એમ જ થયું હતું

28 02 2014

શાળા પૂરી થવાના દિવસો નજીક આવ્યા. પરીક્ષાની તૈયારીની ધમાલમાં

ખાવા પીવાનું ધ્યાન ક્યાંથી રહે? અરે, મોઢું જુઓ તો એમ લાગે, કેટલા

દિવસથી નિંદર   પૂરી થઈ નથી. મનને મનાવતી પરિક્ષા પૂરી થયા પછી

ખૂબ સૂવા મળશે. મમ્મીને કહીશ, પ્લિઝ મને પેટ ભરીને સૂવા દે. મને ખબર

છે મારી મમ્મી ના નહી પાડે.

આજે ગણિત અને ઈતિહાસ બે પરિક્ષા આપવાની હતી. અમારા વખતે જરા

રીત અલગ હતી. લાંબા લાંબા જવાબ લખવાના. ‘મલ્ટીપલ ચોઈસ’ જેવો

શબ્દ સાંભળ્યો પણ ન હતો. ખેર, તૈયારી બરાબર કરી હતી. નાપાસ થવાનો

ભય તો મને કદી હતો નહી. નંબર એકથી પાંચમાં આવશે કે નહી તેનો ડર રહેતો.

સવારે ઉઠી, નાહી ધોઈને તૈયાર થઈ. મોટાભાઈ કાયમ ગાડીમાં સ્કૂલે છોડી જતાં.

જેવા ઉતારીને ગયા તો મારું ધ્યાન રહ્યું નહી. કેનટીન પાસે કોઈનાથી પાણી ઢોળાયું

હશે. બેધ્યાન પણામાં ચાલતી હતી. પાણીને કારણે પગ લપસ્યો. ધડામ દઈને પડી.

મોડું થતું હતું . બધા મિત્રો પરિક્ષાના વર્ગમાં પહોંચી ગયા હતાં.

એક મારાથી આગલા ક્લાસની વિદ્યાર્થિની  વ્હિલચેરમાં હતી. પોતાની શક્તિ અનુસાર

મને કહે, લાવ તારા પુસ્તકો મારાં ખોળામાં મૂકી દે. તને વાગ્યું છે ચાલવામાં ખૂબ

તકલિફ  જણાય  છે . હું તને તારા વર્ગ સુધી મૂકી જાંઉ. પછી તારા શિક્ષકને જણાવજે જેથી

તને પરિક્ષાના હોલમાં ્હેરાન ન કરે.

હું તો તેને નિહાળી રહી. કેટલી સૌજન્ય હતી. તેને લાગણીભરી આંખોથી નિરખી રહી.

હ્રદય પૂર્વક તેનો આભાર માન્યો.

તેણે  મને જે મદદ કરી તે બદલ તેનો આભાર માન્યો તો કહે વાંધો નહી.

‘ શીલા બીજી વાર સંભાળીને ચલજે . આજે જે મારી હાલત છે, એ બે વર્ષ પહેલાં  મારો

પણ તારી જેમ પાણીમાં પગ લપસ્યો હતો ! મને પણ એમ જ થયું હતું !———-


ક્રિયાઓ

Information

4 responses

1 03 2014
chandravadan

તેણે મને જે મદદ કરી તે બદલ તેનો આભાર માન્યો તો કહે વાંધો નહી.

‘ શીલા બીજી વાર સંભાળીને ચલજે . આજે જે મારી હાલત છે, એ બે વર્ષ પહેલાં મારો

પણ તારી જેમ પાણીમાં પગ લપસ્યો હતો ! મને પણ એમ જ થયું હતું !———-
The Varta ended with the words મને પણ એમ જ થયું હતું.
Nice Story !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Inviting you for the New Post on Chandrapukar !

1 03 2014
pravinshastri

હ્ર્દયગમ્ય અનુભવ.

1 03 2014
Vinod R. Patel

પ્રવિણાબેન ,

આપની અનુભવ કથા સંવેદનશીલ છે . દુઃખમાં એકબીજાની મદદ કરવાનો એમાં

જે સંદેશ છે એ ગમ્યો .

2 03 2014
Kalpna Raghu

V.nice

Sent from my iPad
Kalpana Raghu

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: