વસંતને વધાવીએ

25 02 2014

આંગણે વસંત આવી ને ઉભી છે. મોડું ન કરો આવો તેને સંગે મળી વધાવીએ.

જુઓ પેલો સૂરજ પણ અધિરો બની સાત ઘોડાના રથ પર સવાર થઈ આવી

પહોંચ્યો. દીવાની જ્યોત લાજની મારી સંકેલાઈ ગઈ. પેલું રાતનું તિમિર દુમ

દબાવી ભાગ્યું. ટિમટિમ કરતાં તારક મંડળે વિદાય સમારંભ યોજ્યો.કૂકડાનું

કૂકડે કૂક ચારે દિશામાં ગુંજી રહ્યું. પક્ષીઓનો  મધુરો કલબલાટ  કાનને સ્પર્શીને

કહેતો ન હોય, જુઓ વસંતના વાયરાને અમારી જેમ ખુલ્લા દિલે માણો. તેના

આગમનને વધાવો!  જુઓ,  જુઓ વસંત આવી દ્વાર ખટખટાવે છે !

વૃક્ષ પરની ઝીણી ઝીણી કુંપળોને નિહાળતાં મન મુદિત થાય છે. પેલી નાજુક

કળી ઉઘડવાની રાહ જોઈ રહી છે. જ્યારે પુષ્પ બનશે ત્યારે તેના આનંદનો

સાગર હિલોળાં મારશે. શિશિરમાં મુરઝાયેલી હરિયાળી મસ્ત બની ઝુમી રહી

આવનાર પળનો ઈંતઝાર કરી રહી છે.

આત્યારે આ ક્ષણે હૈયામાં હેતની હેલી ચડી છે. ધરતીના કણકણમાં સ્મિત

રેલાઈ રહ્યું છે. ગગન આનંદ વિભોર થઈ  ચારે તરફ લાલિમા પ્રસરાવી

તા થૈયા કરી નૃત્ય પ્રસરાવે છે. ગાયોનો ગોવાળ તેમને લઈ વન તરફ

ગમન કરે છે, જેમ ઉષાના કિરણો ધરતી પર વિહરી રહ્યા હોય. નદી, સાગર

અને મહાસાગરના પ્રેમની અભિવ્યક્તિ જળમાં પ્રદર્શિત જણાય છે. વસંતના

પાદપ્રક્ષાલન કાજે આતુરતાથી આંખ બિછાવી રાહ તાકી રહ્યા છે.

વસંત આવી કે ‘સંભવામિ યુગે યુગે’ એવા કૃષ્ણનું આગમન! મન દ્વિધામાં

કે હું સ્વપનામાં. જે પણ હોય ધન્યતા સમગ્ર બદનમાં ફેલાઈ રહી.

મોરલાનો ટહુકારને કોકિલનું મધુરું ગાન, વસંતના આગમનની  છડી પુકારે

છે.

મિત્રો આવો, ઉમંગ અને ઉલ્લાસ લાવો, વસંતને પ્રેમે વધાવો. તેના ઢંઢેરા

પિટાવો. પેલાં રણશિંગા ફુંકાવો.————–

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

25 02 2014
pravinshastri

વસંતના પહેલા પ્રભાતનો ઉલ્લાસ જે ટેક્સાસમાં છે તે અમો નોર્થવાળાઓ માટે હજુ તો સ્વપ્નું જ છે.

25 02 2014
pravina Avinash

તમારી વાત ૧૦૦ ટકા સાચી છે. તમે તો વસંતની જોડણી પણ ભૂલી ગયા છો! આ વર્ષે સ્નો પુષ્કળ પડ્યો છે. હજુ પડવાનો છે.

25 02 2014
pravinshastri

વાત તો સાચી જ છે. પહેલેથી જ સાર્થવાળાઓ અને પરમાર્થવાળાઓ(ઉઝા કે ઊંઘા)ના પથરા પડે છે. હું એને મારી લાયકાત ગણું છું. હવે જોડણીનો ગોટાળો વધ્યો છે. હાથે પેન તો પકડાતી જ નથી. ટાઈપ પેડ પર એક બે (સોરી બે નહીં – એક આંગળી થી) ટાઈપ કરું છું. શીફ્ટ પર જરૂરી વખતે જ અંગુઠો આળસુ થઈ જાય તો ત-ટ, ન-ણ, લ-ળમાં લોચા પડે. શ્રી મધુરાયે બંગાળી ગાળો દેતાં દેતાં મારી ચાર વાર્તા મમતામાં છાપી હવે તો મારા નામની મેઈલ પણ સ્પેમમાં ફેંકી દીધી છે. આ ઠંડીમા આર્થરાઈટિસવાળા આંગળા ઠરી ગયા હોય ત્યાં વાસ અન્તી જોડણીની શું દશા થાય. એ૪ક આંગળી પણ નખરા કરશે ત્યારે સુજ્ઞ વાચકો રાહતનો દમ લેશે.
અને તમારી ધમકી સાચી જ છે. “સાલો, હજુ પડવાનો છે. નસીબ અમારા. આ તો જરા તમારે ખભે આંસુ સારી લીધા. બાકી તો અમે જોરદાર છીએ.

25 02 2014
Anil Shah

Very good.
Thanks

Anil Shah

26 02 2014
Kokila Bhavsar

khubaj sundar rachna chhe, aavi rite prem varsavta raho.

kokila

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: