને. પણ જ્યારે કોઈ જુવાન, સુંદર

તૈયાર થયેલાં હોય તે જોવાનો અને તેને માટે બે સારા શબ્દ બોલવાની તક જવા

દેતી નથી. ઘરની વહુવારૂઓ પણ સુંદર તૈયાર થાય ત્યારે આનંદનો અવધિ

ઉછળે!

એ બંને જણાને આજે જોંઊ છું ત્યારે અંદરથી  નિસાસો સરી જાય છે. કુદરતની

ક્રૂરતા પર મન આક્રંદ કરી મૂકે છે. માનવીના હાથ ત્યાં તો હેઠા પડે છે. ગમે તેવા

ચમરબંધી તેની આગળ ઝુકી જાય છે. અગ્નિની સાક્ષીએ આખી જીંદગી સાથે

ગાળવાના કૉલ પળભરમાં વિલિન થઈ જાય છે.

ભર જુવાનીમાં પડેલો આ કારમો ઘા સહન કરવાની પ્રભુ તેમને શક્તિ આપે.

દુખનું ઓસડ દહાડા. કિંતુ એ દહાડા વિતાવવા સહેલાં નથી. સમય વિતશે

એમ પ્રભુમાં શ્રદ્ધા રાખી સહન કરવું પડશે. કોઈનું ડહાપણ અંહી કામ કરતું

નથી. પરિવારનો એકબીજા પ્રત્યેનો પ્રેમ, મિત્રોનું સહ્ર્દયતા પૂર્વકનું વર્તન

ખૂબ સહાય કરે છે.

હા, એ દિવસ દરેકની જીંદગીમાં મોડો યા વહેલો આવવાનો છે. એ દિવસ

જ્યારે પણ આવે ત્યારે એમ લાગવાનું કે ‘સમય સાચો નથી.’ ત્યાં જ માનવ

ભૂલ કરે છે. એ ટાણું કટાણે નથી આવતું! જો તેને સ્વિકારી લઈએ તો થોડી

તીવ્રતા ઓછી જણાશે. નવાઈની વાત તો એ છે કે તેને માટે તૈયાર થવાનો

સમય પણ પ્રાપ્ત થતો નથી. દરેકને ખબર છે અને આંખમિંચામણા કરે છે.

આનો અર્થ એમ ન માનશો કે ‘એ દિવસની પ્રતિક્ષામાં જીંદગી ગુજારવાની !’

જ્યારે આવે ત્યારે ખબર પણ પડતી નથી. પ્રસંગ પોતાનો હોવા છતાં આપણી

ગેરહાજરી સઘળે વરતાય છે.

એ દિવસ આવશે  જરૂર———————- ક્યારે ??????????????????

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

22 01 2014
સુરેશ જાની

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું
સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને
લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું
યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને
લ્યો, અમે તો આ ચાલ્યાં.
——–
રસ દર્શન કદાચ ગમે…
http://gadyasoor.wordpress.com/2007/07/14/lyo_ame_to_tushar/

22 01 2014
pravina Avinash

ખૂબ ગમ્યું.

આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: