ર૬ જન્યુ—ગાંધી

25 01 2014
india flag

india flag

મિત્રો સાંભળો વ્યથા

૨૦૦૧ ની ૨૬ ,જાન્યઆરીએ થયેલો એ ધરતીકંપ કેમ ભુલાય?

જેમણે જાન ખોયા તેમને શ્રદ્ધાંજલી. જેઓ હયાત છે અને સદમામા

હોય તેમને સર્જનહાર શક્તિ આપે. એવી પ્રાર્થના.

===========

૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ આપણો દેશ પ્રજા સત્તાક બન્યો.

૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ પૂ, મહાત્મા ગાંધીની આંખ મિચાઇ.

બંનેનો પ્રત્યક્ષ મેળાપ કદી થયો ન હતો.

ગાંધી બાપુએ ૨૬ જાન્યુઆરીને  ધ્વજ પરથી ઓળખી લીધું.

ગાંધી બાપુને પહેચાનવા ૨૬ જન્યુઆરીને મહેનત ન કરવી પડી!

૨૬મી જન્યુઆરી. અચંબામાં,’ અરે ગાંધી બાપુ તમે પાછા પૃથ્વી ઉપર ક્યાંથી?

બાપુ નિરાશ વદને બોલ્યા,  ભારતમાતાના હાલ જાણવા. મારાથી રહેવાયું નહી.

હજુ આઝાદી મળ્યાને છ મહિના પણ નહોતા થયા ને મારે જવું પડ્યું. ખૂબ બેચેની

થઈ તેથી વિચાર આવ્યો લાવ જરા આંટો મારી આવું. મારા દેશવાસીન  હાલ જાણું.

૨૬મી  જાન્યુઆરી , અરે, રાખો બાપુ, હું કહેવાઉં પ્રજાસત્તાક પણ દોરી પેલી ઈટાલિયનના

હાથમાં. બાપુ, ખરાબ ન લગાડશો, તમે પેલા જવાહરને વડા પ્રધાન બનાવી ભારતની

બરબાદી કરી.

બાપુ  બોખલા મોઢે પણ નારાજગીથી બોલ્યા, એ જવાહર આવો બદમાશ નિકળશે એવી

મને જરા સરખી પણ ગંધ ન હતી.

ઉપરથી ઉજળો અંદરથી કપટી નિકળ્યો.

હા, બાપુ એની ચાલ તો જુઓ એણે તમારું નામ પણ વટાવી ખાધું.

બાપુનું વિસ્મય વધતું ચાલ્યું, શું વાત કરે છે, ભાઈ ત્રિરંગા?

૨૬મી  જાન્હાયુઆરી કટાક્ષમાં, હેં બાપુ, ઈંદિરા તેની બેટી ફિરોઝને પરણી હતી ! એ વળી

ગાંધી ક્યાં હતો?

બાપુ માથું ખંજવાળતાં બોલ્યા,   હા તારી વાત સાવ સાચી છે.

૨૬મી જાન્યુઆરી બેદરકારીથી કહે,  આજે એના દીકરાના દીકરો  રાહુલ જેને ભારત સાથે

કાંઈ લેવા દેવા નથી. ગાંધી નામ સાથે સ્નાન સૂતક નથી. ભણ્યો નથી. ભારતની પ્રજાની

ખુલ્લેઆમ ઠેકડી ઉડાવે છે તે મચ્છરને ‘વડા પ્રધાન ‘ બનવુ છે. ં

બાપુ ક્રોધિત થઈને,  ક્યાં ગઈ મારી છડી. જો પેલો જવાહર મને ક્યાં ભટકાઈ જાય તો

એને મારી મારીને અધમૂઓ કરી નાખું. પેલા સરદાર પટેલ મને મળે તો તેની કરગરીને

માફી માગુ. મારા આ અક્ષમ્ય ગુન્હા બદલ ગોડસે એ મને માર્યો તેનો આભાર માનું. હવે

હું આમરણાંત ઉપવાસ કરુ કે ન કરું મારા ભારતની પ્રજાને કેવી રીતે આ દોઝખમાંથી છોડાવું.

૨૬મી જાન્યુઆરી બાપુને સાંત્વના દેતાં,  બાપુ નિરાશ ન થાવ . આશાનું એક કિરણ નજરે પડે

છે. એવું કંઈક આપણી પ્રજાને સમજાવો કે વળી પાછું ગુજરાત પ્રકાશ્યું છે. પેલા નરેન્દ્ર મોદીને

ચુંટી લાવો . ભલે એ પટેલ નથી

અધવચ્ચેથી   તેને કાપીને બાપુ બોલ્યા, એ મારા જેવો માયકાંગલો નથી. હવે ૨૧મી સદીમાં

આવો અડીખમ માણસ દેશને બચાવી શકશે. શહીદોની શહાદત એળે ન જવા દઈશ મારા ભાઈ.

ઑસ્ટ્રેલિયાની જેમ ભારતમાં મુસ્લિમો શાંતિથી રહે નહી તો બોડિયા બિસ્તરા બાંધી પાકિસ્તાન

ભેગા થાય. મેં તમને ટેકો આપ્યો ત્યારે ખબર ન હતી કે ગદ્દારી કરશે.

મારા મૃત્યુ દિવસ પાછળ પ્રાર્થના નહી, પ્રગતિ કરી મારા આત્માને રાજઘાટ પર શાંતિથી સૂવા દો.

મારી ભારતમાને કષ્ટ એ મારું સ્વપનું નષ્ટ બરાબર છે.

પંચવર્ષિય યોજના નિરાશ વદને બોલી ઉઠ્યું.—————-

બાપુ મારી પણ આંતરડી કકળે છે. મારા નામ હેઠળ કરોડો રૂપિયા મિનિસ્ટરો ખાય છે.

ગરીબોના લોહી ચૂસે છે. તમે તો છૂટ્યા હું ક્યાં જાંઉ ?

]

]

]

]

]

જયહિંદ=====================

  • Happy Republic Day

Jai Hind

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

25 01 2014
Vinod R. Patel

Good satire on current political affairs

Happy Republic Day

26 01 2014
pravinshastri

મજાનો કટાક્ષ. એક બીજી વાત…. આજના યુવક યુવતીઓએ ૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરી નો તફાવત જાણતા નથી.

26 01 2014
pravina

ક્યાંથી જાણે. ઘરનું વાતાવરણ સદંતર બદલાઈ ગયું છે. ટી.વી, સેલ ફોન, વિડિયો ગેમને પ્રાધાન્ય છે.
અમેરિકાની દેખાદેખી અને પૈસાની ઘેલછા. આટલું લખાઈ ગયું જે ન લખવું જોઈએ.

26 01 2014
pravinshastri

સાચી વાત લખાઈ જાય તેનો વસવસો શા માટે?

26 01 2014
DR. CHANDRAVADAN MISTRY

૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ આપણો દેશ પ્રજા સત્તાક બન્યો.
HAPPY REPUBLIC DAY ….May we all remember it always !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: