પ્રેમની પરિભાષા

3 04 2014

વગર પૂછે થાય તે  પ્રેમ

કહીને ન કદી થાય પ્રેમ

 

શાને ગાણું  ગાવ  પ્રેમનું

હળવે માણું સંગિત પ્રેમનું

 

સિમાડા ક્યાં જાણે  પ્રેમ

નીલ ગગનના પંખી પ્રેમ

 

સુવાસ ફેલાય પહેલાં પ્રેમની

બકવાસ ઠાલી વાતો પ્રેમની

 

વૃથા  વાણી પ્રદર્શન  પ્રેમનું

દિલમાં ચિરાગ સદા પ્રેમનો

 

પાવક જ્વાળા જુઓ પ્રેમની

શિતળતા અંગે માણો પ્રેમની

 

માપ તોલ  નહોય  પ્રેમના

અણમોલ છે કિંમત પ્રેમની

 

વર્ષા તાપથી અલિપ્ત પ્રેમ

સદા જણાય વસંતી  પ્રેમ

 

ઝરણાં જેવો પાવન પ્રેમ

નીર  જેવો  નિર્મળ  પ્રેમ

 

જીવનમાં જે પામ્યા  પ્રેમ

જીવતર  સાર્થક કરે   પ્રેમ

 

અનુભૂતિ મૌન અર્પે પ્રેમે

દસ્તક વિધાતા કરે  પ્રેમે

 

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

3 04 2014
Bhavana S. Patel

This was really great!!!

Premni Paribhasha

Bhavana

3 04 2014
chandravadan

અનુભૂતિ મૌન આર્પે પ્રેમે

દસ્તક વિધાતા કરે પ્રેમે
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
હ્રદયમાંથી વહે તે જ પ્રેમ,

મનડું પણ જેને સ્વીકારે તે જ પ્રેમ !

હ્રદય મન જ્યાં એક તે જ ખરો પ્રેમ,

જેમાં આત્મા રાજી તે જ આખરે ખરો પ્રેમ !

……ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
Hope to see you soon for the NEW POST on Dahej !

3 04 2014
dipakvaghela

Khub Saras Lakhyu che man thay che ke vare vare vanchu aapani aa vaat…….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: