સંબંધની સુગંધ

26 03 2014

સબંઘમાં રહેલી સુગંધ જાળવવી એ કળા સહુ કોઈને થોડા વધતા અંશે વરી હોય છે. સંબંધ ધરાવતી વ્યક્તિ એ હાથગાડીના બે પૈડાં જે્વી છે. બંનેનો ધ્યેય એક છે. સાથ નિભાવે છે. જો બેમાંથી એકને તેલ પૂરવાની જરૂર હોય ત્યારે બીજું ધીરજ ધારી તેને સહાનુભૂતિ પૂરી પાડે છે. ધીરજ અને પ્રેમ ના મિશ્રણથી બનેલું તેલ તે પૈડામાં તાજગી ભરે છે.

એમ જિંદગીની ગાડીને હાલકડાલક થાય નહી માટે આ બંને પૈડા વચ્ચે સમતોલન જાળવવુ અંત્યત જરૂરી છે.જો સ્વસ્થતા અને સમજદારીના સમતોલ ભારથી  સમતોલપણું  જાળવી જાણો તો જીદગીને સરળતાથી પાર કરાવે છે. જો તેનું યોગ્ય પ્રમાણ ના જાળવો તો ચાલુ સફરમાં તમને દગો આપી બેસે છે,પછી ભલે માર્ગ  સરળ અને સુખદ લાગતો હોય.

આ સમતુલા  જાળવવા જાગૃતતા કેળવવી પડે છે. બેદરકારી ભર્યું વર્તન તેમાં તિરાડ પાડવા શક્તિમાન છે.  ક્યારે પણ લાગણીઓનો અતિરેક કે પ્રદર્શન ના કરો. નહી તો એની સાચી ગરીમા જાળવી નહી શકો. કારણકે સંબધની શરૂઆતથી એક વાત ખાસ નોંધવી  જરૂરી છે કે ક્યારે, કોણ ક્યાં  અને કેવી રીતે મદદગાર થશે ?  જેમાં સ્વાર્થ કરતા ઓથની ભાવના રહેલી છે.  ધીરે ધીરે સંબધો આગળ વધે છે. ગાઢ બને છે તે સમયે એક બીજાનું મૂલ્યાંકન ઘટે નહી તે જોવું જરૂરી છે. સંબંધનો બંધ બે વ્યક્તિને સાંકળે છે. તેમાં ઉદાસીનતાને લેશ માત્ર અવકાશ નથી.
આ પ્રક્રિયા ઘણી ધીમી અને સહનશીલતાની પરખ કરનારી છે. જ્યારે આ પ્રક્રિયામાંથી પસાર થઇ  વિશ્વાસના પાયા ઉપર સંબંધ અતૂટ રહે એ પ્રતિતિ આપમેળે થઇ જાય છે.  વિશ્વાસ  અણનમ   લાગે છે. લાગણી અતૂટ છે.

સંબંધમાં નિખાલસતા આવશ્યક અંગ છે.  વિશ્વાસનું બંધન જ્યા મજ્બૂત  હોય ત્યાં મનની વાત બેધડક રજૂ કરી શકાય. વિશ્વાસના સિમેન્ટ ઉપર સંબંધની ઈમારત મજબૂત રીતે ટકે છે.  અવિશ્વાસ અને અહંકાર સંબંધમાં ગાબડાં પાડી તેને ધરાશયી કરે છે. અવિશ્વાસને નજીક ફરકવા ન દેવો. ખુલ્લા દિલે ચર્ચા કરી તેને જડમૂળથી નાબૂદ કરવો. અહંકાર તો સર્વ દુઃખોનું મૂળ છે. સંબંધમાં અહંકારને આમંત્રો નહી.

સંબંધના મૂળિયા ખૂબ ઉંડે સુધી પ્રસરે ત્યારે એ મજબૂત છોડ બની પાંગરે છે. દરકાર ભરી માવજત તેને હર્યોભર્યો રાખે છે. પ્રેમની લેવડ દેવડમાં જરા પણ કંજૂસાઈ ન કરવી. યાદ રહે, પ્રેમને પૈસા નથી પડતાં! સંબંધની રાહમાં અનેક ખાડા ટેકરા આવશે. ધીરજ તેનો ઉપાય છે. શંકા કુશંકાના બીજ નજીક ન ફરકે તેની તકેદારી રાખવી. સંબંધ આમ જુઓ તો નાજુક છે. બીજી રીતે જોઈએતો તે લોઢાની સાંકળ જેવા મજબૂત છે.

સંબંધ હમેશા સરખી પ્રકૃતિવાળિ વ્યક્તિ વચ્ચે હોય એ માનવું ભૂલ ભરેલું છે. યા ગરીબ કે તવંગરના સિમાડામાંતે પૂરાતો નથી. એ તો દિલથી દિલ સુધી પહોંચવાનો માર્ગ છે. એ માર્ગ કદાચ નાના મોટા ખટરાગનું  સર્જન  કરે તો તેની સામે આંખ આડા કાન કરવા. તેને બહુ મહત્વ ન આપવું. સંબંધમાં ત્રીજી યા ત્રાહિત વ્યક્તિનું માની કદી ખટરાગ ન કરવો ! જેમ સંબંધ જૂનો તેમ તે ગઢ મજબૂત, છતાં પણ તેની કાળજી આવશ્યક.

સંબંધનો બંધ નાનો, મોટો, મજબૂત યા કોઈ પણ કારણસર હોય તો તે દરેકના અલગ અલગ ધારા ધોરણ હોય. ત્યાં હ્રદયની લાગણી, પ્રેમ અને સંવેદનાનું બેરોમિટર અલગ હોય. પતિ, પત્ની, નોકર, શેઠ કે પછી મિત્ર. દરેકની ગહરાઈ અલગ હોય. છતાં પણ એ બંધ ટકાઉ હોય. નાની પવનની લહેરખી યા વિઘ્નસંતોષીની ચડામણી તે ગઢની કાંકરી ખંખેરવા શક્તિમાન ન બને એ જોવું જરૂરી.

સંબંધને વસંત પણ આવે અને પાનખર યા વરસાદની ઝડી તેને વિખેરે નહી એની કાળજી કરવી. પ્રેમ, સંતોષ અને ખુશનુમા વાતાવરણ તેમાં તાજગી ભરે. સુખ અને દુઃખ બંને સમયે એ બંધ વધુ ને વધુ મજબૂત બને. જો  સંબંધમાં કદી તિરાડ પણ પડે  તો યાદ રાખવું જરૂરી છે કે એ તિરાડ દિલમાં ન પડે. ભલુ થાય તો સંબંધ પાછા જીવીત થઈ નવપલ્લવીત બને તેવી આશા કદી ન ત્યજવી!

સંબંધ કોઈ પણ બે વ્યક્તિનો હોઈ શકે, પતિ પત્ની,મા દીકરી, બાપ બેટો કે સાસુ વહુ યા બે મિત્ર. તેને સ્નેહનું સિંચન થાય તે આવશ્યક છે.

સંબંધનો બંધ બાંધવો વિચારીને

તેનો લહાવો માણવો મન ભરીને

તેને નિભાવવો ખૂબ સાચવીને

સ્વાદ વાગોળવો  પ્રસાદ માનીને

ચાલો ત્યારે સંબંધની સુગંધ માણીએ. સદા નિભાવીએ !

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

28 03 2014
સંબંધની સુગંધ- | વિજયનું ચિંતન જગત-

[…] સંબંધની સુગંધ-પ્રવીણાબેન કડકિયા […]

28 03 2014
Smita

Very nice, Pravina

30 03 2014
dee35

તદ્દન સાચી વાત છે. સબંધ બાંધ્યા પછી તેમાં તીરાડ ન પડવી જોઇએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: