મિત્રો સફળતાની ચાવી ને મળેલા આવકાર પછી આજે
‘સફળતાની સીડી’ વિષે લખી રહીછું. આશા છે આવકારશો ?
૧.
સહુ પહેલાં મન મક્કમ કરી દૃઢતા સાથે નક્કી કરો તમારે કયા
ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી છે?
૨.
સ્વમાં દૃઢ વિશ્વાસ રાખો કે તમે તય કરેલી મંઝિલના મુકામ સુધી
યેન કેન પ્રકારેણ પહોંચી શકશો.
૩.
તે મુકામ હાંસિલ કરવા તમે કટીબદ્ધ છો!
૪.
‘આત્મવિશ્વાસ’ એ સફળતાની સીડીનું પ્રથમ તેમજ અંતિમ ચરણ
છે. ‘ જો, તમે તમારી જાતમાં વિશ્વાસ નહી રાખો તો સામેવાળી
વ્યક્તિ કેવી રીતે રાખશે’? અનિશ્ચિતતા યા અર્ધવિશ્વાસના પાયા
પર કોઈ ઈમારત ચણી શકાય નહી !
૫.
સંપૂર્ણ ખાતરી પૂર્વક કામ કરવાથી ‘ બેશક સફળતા’ પ્રાપ્ત થાય છે.
ખૂબ અગત્યનું જીવનમાં ધ્યેય રાખવો, તે દિશામાં પ્રયાણ,
નિરાશા ઢુંકવા ન દેવી બસ કૂચ જારી રાખવી.
,
આપે સુંદર વાત કહી. સફળતાની સીડી તેને જ મળે છે જે
શ્રધ્ધા રાખીને કુદરતની કૃપાએ સાચી રાહ પક્ડે છે.અપેક્ષાને દુર મુકતા
સફળતા મળી જાય છે. તેમાં હું પણ સહમત થાઉ છું
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય શ્રી કૃષ્ણ.