મિત્રતા

27 01 2014

મિત્રો આજે “૧૪૦૦” મી કૃતિ લખતાં આનંદ અનુભવું છું.

મિત્રો આપના સાથ, સહકાર અને પ્રોત્સાહન વગર શક્ય બન્યું ન હોત.

બસ મૈત્રી નિભાવશો એવી આશા !

———————————————————————–

‘મૈત્રી’  કેવી કૃષ્ણ અને સુદામા જેવી? કેવો મધુર શબ્દ છે. નસિબદાર હોય

તેને  જીવનમાં સુંદર મિત્રો પ્રાપ્ત થાય છે. મૈત્રી ભાવનાથી ભરપૂર જે

સ્વાર્થની બદબૂથી લાખો જોજન દૂર હોય ! શું મિત્રતા અને દુશ્મની એક

સિક્કાની બે બાજુ છે? મારા હિસાબે નહી પણ સાંસારિક વાતાવરણ જોતાં

તેના ગર્ભમાં  સત્ય ભંડારાયેલું  છે.

જે આજે તમારા મિત્ર હોવાનો દાવો કરે છે એ કદાચ કાલે તમારા દાના

દુશ્મન થાય તો નવાઈ ન પામશો! તે પણ કેવી મામૂલી ચીજ માટે ! તે

કદાચ તુચ્છ અહંકાર હોઈ શકે યા બેરહમ પૈસો ! કિંતુ એક વસ્તુ સદા યાદ

રહે દુશ્મન ‘દાનો’ જે મૈત્રી દરમ્યાનની વાતોનાં રણશિંગા ન ફૂંકે. તેને સાદી

સરળ ગુજરાતી ભાષામાં ગદ્દારી કહેવાય.

‘જો તમારી પાસે કોઈ ચપ્પુ માગે અને તમે તેને મુઠ પકડાવો છો કે ધાર  એ

તમારી મૈત્રીની અગ્નિ પરીક્ષા છે.’  જો ધાર આપશો તો તમે તમારી જાતને

મહત્વ આપ્યું એ સૂચવે છે. જો મુઠ આપશો તો તમે મિત્રની સુરક્ષાના આગ્રહી

છો એ સાબિત થશે.’ સાધારણ કાર્ય પણ તેમા કેટલો ગુઢ સંદેશ !

મિત્રતા હંમેશા લાગણી સભર હોય. જે મૈત્રીનો આત્મા છે. મિત્રતાના પાયામા

‘હું’ ગૌણ છે. ‘તું’ છે તો હું સાથે સરવાનો. મૈત્રીના વર્તુળનું મધ્ય બિંદુ ‘હું’ નથી.

‘મિત્ર’ છે. જે તેના પ્રત્યેનો પ્રેમ ભાવ અને આદર વ્યક્ત કરે છે.  મિત્રતામાં

સ્વાર્થ અને પૈસો પ્રવેશે છે ત્યારે તેનું પતન નિશ્ચિત છે.

જ્યારે શત્રુતા યા દુશ્મનીમાં તેનાથી વિરૂદ્ધ છે. ‘સહુ ભાડમાં જાય મને ઉની

આંચ ન આવવી જોઈએ.’ મિત્રતા અભયની જન્મદાત્રી  છે. દુશ્મની સદા

શંકા કુશંકાથી ઘેરાયેલી હોય છે. મનની શાંતિને હણે છે.

મિત્રતા કરવી ખૂબ સરળ છે. ખરી પરીક્ષા તેને નિભાવવામાં છે. મિત્રતામાં

પ્રથમ આવે છે અહંકારનો ક્ષય. વિશ્વાસ એ તેના જડમૂળમાં જડાયેલો છે.

અવિશ્વાસની લહેરખી પાસેથી ગુજરી શકતી પણ નથી. શંકા ને તો સ્થાન

જ નથી!

કહેવાય છે જૂનું તે સોનું. જૂના મિત્રો સોના જેવા નવા હીરા જેવા. યાદ રહે

હીરાને જડવા સોનાની આવશ્યકતા છે.

એક પ્રસંગ અંહી જણાવીશ. મિત્રની બાબતમાં ઇશ્વરે ખૂબ કૃપા કરી છે. એક

વખત બીજા મિત્રને ઈર્ષ્યા આવી. મને મારા મિત્ર માટે ઉશ્કેરવાનો પ્રયત્ન

કર્યો. ‘મેં તરત જ જવાબ આપ્યો, મને મારા મિત્ર ઉપર ગળા સુધી વિશ્વાસ

છે. જો હું એના ખોળામાં માથૂ મૂકીને સૂતી હોંઉ અને મારું ગળુ કાપે તો એમ

માનીશ કે તેમાં જરૂર મારું કંઈક ભલું તેના દિલમાં હશે.’ જે વ્યક્તિએ મને

કાંઈ કહેવું હતું તેનો એક શબ્દ બોલ્યા વગર  વિદાય થઈ ગયો.

“વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા એ મિત્રતાના લક્ષણ છે.” મિત્રતામાં ‘ગુણ યા

અવગુણ’ પર ઢાંક પિછોડો નથી હોતો. માત્ર તે સહી લેવાની ક્ષમતા ધરાવે

છે. યથા સમયે તેનો ઉલ્લેખ કરી જીવનનો સાચો રાહ દર્શાવે છે.

બાકી તાળી મિત્રો, પાર્ટી મિત્રો અને સ્વાર્થ સાધવાવાળા મિત્રોની તંગી

નથી. મૈત્રીમાં મારું તારું નથી હોતું. મૈત્રી એક અહેસાસ છે. અનુભવ છે.

મૈત્રી જીવનની વીણાનું સરતું  સૂરીલું સંગીત છે.

Advertisements

ક્રિયાઓ

Information

8 responses

27 01 2014
dipakvaghela

Really great……. Heart touched Article……

27 01 2014
pragnaju

સાત કોઠા સોમથી ઇતવારના,
ના રક્ષા કાંડે છતાં લડતા રહો.

એક મુઠ્ઠીભર હશે તાંદુલ ભલે,
ભેટવાને તો ય શામળિયો ચહો.

એ મુઠ્ઠીભર તાંદુલ ખવડાવી સુદામા ઘેર આવ્યા તો ફળિયામા લૅક્સસ ઉભેલી!!
(કષ્ણ દવે…)

27 01 2014
28 01 2014
pradeep brah

પ્રવીણાબેન,
જય જલારામ સહિત અભિનંદન.
તમે ૧૪૦૦ કૃતિ લખી તે માટે મને ઘણો આનંદ થયો. હવે ૨૪૦૦..૩૪૦૦..એમ આગળ જ વધતા રહો એજ મા સરસ્વતીને પ્રાર્થના.
ઉજ્વળતાના સોપાનનો સંગ રાખી કલમને આગળ ને આગળ વધારો એ મારી અને સાથે હ્યુસ્ટનના સાહિત્ય સરીતાના કલમ ધારકોની ભાવના.

29 01 2014
Devika Dhruva

સાચી વાત.
તાળી મિત્રો, પાર્ટી મિત્રો અને સ્વાર્થ સાધવાવાળા મિત્રોની તંગી

નથી. મૈત્રીમાં મારું તારું નથી હોતું. મૈત્રી એક અહેસાસ છે. અનુભવ છે.

મૈત્રી જીવનની વીણાનું સરતું સૂરીલું સંગીત છે.

મૈત્રી એટલે વિશ્વાસ અને અહેસાસ.

29 01 2014
Raksha

TRUE DEFINATION OF FRIENDSHIP!

30 01 2014
neeta kotechaa

ખુબ સાચી વાત..મિત્રતા એટલે જીવનનો એક એવો અહેસાસ જ્યાં વ્યક્તિ સુખ દુખ બધુ ભૂલી જાય છે.

30 01 2014
pravinshastri

૧૪૦૦ પોસ્ટ…અભિનંદન, હું તો ૧૦૦માં જ થાક્યો. આપનું બેક્ગ્રાઉંડ તો ખબર નથી પણ બધાજ લેખો માનસશાસ્ત્રીય…ઓછા શબ્દોમાં ઘણી વાત.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: