અરે, આજે કોના ફ્યુનરલમાં જવાનો ફોન આવ્યો? હીનાએ ફોન ઉપર
વાત પૂરી કરી. હું બાજુમાં ઉભી હતી. વાત ઉપરથી લાગ્યું કે ગાર્ડન-
ઓકમાં ગુરુવારે કોઈના ફ્યુનરલમાં જવાનું છે.
ફોન મૂકીને હીના ડૂસકે ચડી. તેની ખાસ બહેનપણી સિમરનનો ૧૦ વર્ષનો
એકનો એક દીકરો નીલ આજે વિદાય થયો હતો.
નીલને જોઈને કોઈને એમ ન લાગે કે આ બાળકના નખમાં પણ રોગ હોય?
જ્યારે નીલ પાંચ વર્ષનો થયો ત્યારે માથામાં સખત દુઃખે છેની ફરિયાદ લઈ
સ્કૂલેથી ઘરે આવ્યો. સિમ્રને માથુ દબાવી આપ્યું. દવા આપીને પ્રેમથી સૂવા
બેડરૂમમા લઈ ગઈ. હજુ તો કલાક ન થયો ત્યાં નીલ પાછો ચીસ પાડી ઉઠ્યો,
‘મૉમ,માય હેડ ઈઝ હર્ટીંગ અ લોટ.’
સિમરન, શેખરની રાહ જોતી હતી. શેખર ઈમરજન્સી રૂમનો ડૉક્ટર હતો. સીધો
નીલને લઈને બંને જણા ઈમરજન્સીમાં પહોંચ્યા. નીલની પ્રાઇમરી તપાસમાં કાંઈ
ખબર ન પડી.
નીલની કમ્પ્લેઈન ચાલુ હતી. શેખરે ન્યુરોલોજીસ્ટ પાસે લઈ જવાનો નિર્ણય કર્યો.
ફ્રેંડ હતો તેથી એપોઈન્ટમેન્ટ મળી ગઈ. નીલને તપાસી ડૉકટર મહેતા બોલ્યા,
‘ઈટ ઈઝ નોટ ગુડ ન્યુઝ’.ની્લ હેઝ સીસ્ટ વે્રી ક્લોઝ ટુ હીઝ બ્રેઈન’.હવે શેખર
અને સિમરન બંને ગભરાયા.
નીલને ખબર ન પડે તેવી રીતે વાત ચાલતી હતી. નીલને થોડા ટૉય્ઝ આપી
શાંત કર્યો.નર્સ તેને બીજા રૂમમા રમાડતી હતી. ડૉ.મહેતા શેખર અને સિમરનને
એક્સરે બતાવી બધું સમજાવતા હતાં.
સિમરન જૉબ છોડીને દીકરાની સારવાર પાછળ લાગી ગઈ. ડૉ.મહેતાની વિઝિટો
વધી ગઈ. ઘણીવાર આશાસ્પદ જણાતું. પણ ડૉ.મહેતા ખૂબ કાળજીપૂર્વક શેખર
અને સિમરનને કેસની ગંભિરતા સમજાવી રહ્યા હતા.
નીલને સારું હોય ત્યારે લાગે કે નહી આટલી બધી ગંભીર તેની સ્થિતિ છે.શેખર
અને સિમરન નીલને લઈ ડિઝનીલેંડ જઈ આવ્યા. નીલને બેઝ બૉલનો શોખ
હતો બધી ગેમ જોવા લઈ જતાં. જ્યારે દુખાવો ઉપડે ત્યારે તેને સંભાળવો
ખૂબ મુશ્કેલ થતો. શેખર અને સિમરન પોતાનાથી બનતું બધું કરતાં. કિંતુ મા
અને પિતા તેનું દર્દ કઈ રીતે લઈ શકે? તેવે સમયે બંને જણા ખૂબ નિસહાય
થઈ પોતાના બાળકને પીડા ભોગવતું જોઈ રહેતાં.
તેવે સમયે ડૉ.મહેતા તેને ઘેનમાં રાખી તેની પીડા ઓછી કરવાનો પ્રયત્ન
કરતાં.
તેમણે કહ્યું હતું આ જગ્યાએ ઓપરેશન કરવું શક્ય નથી. તેની ‘સીસ્ટ’ દિવસે
દિવસે મોટી થતી જાય છે. આનો મતલબ કે ક્યારે તે પંક્ચર થાય અને પૂરા
મગજમાં તેનું ઝેર પ્રસરી જાય તે ખબર ન પડે.
શેખર અને સિમરન બાળક ઉપર જાન છિડકતા. ક્યારે તેનો અંતિમ દિવસ આવશે
ત ખબર પડતી નહી. જ્યારે નીલ પરેશાન થતો ત્યારે સિમરન એનું દર્દ જોઈ ન
શકતી. લાચાર હતી.
બે દિવસ પહેલાં નીલને ભયંકર દુખા્વો હતો. ઈમરજન્સીમાં લઈ ગયા.અરે અને
‘લાઈફ સપોર્ટ’ પર મૂકવો પડ્યો. સિમરનતો બેબાકળી થઈ ગઈ. તેને થયું બસ
હવે નીલ ઘરે પાછો નહી આવે.ડૉક્ટર મહેતાએ શેખર અને સિમરનને વૉ્ર્નિંગ આપી
દીધી હતી.ગમે તેટલી માનસિક તૈયારી હોય આખરે તો માતા પિતા કોઈ કાળે આ
ઘા ઝીલવા તૈયાર ન હોય.
નીલની વર્ષગાંઠ આવતી હતી.બધી તૈયારી થઈ ગઈ હતી.લાગે છે કુદરતના કરિષ્માએ
પરચો બતાવ્યો.સવારે નીલને ઘરે જવાની રજા મળી.
ધામધુમથી નિલની બર્થડે સેલિબ્રેટ કરી.શેખર અને સિમરને ફોટોગ્રાફ્ર બોલાવ્યો હતો.
હજુ તો ગઈકાલે નીલની ૧૦મી વર્ષગાંઠ ખૂબ ધામધૂમથી ઉજવી. બધા ફ્રેંડ્સને
બોલાવ્યા. ઘરે ‘મેજીશ્યન’ બોલાવ્યો. ખૂબ આનંદમાં દિવસ પસાર થયો. હીના
પોતાના બંને બાલકોને લઈ પાર્ટીમાં ગઈ હતી. સવારના સાડા નવે ફૉન આવ્યો.
હીના, ‘બોલી હું તારે ત્યાં આવું છું.
તું એકલી નથી’.
નીલ હવે આપણી વચ્ચેથી———— સિમરન વાક્ય પુરું ન કરી શકી ! ————
ગમે તેટલી માનસિક તૈયારી હોય આખરે તો માતા પિતા કોઈ કાળે આ ઘા ઝીલવા તૈયાર ન હોય. …..માત્ર માંબાપ જ નહીં પણ જાણ્યાં-અજાણ્યા સૌને માટે આ દુખદ વાત છે.