કનડગત

20 03 2014

આમ જુઓ તો સામાન્ય વાત છે.  પરિણામ અસામાન્ય લાવવાની સંપૂર્ણ

ક્ષમતા  ધરાવે  છે. બહારથી સરળ  દેખાતી વ્યક્તિ આચરણ અને વર્તનમાં

સહજ હોય તેની ખાત્રી ખરી?

એવું છે આ મથાળાનું ! ન કાનો , ન માત્રા, ન હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ  અરે જોડાક્ષર

કે  વિશેષણ  કોઈનો સહારો પણ તેને ન ખપે. કોઈ જાતનો દંભ યા વળગાડ નથી.

છતાં પણ કેવી કેવી વાતો કહેવાનું તેનામાં સામર્થ્ય છે.  અરે માત્ર કહી શકે એ

તો ભ્રમણા છે. તેના ઉધામા ન વર્ણવી શકાય એવા છે.

કેટલા ભયંકર પરિણામ લાવી શકવા શક્તિમાન છે.  આવો વિષય પસંદ કરવા

પાછળ  કારણ તો હોય જ ને! શું કહો છો? તમે સહમત છો ને? જીવનના હરએક

ક્ષેત્રમાં યા દરેક તબક્કામાં તેનો છૂટથી પ્રવેશ છે. ક્યાંય  તેના પર ટેક્સ અથવા

નાકાબંધી નથી. તેને  જરા ઉગ્ર સ્વરૂપ આપીએ તો ‘કનડગત’ , ‘દાદાગીરી’ના

નામે પ્રચલિત છે. જીવનમાં તે છૂટથી મહાલે છે. રોકટોકથી અજાણ તેનો પ્રતિકાર

કરનારનું નિકંદન કાઢવા શક્તિમાન છે.

જે કાર્યમાં પ્રગતિનો સંભવ નથી એ કાર્ય કરવું કદી ઉચિત નથી, જેવી ઉક્તિમાં

માનનારી આજે આ વિષય પર લખી આમ જનતાની આંખ ખોલવાનો નમ્ર પ્રયાસ

કરી રહી છે.

==================================================

અંગ્રેજીમાં જેને ‘બુલી’ કહે છે. સરળ ભાષામાં  તેને ‘કનડગત’  બાકી ‘દાદાગીરી’  શબ્દ

જૂનો અને જાણિતો છે. જીવનના લગભગ બધા ક્ષેત્રમાં તે વિના સંકોચે દેખા દે છે. પણ

જ્યારે શાળામાં નિર્દોષ બાળકોને હેરાન કરે છે  તેમને પરેશાન કરે છે ! તે ખરેખર અક્ષમ્ય

છે. બાળકો શાળામાં ઉચ્ચ શિક્ષણ માટે અને સારા નાગરિક બનવા જાય છે. આજકાલ

શાળા ભય મુક્ત નથી. હિંસાની પકડ ખૂબ જોરદાર છે.

હજુ તો માંડ દુધની બાટલી છોડી કપ દ્વારા દુધ પીતું થયું હોય તેવું બાળક શાળાના

દફ્તરમાં સંતાડીને ‘ગન’ લઈ જાય. આ તો છેક છેલ્લા તબક્કાની વાત થઈ. એણે ગન

શામાટે સંતાડી?  બે દિવસથી એક છોકરો ધક્કો મારી લાઈનમાં આગળ આવતો. હવે

એ છોકરો બીજા ટીચરનો દીકરો હતો તેથી સાંભળતો નહી.

ગન દ્વારા સંભળાવવાનો પ્રયત્ન. અબુધ બાળક ખબર પણ નહી ગનમાં કારતૂસ છે કે નહી?

ચલાવે છે. બે લાશ ઢળી પડે છે. હવે અબુધ બાલકને શું સજા કરવી? પ્રાથમિક શાળામાં

જબરા બાળકો બીજાને ધક્કો મારી યા પાડીને આગળ જાય એ વાત સમજી શકાય તેવી

છે. બાળકને શિસ્તનું ભાન કરાવવું એ માતા પિતાની યા શિક્ષકની જવાબદારી હોય.

જ્યારે હું  ‘સબસ્ટીટ્યુટ’ તરીકે કામ કરતીહતી ત્યારે બીજા વર્ગના શિક્ષકો આવીને ખાસ

આમુક બાળકો માટે મને વાકેફ કરતાં. મારી રીત અલગ હતી. તોફાની અને અવળચંડા

બાળકોને ‘લાઈન લિડર યા કેપ્ટન ફૉર ધ ડે’ બનાવી દેતી. તેમને ખૂબ સારુ લાગતું. તેઓ

મારી બધી વાત સાંભળતા. તેમને અગત્યતા મળતી એ ખૂબ પસંદ પડતું. સતાવવાની

વાત તો બાજૂએ રહી આખો વખત ‘મીસ પ્રવીણાની’ આજુબાજુ આંટા મારતાં. પ્રિનસિપલ

સુધ્ધાં મોઢામાં આંગળા નાખી દેતાં કે ‘હાઉ ડીડ યુ હેંડલ ધેટ ચાઈલ્ડ ‘.

માનવનો સ્વભાવ છે કે તેમને ઈજ્જત આપો તો તમારા તરફ સદભાવ બતાવશે. અરે,

‘કૂતરાને પણ જો પ્રેમથી રોટલી નહી આપો તો તે ખાધા વગર પાછો વળી જશે.’

================================================

આજે શાળામાં જવાનું મોડું થઈ ગયું હતું. કારણ હતું રસ્તામાં થયેલો અકસ્માત. તે વખતે

સેલ ફોન હતા નહી. તેથી ખબર આપવી પણ મુશ્કેલ હતું. સબસ્ટીટ્યુટ હોઈએ ત્યારે વખત

કરતાં દસ મિનિટ વહેલું પહોંચવું પડે. પણ આજની હાલત એવી હતી કે નિઃસહાય હતી.

ચારેક ગાડી એક્સીડન્ટમાં સલવાઈ હતી. છ તો પોલિસની ગાડીઓ  હતી. એવી રીતે ફસાઈ

હતી કે કોઈ પણ હિસાબે હું લેઈનમાંથી બહાર ન નિકળી શકું.  ખેર અંતે ટ્રાફિક ક્લિયર થયો.

હું શાળામાં પહોંચી ત્યારે લંચ ટાઈમ થઈ ગયો હતો. મારો વર્ગ સહુથી પહેલો લંચ બ્રેકમાં

હતો.

બાલકો કેવી કનડગત કરતાં હોય છે. લંચની લાઈનમાં વારો આવે ત્યારે જવાનું હોય. એક

છોકરો ટિચરનો દીકરો હોવાથી લાઈન તોડીને આગળ ગયો. બીજા બધા મારી સામે જોવા

લાગ્યા. પેલા બાળકને મેં તેની જગ્યાએ જવાનું કહ્યું. ન ગયો. ફરીથી કહ્યું. ન સાંભળ્યું તેની

પાસે જઈને જરા ટપાર્યો તો જોરથી ચિલ્લાયો.

“વાય ડીડ યુ ટચ મી’. હું તો આભી થઈ ગઈ. આ નાના સાત વર્ષના છોકરાની હિમત જોઈને.

ધીરે રહીને બીજા ટીચરને મારો વર્ગ સંભાળવાનું કહી હું એને લઈને પ્રિન્સિપલ પાસે ગઈ.

બસ પેલો તો એક જ રટણ કરતો હતો. ‘ વાય શી ટચ્ડ મી’.

મેં પ્રિન્સિપલને બધી વાત ડીટેઈલમાં કરી. વર્ગના  ચારેક બાલકોને બોલાવી એકલામાં

પ્રિન્સિપાલે વાત પૂછી. બધા પેલા બાળકનો વાંક કાઢતા. બે જણાએ તો તેમને ધક્કો માર્યો

હતો એ પણ કહ્યું.

પ્રિન્સિપાલે તેની મા જે ટિચર હતી તેને બોલાવી વે તે આ બાળકની સ્ટેપ મધર હતી. જે

એના પરાક્રમથી પૂરી વાકેફ હતી.

મને દસ વખત સૉરી કહ્યું. પેલાને આખો દિવસ પ્રિન્સિપાલની ઓફિસમાં બેસવાની સજા

મળી.

આ તો થઈ બાળકોની વાત. જેમ બાલકો મોટા થાય તેમ ‘બુલી’ યા કનડગતની રીત પણ

બદલાતી જાય.

———————————————————-

હવે આવે મોટાઓની વાત. તેમના કારનામા તો ખૂબ ભયંકર પરિણામ લાવે. આજે થઈ

રહેલું, પ્લેન હાઈજેક અને આડેધડ બોંબ ફેંકી નિર્દોષોના જાન લેવાના. આ માનવ સ્વભાવથી

વિપરિત વર્તન શું શોભાસ્પદ છે? બાલપણથી લોકોના મગજને સડાવી, ધર્મને નામ અધર્મના

આચરણ કરાવવા એ કનડગતની અધમ પરિસ્થિતિનું ઉદાહરણ છે. આજે સમસ્ત જગત આ

અસાધ્ય રોગનો શિકાર બન્યું છે.

રોગનું શિકાર બન્યું છે. જેને કારણે બાલક હજુ જાતે જમતાં શીખે તે પહેલાં બંદૂક ઉઠાવી કત્લ કરતાં

શીખે છે. ગાંડપણની પરાકાષ્ઠા આડેધડ  ગોળીબાર કરી શાળા, રેસ્ટોરંટ યા ઓફિસમા જઈ લોકોના

જાન લેવા અને અંતે સ્વનું પણ અસ્તિત્વ મિટાવવું.

વાંચો, વિચારો સુલઝાવવા સહાય કરો !

Advertisements

ક્રિયાઓ

Information

One response

22 03 2014
neetakotecha

આજના બાળકો બહુ જ શાર્પ છે. ઘરમાં બોલાતી બધી જ વાતો તેઓ ધ્યાનથી સાંભળે છે. મારા સગામાં ઘરનાં પિતાને જો પોતાની વાત કોઇ ન માને તો ઘરનાં વાસણ કે પછી હાથ માં જે આવે તે ફેંકવાની આદત હતી .. અને એમનો ગુસ્સો જોઇને ઘરના બધા ચુપ થૈ જતા અને એ જે કહે એ માની લેતા.. હવે થયુ એવુ કે એમની દીકરી ૧૦ વર્ષ ની થઈ એક દિવસ એનુ ધાર્યુ ન થયુ

એણે હાથ માં રાખેલો પાણી નો ગ્લાસ ફેક્યો .. એના પિતા જોતા જ રહ્યા.. પણ મા એ ઉભા થૈને બે તમાચા લગાવ્યા દીકરી એ કહ્યુ કે પપ્પા ફેંકે છે ત્યારે તો તમે એમનૂ માની લ્યો છો .. એમને કાઇ નથી કહેતા.. ત્યા બેઠેલા દાદી એ કહ્યુ હા બેટા મે એ જ ભૂલ કરી હતી કે મે ત્યારે બે તમાચા ન માર્યા..

હમણા મારે બહાર જવાનુ વધારે થાય છે કારણ મારા નણંદ બીમાર છે.. .. કામ કરવા વાળા બહેન ને બાજુ મા થી ચાવી લેવી પડે .. એમના ઘરમાં ૪ વર્ષની દીકરી છે .. એ મને એક દિવસ કહે કે આંટી તમે કેટલુ બહાર રહો છો કે આખો દિવસ કોઇક ને કોઇ ચાવી માંગવા આવે અમારા ઘરે.. આમા કોની ભૂલ સમજવી ? ઘરમાં આ વાત થઈ હશે ત્યારે

એ બચ્ચુ બોલ્યુ ને..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: