હજુ કેટલાં ? —–17 march,1995

17 03 2014

દિવસો ગુજર્યા મહિના પસાર થઈ ગયા
અને હવે તો વર્ષોના વહાણાં વાયા

કોણ જાણે હજુ કેટલાં ?

ભીનો ભીનો પ્યાર અને એ સુહાની સાંજ
અને હવે મૌનનો સુનહરો સંગાથ

કોણ જાણે હવે શું ?

બાળકોની ચહલ પહલને કામની ધમાલ
અને હવે શાંતિમય જીવનની કમાલ!

કોણ જાણે કેવી કાલ?

સંસારમાં રચી રહીને તુજમાં ગુલતાન
અને હવે નિરસ જીંદગીનો સાથ

કોણ જાણે શાની ખેવના?

માયા અને મમતાની વણઝારનો ત્યાગ
પ્રવૃત્તિ અને સુમિરનની પામી સોગાદ

કોણ જાણે સત્ય કે આભાસ !

એક જીંદગી જીવવાની મળી સુનહરી તક
જોવું કે એ એળે જાય ના

કોણ જાણે ઉજાળીશ કે વ્યર્થ———–?

WHAT IS LIFE ?

LEFT  TURN  RIGHT  TURN

U TURN OR REVERSE

CAN’T PREDICT

IT IS LIFE

SMOOTH OR BUMPY RIDE

WHATEVER GET TAKE PRIDE

IT IS LIFE

LOVE AND HATE PART OF DEAL

CHOOSE  YOU WANT OR STEAL

IT IS LIFE

COME & GO JOURNEY CONTINUE

CRY OR SMILE LEASE RENEW

IT IS LIFE

NEVER KNOW WHEN IS THE END

ACCEPT WITH SMILE WHAT YOU GET

IT IS LIFE

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

17 03 2014
pravinshastri

ધેર ઈઝ ઓન્લી વન લાઈફ ટુ લીવ.
અનેક વ્યથાઓથી શાને બાળવો જીવ,
માણ્યા કાઢ્યા વર્ષો જેટલા,
શું હવે મને મળશે ઍટલા?

18 03 2014
neetakotecha

કોણ જાણે હજુ કેટલાં ?

આપણને ગમે તેટલા..

કારણ આપણે (તમે ) ફક્ત આપણા માટે નથી જીવતા ને.. કેટલા લોકોને તમે મદદ કરી છે..

કોણ જાણે હવે શું ?

હવે શું ? એ પ્રશ્ન તમને લાગુ જ નથી પડતો.. કારણકે હવે તો લેખિકા છો.. એટલે એ લખવાનુ તો છેલ્લા શ્વાસ સુધી ચાલે ને..

કોણ જાણે કેવી કાલ?

કાલ પણ ખૂબ જ ખૂબસુરત્. કારણ આપણુ ( તમારુ ) મન ખુબસુરત છે..

કોણ જાણે શાની ખેવના?

એ ગયેલા દિવસો ને યાદ કરીને આજને સવારવાની ખેવના. કે જે તમે કરો જ છો..

કોણ જાણે સત્ય કે આભાસ !

તે જ તો ખરુ સત્ય. કે નિવ્રુતીમાં આટલી સરસ પ્રવ્રુતી શોધી લીધી છે..

કોણ જાણે ઉજાળીશ કે વ્યર્થ———–?

એ ઉજળિ છે કે વ્ય્રથ એ બીજાને પુછો..ખાસ મને.. કારણ ફક્ત એક નેત જગત માં કમેન્ટ લખવાથી થયેલી મિત્રતા ને તમે આજે કેવી સંભાળી છે જાણે કે મારી બીજી મા.. તો વ્યર્થ શબ્દ તો

વાપરતા જ નહી ..

12 12 2017
neeta

એક જીંદગી જીવવાની મળી સુનહરી તક
જોવું કે એ એળે જાય ના

કોણ જાણે ઉજાળીશ કે વ્યર્થ———–?

એ અમને પૂછો કારણ તમે જે અમારા જેવા લોકોની ખરાબ પરિસ્થિતિ માં ઢાળ બનીને ઊભા રહ્યા છો એ અમને જ ખબર છે. અને ઉપરવાળાના હિસાબમાં કોઈ પણ દિવસ ગડબડ ન હોય..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: