સુનહરી યાદો

12 03 2014

જો કે ભૂતકાળમાં જીવવાનું છોડ્યે જમાનો થયો. એ સુનહરી યાદો  કદી મનમાં

ઉમંગ અને ઉલ્લાસ ભરે છે. લાગે છે ત્યાં સુધી એમાં કશું ખોટું નથી!

આજે જ્યારે ગેરહાજરીમાં એકલા સુહાનો દિવસ વિતાવવાનો આવે ત્યારે એ યાદો

ઉભરાઈ આવે. લગ્ન કરીને હનીમૂન કરવા નૈનિતાલ ગયા હતાં. નૈની લેકમાં આખો

વખત બોટિંગ, અલકા હોટલનું મનભાવન ભોજન અને પતિનો સુહાનો સંગ. અઠવાડિયુ

ક્યાં પસાર થઈ ગયું ખબર પણ ન પડી.

છેલ્લે દિવસે નૈનીલેક પર આંટો મારતાં  શાળાની મિત્ર મળી. તેને ખબર ન હતી મારા

લગ્ન થઈ ગયા હતાં. થોડીવાર પછી વાતચીતમાં કહે તું પાટિલ  નિવાસમાં રહે છે ને ?

હા.

તરત જ મારા પતિએ કોણી મારી, અરે, હું પ્રાર્થના સમાજ રહું છું. આ  મારા પતિ અવિનાશ

કહીને મેં ઓળખાણ આપી.  લગ્નના દસ દિવસ થયા હતાં.

એકવાર અમારે ત્યાં વિલેપાર્લામાં મિત્રો ભેગા થયા હતાં. વાતચિતમાં મેં મારા પતિથી

જુદો અભિપ્રાય દર્શાવ્યો. અમારા  એ મિત્ર પોતે અમેરિકા રિટર્ન હતાં. મારો અભિપ્રાય

સાંભળીને જરા ચમક્યા.

‘ભાભી, તમે અવિનાશની વાતમાં સંમત નથી થતા તો તમારો સંસાર રથ કેવી રીતે ચાલે

છે. ‘

હવે આશ્ચર્ય મને થયું. હું લૉ સ્કૂલના બીજા વર્ષની સ્ટુડન્ટ હતી. ત્યારે અંગ્રેજી બોલતા નહોતું

આવડતું. ‘ અમારો જીવન રથ ચાર પૈડાં પર સરસ રીતે ચાલે છે.. આગલા બે એમની ગતિએ

અને પાછલાં તેની ધરી પર. આગલાને કારણે પાછલાં ઘસડાતાં નથી’.

એ મિત્ર અને મારા પતિ બંને જોઈ રહ્યા.

મારા પતિના મુખ પર ગૌરવ હતું અને પેલા ભાઈ, તમે સમજી શકો એવા સમજુ છો?

હવે આ ૬૦ના જમાનાની વાત છે. લગ્ન તાજા થયા હતાં. આજની માફક ‘ફ્રી વ્હીલનો’

કનસેપ્ટનું તો સ્વપનું પણ નહોતું આવ્યું.

ચાલે આજના શુભ અવસર પર તમને થોડી ખાનગી વાત જણાવી. આ તો તમે ઘરના

છો એટલે કહ્યું.   જો જો  વાત બહાર ન  જાય તેનો ખ્યાલ રાખશો!’

12 th March, 1966

લગ્ન જીવન
હું ફાવી કે અવિનાશ નસિબદાર?
સુહાના સંસારની ચાવી છે્ કિરતાર !
વિલેપાર્લાથી શિકાગો અને અંતે હ્યુસ્ટનની રફતાર.
બે સુંદર બાળકોથી મઘમઘતો સંસાર.
ખંત, મહેનત અને ઉત્સાહ્થી મહેકી ઉઠ્યો બાગ.

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

12 03 2014
JAYSHREE SHAH

Happy Aniversary Pravinaben.

always back days reminder is happy though.

12 03 2014
pravinshastri

મહેકતો રહે સદા આપનો મઘમઘતો સંસાર,
માણતા રહો, અતિત અને અવિનાશની સુખદ સ્મૃતિસંભાર.

12 03 2014
dipakvaghela

Happy Anniversary Pravinaji, સાચું કહું તો મારે અને બધા એ ઘણું બધુ શીખવા જેવુ છે ગ્રેટ છે આપની મેરેજ લાઇફ. અને એવી જ રહે એવી ભગવાન ને પ્રાથના……..

12 03 2014
devikadhruva

હળવી છતાં સ્પર્શતી યાદો…કોઈ પણ સ્થિતિમાં સ્વસ્થ અને હસતાં રહે તે નસીબદાર.. હવે તમે જ કહો કે કોણ નસીબદાર? અભિનંદન.

12 03 2014
chandravadan

ચાલે આજના શુભ અવસર પર તમને થોડી ખાનગી વાત જણાવી. આ તો તમે ઘરના

છો એટલે કહ્યું. જો જો વાત બહાર ન જાય તેનો ખ્યાલ રાખશો!’
You shared your personal moment with us….it is your greatness.
Often…such memorable moments remain buried in one’s heart, because of shyness or the fear of being critisized.
૯૬૬ની ૧૨મી માર્ચના દિવસની આ વાત,

થઈ ગઈ એ અવિનાશ પ્રવિણાના લગ્નની વાત,

આવ્યો છે એ દિવસ દર વર્ષ ફરી ફરી,

જેમ, આ વર્ષ એ આવ્યો છે ફરી,

અરે ! આ તો પ્રવિણાએ જ કહ્યું એ વિષે,

તો જ, અમોએ જાણ્યું એ લગ્નદિવસ વિષે,

ચાલો, તો હ્રદય ખોલી “અભિનંદન” છે મારા,

સ્વીકારજો પ્રવિણાબેન અભિનંદન જે છે મારા,

તમો જો પ્રેમથી સ્વીકારશો તો મળશે એ અવિનાશને,

એટલું જાણું છું કે તમો નથી ભુલ્યા છે અવિનાશને,

અરે ! “ઘરનો છું ” એટલે જ આ પ્રમાણે કહું છુ હું,

વાત રહે બહાર કે અંદર તેની ચિન્તા શાને કરૂં હું ?

“હેપી વેડીંગ એનીવરસરી” પ્રવિણાબેન તમોને આજે,

એવા આનંદમાં બે બાળકોમાં અવિનાશને નિહાળજો તમો આજે !

…..ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

13 03 2014
.pravina Avinash

Thanks for such a wonderful response. He is there with me till my last breath.
jay shree krishna
pravina Avinash

13 03 2014
smita Ajit Shah

I read your article written today, full of feelings of your heart……keep it up…..I am always with you..

Smita

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: