ના પાડવી હતી

9 02 2014

આ મોટી ભૂલ થઈ ગઈ. પાડવાની હતી’ના’અને પડાઈ ગઈ’હા’.
પછી તો જે રામાયણ થઈ એની શુ વાત કરું. મારો દિવસ બગડ્યો!
તમારો નહી બગાડું! મન ડહોળાઈ ગયું.પસ્તાવો થયો પણ તીર છૂટી
ગયું હતું કમાનમાંથી કેમ નું પાછું વળાય?

દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ સમયે આવી દ્વિધા આવતી હોય છે!
એ સમય તો પસાર થઈ જાય છે,પણ પાછળ જે આંધિ આવે છે તેની સામે
માણસ કાં ટૂટી જાય છે કાં ઝૂકી જાય છે. ઝૂકી જવું સારું ટૂટી જવું અયોગ્ય
છે.

ભૂલ થઈ એના ભોગ ભોગવવા પડે! એ અલગ પ્રશ્ન છે. જેનો ઉત્તર દરેક માટે
અલગ હોય છે. પરિણામથી કોઈ બાકાત રહી શકતું નથી. બની શકે તો એવા
સમયે ‘હા, કે ના’,માં પ્રત્યુત્તર આપવાને બદલે મૌન સેવ્યું હોત તો? કિંતુ એ
રાંડ્યા પછીનું ડહાપણ ગણાશે?

સાથી વગરના જીવનમાં આ સમસ્યાનો હલ મુશ્કેલ છે. ગમે તેટલી સાવધાની
રાખીએ ‘હોની કો અનહોની’ નહી કર સકતે! ખેર,એ પરિસ્થિતિમાંથી પાર
ઉતરવાનો એક જ માર્ગ. પ્રભુ પર શ્રદ્ધા અને ખુદમાં વિશ્વાસ. નિયત સાફ.

ના, ના કહો, ના, હા કહો

બસ મૌન ધરી લો.

સંજોગોની સામે શિર ઝુકાવી લો

આત્મવિશ્વાસનો ગઢ દૃઢ કરી લો

જીવનમાં હાર જીતને ગૌણ માની લો

આવ્યા છીએ તો ચાલ્યા જવાના સત્ય સમજી લો

પ્રેમ પ્રસરાવી યાદોમાં મહેક ભરી લો .

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

9 02 2014
chandravadan

આવ્યા છીએ તો ચાલ્યા જવાના સત્ય સમજી લો

પ્રેમ પ્રસરાવી યાદોમાં મહેક ભરી લો .

Saying NO when it is RIGHT….saying YES when it is RIGHT.
That is the LIFE.
Knowing that the BIRTH has the end called DEATH, is the ETERNAL TRUTH.
And….
The DIVINE is without the BEGINNING or the END is the ABSOLUTE & ETERNAL TRUTH.
If one has this understanding…the HUMAN LIFE can be made MEANINGFUL on this EARTH.
Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar !

9 02 2014
pravina

Very well said Dr.saheb.

9 02 2014
pravinshastri

દરેક વ્યક્તિએ આ અનુભવ્યું જ છે. જે ના નથી પાડતો તે વધુ સહન કરે છે.

9 02 2014
devikadhruva

પ્રભુ પર શ્રદ્ધા અને ખુદમાં વિશ્વાસ. નિયત સાફ.

સુંદર અભિવ્યક્તિ…

અને હા, સાથી વગરના જીવનમાં જ નહિ, આ તો દરેક્ના જીવનની વ્યક્તિગત સમસ્યા છે જ.

10 02 2014
Jayshree

very nice

11 02 2014
P.K.Davda

સલાહ સાચી છે પણ અમલમાં મૂકવી બહુ મુશ્કેલ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: