અજબ ગજબની દુનિયા

2 03 2014

જ્યારે હું હોશમાં હોંઉ  છું

ત્યારે મને બેહોશ માને છે

બેહોશીમાં કરેલા કામની

ખૂબ શાબાશી આપે છે!

———————-

જ્યારે રડતી હોંઉ છું

ત્યારે નિઃસહાય માને છે

જ્યારે ખુશ હોંઉ છું

ત્યારે બેફામ માને છે!

——————-

જ્યારે ભૂખી હોંઉ  છું

ત્યારે ‘ડાયેટ’ પર માને છે

જ્યારે ખાતી હોંઉ  છું

ત્યારે ખાઉધરી માને છે!

———————

જ્યારે પ્રવૃત્તિ કરું  છું

ત્યારે વર્કૉહોલિક માને છે

જ્યારે નિષ્ક્રિય હોંઉ છું

ત્યારે આળસુ માને છે!

——————–

જ્યારે નિરાશાવાદી હોંઉ

ત્યારે મુજથી મુખ મોડે છે

જ્યારે આશાવાદી હોંઉ

ત્યારે  અહંકારી માને છે!

———————-

જ્યારે નજદિક હોંઉ

ત્યારે દૂર માને છે

જ્યારે દૂર હોંઉ

ત્યારે હાશ અનુભવે  છે!

———————–

જ્યારે મને દર્દ હોંય

ત્યારે નાટક લાગે છે

જ્યારે  સ્વસ્થ  હોંઉ

ત્યારે  અદેખાઈ કરે છે!

—————-

જ્યારે પ્રેમથી વરતું

ત્યારે શંકા કરે છે

દિલની વાત સુણવા

માનવાનો ઈન્કાર કરે છે

———————

દુનિયા જીવવા જેવી છે

કોઈ શું કહેશે તેની ચિંતા નહી

દુનિયામાં સહુને રાજી રાખવા નામુમકિન

માત્ર સ્વાર્થ અને અહંકારથી સો જોજન દૂરી!

————————————

અજબ ગજબની આ દુનિયા

શું સાચું શું ખોટું ?

દુનિયાની પરવા ન કરવી

મનને ગમે તે સત્ય !

————————–

વળતા પાણી જેવી જીંદગી

જો જે વ્યર્થ જાય ના !

અહંકાર સ્વાર્થ ત્યજી દે

‘આતમ’ મલિન થાય ના!

—————————

Advertisements

Actions

Information

3 responses

3 03 2014
neetakotecha

ekdam sachchi vat kahi…

3 03 2014
chandravadan

અજબ ગજબની આ દુનિયા

શું સાચું શું ખોટું ?

દુનિયાની પરવા ન કરવી
AND….Continue on the Path of SATYA !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

4 03 2014
Raksha

It happens! People take it other way.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: