ગરજો, વરસો અને ઢંઢેરો પીટાવો

29 03 2014

આ ત્રણેય વિશેષણ ‘વાદળ’ને લાગુ પડે છે. ગાજ્યા મેઘ વરસે નહી. વરસે

તો હેલીમાં નહવાની મઝા  આવે. બારે મેઘ ખાંગા થાય ત્યારે અટકવાનું

નામ ન લે! તારાજી પણ સર્જે. ઢંઢેરો પીટે નહી. વાદળાં ઘેરાય અને વરસીને

વિખરાઈ જાય.

નારી આવી સરળ નથી. તેની હર અદા અને ચાલ નિરાળી છે. તમે સંમત છો?

શું લાગે છે? આજના જમાનાની રીત! કશું જ કામ બોલ્યા વગર નહી કરવાનું !

‘આ કામ મેં કર્યું’ ! ‘આ કામ તો આમ જ થાય’! ‘આમ તે કાંઈ થતું હશે’? ‘અરે આ

તમે  જોયું પણ નહી? અરે આને પુરસ્કાર પેલી સંસ્થાએ આપ્યું. મારે જે કહેવું છે

તે કહીશ!  ‘આ તો થઈ સાવ સામાન્ય વાત. રોજબરોજના વપરાશમાં આવા

વાક્યો સાંભળવા આપણા આ બે કાન ટેવાયેલાં છે.

કદી સૂરજને કહેતાં સાંભળ્યો છે ? ‘હું આજે ઉગ્યો, પ્રકાશ આપીશ. અરે અંધકારને

મારી ભગાડીશ’. ચૂપચાપ પોતાનું કાર્ય કરે છે. જેમને તેની કદર છે તેઓ મનોમન

કે બે હાથ જોડી પ્રણામ કર સૂરજની મહત્વતાનો સ્વિકાર ખુલ્લા દીલે કરે છે. તે નથી

જોતો સ્થળ કે સમય, જંગલ કે વેરાન બસ બધે એક સરખો પ્રકાશ આપે છે.

નારીનું સ્થાન ક્યાં નથી? તેની મહત્વતા અને ગુણવત્તાની ગાથા સઘળે સ્થળે ખુલ્લે

આમ જણાય છે. “નારી વગર દુનિયાની કલ્પના અસંભવ છે,”

કરૂણતા ત્યારે સ્પષ્ટ જણાય છે જ્યારે નારી ઉઠીને પોતાની મહત્તાના ગાણા ગાય છે.

નારી તું સર્વત્ર પૂજનિય છે. આજે જ્યાંને ત્યાં નજર પડશે, નારી પુરૂષ સમોવડી છે.’

સનાતન સત્ય સ્વિકારવું રહ્યું નારી- નારી છે, પુરુષ- પુરૂષ છે.

નારી તારી માતા બનવાની શક્તિ અણમોલ છે. તું જે છે તેમાં બે મત નથી ! પ્રેમ અને

વાત્સલ્ય નારીના ઉપનામ છે. કરૂણા સભર તેને ઈશ્વરે નિરાંતે ઘડી છે.

તમે કહેશો ૨૧મી સદીમાં ‘જાતિ ‘બદલી શકાય છે. એ કુદરત સાથે માનવીના ચેડાં છે!

તમે જે છો, તે છો ! આ તો અધૂરા ઘડા છલકાયની જેમ બસ આખો વખત “ગરજવાનું’

વરસવાનું અને  ઢંઢેરો પીટવાનો “.

‘અરે, બહેન શાંતિ રાખો તમારા ઈલાકામાં કોઈની તાકાત નથી પગ પસેરો કરી શકે’. નારી

તું શક્તિમાન છે. તારી શક્તિ હમેશા તું સદમાર્ગે વાપરી જાણે છે. જે ગરજે છે. વરસે છે અને

ઢંઢેરો પીટે છે તે પોતાની અશક્તિનું ખુલ્લે આમ લિલામ યા પ્રદર્શન કરે છે.

નારી પોતાની જવાબદારી સંપૂર્ણ પણે નિભાવી જાણે છે. એ કોઈએ એને માથે ઠોકી બેસાડી

નથી ! તેને એ પોતાનું કર્તવ્ય સમજે છે. જેમ ભરેલાં પેટ વાળા નવજાત શીશુને તમે દૂધ

પીવાની જબરદસ્તી ન કરી શકો, તેમ નારી કોઈપણ વસ્તુ દબાણથી નહી તેના નારી સહજ

કોમળ અને સહ્રદયી સ્વભાવથી કરે છે. જ્યારે બાળક ભૂખ્યું હશે ત્યારે માતાના ખોળામાં રહી

તેનું સ્તન શોધી આપોઆપ ચપ ચપ દૂધ પીશે ! કોઈ પણ સ્ત્રી બાળકનો ઉછેર પ્રેમ પૂર્વક

અને કાળજીથી કરે, કોઈના કહેવાથી નહી. પોતાનું લોહી છે તેથી મમતા સભર કરે.

ના, પણ આજે બસ બધી વાતનો  ઢંઢેરો  પીટવાનો. મૌનની શક્તિ જાણે લુપ્ત થઈ ગઈ

જણાય છે.

રહિમન હીરા કબ કહે લાખ ટકા મેરા મોલ’

નારી તું કુદરતની કરામત છે. તારી ગાથા સદીઓ પુરાણી છે. કદી સીતાને બણગાં મારતી

સાંભળી? જીજાબાઈએ શિવાજીને સંસ્કાર આપ્યા ક્યાંય ઢંઢેરો  પિટ્યો? ગાંધીજીના માતાએ

દીકરાના સંસ્કાર દ્વારા અમરતા પ્રાપ્ત કરી.

આજની નારી તું ક્યાં નથી પહોંચી? તારી મહાનતા અને પ્રગતિ સઘળી દિશાઓમાં વ્યાપક

છે. જીંદગીના હરક્ષેત્રને નારીએ મહેનત અને ઈમાનદારી પૂર્વક સોહાવ્યું છે. તારી પાસે શું

નથી? બસ તારે વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક જીવન જીવવાનું છે. તારી જાતને કોઈની પણ સાથે

સરખાવાની જરૂર નથી.

જગતમાં નારી તું સત્યનો પુંજ છે

તારે પ્રતાપે ધર્મનો ગઢ અતૂટ છે.

ગરજવાની, વરસવાની કે ઢંઢેરો પીટવાની કોઈ જરૂર નથી. વીરાંગનાઓને દાખલા તરીકે

નજર સમક્ષ રાખ.  તું જે પણ કરે તેમાં શંકાને સ્થાન નથી. તારા અંતરનો સાદ સાંભળ. તે

તને યોગ્ય માર્ગદર્શન આપશે. જ્ઞાનનો દીપ જલાવ.

નારી તું નારાયણી કોઈના કીધે નહી, તારા સ્વના સાદે. પ્યારના પંથે.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

29 03 2014
dipakvaghela

ખૂબ સરસ લખ્યું છે નારી માટે હું તો કહું છું આવો હવે તો સોમવારથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે તેમાં સ્ત્રી ને માન આપવાનું શરૂ કરીયે અને માન ભરી દ્રષ્ટિ કેળવાનો પ્રયત્ન કરીયે કેમ કે પ્રયત્ન થી તો ચોક્કસ સફળ થવાશે…. ખૂબ સરસ……..

29 03 2014
29 03 2014
vijayshah

saras lekh. maza aavI gai

31 03 2014
chandravadan

નારી તું નારાયણી કોઈના કીધે નહી, તારા સ્વના સાદે. પ્યારના પંથે.
Saras Post !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
New Post @ Chandrapukar.
Hope to see you !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: