મંગળમય

6 03 2014

મંગળમય

જન્મ અને મત્યુ એ આકસ્મિક છે. બંને ક્યાં અને ક્યારે આવશે તેની ખબર નથી!

જન્મ સાથે ઉત્સવ સંકળાયેલો છે. મૃત્યુ મંગળતાનું દ્વાર. એ દ્વારની બીજી બાજુ શું

તેનાથી હે માનવ, તું અજાણ.  તેથી તો અમંગળ વિચારો વિહરે છે.

જાત્રા કરવા જવું હોય! તૈયારી બધી જ કરી લીધી. નિરાંતનો દમ ભર્યો, ‘હવે કશો

ભય નથી.’ પળ કે ઘડી પછી શું થવાનું છે કોને તેની ખબર છે? જાત્રા કરીને પાછાા.

વળતાં આખી બસ ખીણમાં પડી ગઈ.  કેવી સુંદર જાત્રા પૂરી થઈ. ઘરે પહોંચી સહુને

સઘળું વિગતવાર જણાવવું હતું.

યુધિષ્ઠિર પાસે યાચક યાચના કરવા આવ્યો. યુધિષ્ઠિર બીજા કામમાં વ્યસ્ત હોવાથી

બોલ્યા,’કાલે પધારજો તમારી બધી મનોકામના પૂર્ણ કરીશ,’

ભીમ બાજુમાં બેઠો હતો. તેણે સાંભળ્યું, મહેલની બહાર આવી ડંકાની ચોટ ઉપર

બોલ્યો, ‘યુધિષ્ઠિર, મારા વડિલ બંધુએ કાળને જીતી લીધો’. યુધિષ્ઠિરને  પોતાની

ભૂલનું ભાન થયું. યાચકને પાછો બોલાવી તેને સંતોષ્યો!

મૃત્યુમો તો મહિમા ગાઈએ તેટલો ઓછો છે. માનવ સહજ સ્વભાવ છે દુઃખ થાય.

જનારનું દૃષ્ટિ બિંદુ જોતાં આપણું દુઃખ ગૌણ બની જશે! હવે કોઈ વ્યક્તિ મરવાને

વાંકે જીવતી હોય તો તેની જીવાદોરી લંબાવવાનો શો ફાયદો? કોઈનું અકાળે મૃત્યુ

થાય ત્યારે પરિવાર પારાવાર શોકની લાગણી અનુભવે. તે પળે તેના કર્મના ફળ

પૂરા થયા, ઋણાનુબંધ   સમાપ્ત થયું  માનીએ તો જનાર વ્યક્તિને શુભ સંદેશો પહોંચે.

લખવું સહેલું છે માથા પર આવે ત્યારે ખબર પડે! એવો સવાલ ઉઠે એ સ્વાભાવિક છે.

માનો યા ન માનો એ સ્થિતિમાંથી પસાર થઈ  ચૂકી છું. મનને મનાવું છું.  જીવનની

દોણીને મથી રોજ નવું નવનીત પ્રાપ્ત કરું છું.

જેને કારણે અંતિમ ક્ષણનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવાની તૈયારી કરી છે. જીવનમાં

નિર્લેપતા, સ્વાર્થને તિલાંજલી , અનાસક્તિ કેળવાય છે. સુમિરનનો સહારો છે. સદા

ઈશ્વરનો સાથ છે. માત્ર દૃષ્ટિકોણ બદલ્યો અને સહાય પામી !

જીવનની કોઈ પણ પ્રવૃત્તિને તિલાંજલી આપી નથી. એક જીંદગી જીવવાની છે.

પ્રભુનું દીધું આ જીવન કેમ વેડફી દેવાય

એ છે પ્રસાદી ઈશની રે કેમ વેડફી દેવાય.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

6 03 2014
rekha patel (Vinodini)

જન્મ અને મત્યુ એ આકસ્મિક છે.

7 03 2014
pravina

સત્ય વાત કહી.
આભાર

20 03 2015
rekha patel (Vinodini)

thank you

7 03 2014
Raksha

Very philosophical! This is the art of living…………..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: