વાણી

30 01 2014

વાણી ઐસી બોલિએ મનકા આપા હોય
ઔરનકો શિતલ કરે આપહી શિતલ હોય

જેમ ઢાળ મળે ને પાણી વહેવા માંડે એમ કોઈ બીજી વ્યક્તિનો સાથ મળે કે પછી
ટેલીફોન હાથમાં હોય,વાણીનો અસ્ખલિત પ્રવાહ ચાલુ થઈ જાય.આપણે કદી એવો
વિચાર પણ નથી કરતાંકે સામે સાંભળવા વાળી વ્યક્તિને તેમાં કેટલો રસ છે.તેને
આ સાંભળવાથી શું આનંદ મળે છે?કે પછી તેને આ વાતથી શું કશું નવું જાણવા
મળે છે?

આ બધાનો એક જ જવાબ છે, ના! તો પછી શામાટે સમયનો વ્યય કરવો? હાજર ન
હોય તેવી ત્રીજી વ્યક્તિની વાત કરી આપણે શું સાબિત કરવા માગીએ છીએ.ધડ માથા
વગરની વાત કહીને,બીજાને સંભળાવીને શું પામ્યા? જીવન જીવવા જેવું છે.હરપળ સહુ
મૃત્યુ તરફ દોટ મૂકી રહ્યા છે.તો એ સમયનો એવો સદુપયોગ ન કરીએ કે જેથી સમય
વેડફાયો એવો અહેસાસ ન થાય.સમય ખૂબ કિમતી છે.એકવાર સરી ગયો પછી કદી પાછું
વળીને જોતો નથી.

જાગૃત અવસ્થાની એક એક પળ અમૂલ્ય છે.હા,આખો વખત વિચારીને ન બોલવાનું હોય?
બોલીએ ત્યારે નિસરતી વાણી ક્યાં અને કેવી રીતે સામેવાળી વ્યક્તિને અસર કરશે તેટલો
ખ્યાલ હોવો જરૂરી છે. સાધારણ દાખલો આપું એક મિત્રને ફોન કર્યો.
‘હલો, કેમ છે? કાંઈ પણ બોલતાં પહેલાં ‘શું કામ હતું?”
સવાલ સાંભળીને એક સેકંડ વિચાર આવ્યો, આનો શું જવાબ આપવો?
ખેર,મૌન રહી પ્રેમથી પૂછ્યું,’ રાતના શાંતિથી ઉંઘ આવી હતી ને’?
જવાબ મળ્યો ક્યાંથી ઉંઘ આવે,ઘરમા જુવાન દીકરી છે,રોજ રાતના મોડી આવે છે’!
હવે સમઝ પડી, બહેનબાના દિલમાં કશુંક ચૂભે છે,તેથી મારા પર રોષ પ્રકટ કર્યો.

જ્યારે બીજી વ્યક્તિ સાથે વાત કરતાં તે શું કહે છે તે સાંભળવા્માં આપણને જરા રસ નથી.
આપણે તક મળે એટલે બોલીએ અને જે પેટમાં નડતું હોય તે ઓકી કાઢીએ.
મને યાદ છે કોણ હતું એ યાદ નથી,
‘ પણ ફોન ઉપર વાત ચાલુ હતી.ચાલુ વાતે કહે, જ્યારે કાંઈ જોઈતું હોય ત્યારે તું ફોન
કરે છે? વાત ચાલતી હતી મા અને દીકરી વચ્ચે. ૭૦ની નજીક પહોંચેલી મા વિચાર કરે,
મારી જરૂરિયાત ખૂબ ઓછી છે. ઈશ્વર કૃપાથી મારા હાથપગ ચાલે છે.જો મારી દીકરી એમ
માનતી હોય કે મારે કાંઈ જોઈએ છે તેથી ફોન કર્યો છે તો હવે શું બોલવું.મારું જ લોહી કહે
છે.’હવે આવી વાણીની જરૂરત હતી? માને બે સારા શબ્દો કીધા હોય તો તેની આંતરડી
કેટલી ઠરે! જ્યારે માને માટે વાણી નિકળે ત્યારે આવા શબ્દો હોય તો બીચારી સાસુનું શું ગજું?

આપણે જ્યારે બીજા સાથે વાત કરતાં હોઈએ છીએ ત્યારે સામે વાળી વ્યક્તિ શું કહે તેમાં રસ
નથી,એ શું બોલ્યો કે બોલી તેમાંનું અડધું સાંભળતા પણ નથી. જેવું તે વ્યક્તિ બોલવાનું બંધ
કરે એટલે આપણી રેકર્ડ ચાલુ થઈ જા્ય આપણે જે પણ સમાચાર પત્રમાં વાંચું હોય કે ટી.વી.
ના ન્યુઝમાં જોયું હોય તે ‘ઓકી’ કાઢીએ.

‘વાણી’ એ ખૂબ સાચવીને વાપરવાની અમૂલ્ય મૂડી છે. તે પળમાં દોસ્તને દુશ્મન બનાવી શકે
તેવી તિવ્રતા ધરાવે છે. અરે તલવારના ઘા તો મલમ પટ્ટાથી ભરાઈ જાય. વાણીના જનોઈ વઢ
ઘા ભરાવાની દવા હજુ આધુનિક વિજ્ઞાનીઓએ શોધી નથી!

વાણી તું નથી પાણી
તારી મહાનતા જાણી !

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

30 01 2014
pravinshastri

ચિંત્નાત્મક લેખ. એક હળવી વાત. વાણી પ્રવાહ લેખન સ્વરૂપે. મેં ફેસબુક પર લખ્યું છે. જે બોલે છે તે સાંભળતો નથી. જે લખે છે તે વાંચતો નથી.
આપણે તો એકબીજાને વાંચતા રહીશું..સાંભળતા રહીશું

30 01 2014
neeta kotechaa

vandha tya j pade che jyaare jibh shu bole che eni bolvaavada ne pan khabar nathi hoti…

31 01 2014
chandravadan

વાણી’ એ ખૂબ સાચવીને વાપરવાની અમૂલ્ય મૂડી છે. તે પળમાં દોસ્તને દુશ્મન બનાવી શકે
તેવી તિવ્રતા ધરાવે છે. અરે તલવારના ઘા તો મલમ પટ્ટાથી ભરાઈ જાય. વાણીના જનોઈ વઢ
ઘા ભરાવાની દવા હજુ આધુનિક વિજ્ઞાનીઓએ શોધી નથી!

વાણી તું નથી પાણી
તારી મહાનતા જાણી !
Pravinaben,,,A THOUGHT PROVOCATIVE Post.
Chandravadan

http://www.chandrapukar.wordpress.com
Pravinaben.Iam away ..out of state…difficult to be on the Computer & unable to be on your Blog.

1 02 2014
shridevi Patel

Ati saras

-Shridevi😘👑

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: