રેઈનકૉટ

5 04 2014

‘વર્ષા વરસે રિમઝિમ રિમઝિમ

મૌસમ નો સુણી લે તું સાદ’

આવી સુંદર ઋતુ હોય અને રેઈનકોટ પહેર્યો હોય તો કેવી મઝા આવે? નાનપણમાં

રેઈનકોટ પહેરી પાણીના ખાબોચિયામાં છબછબિયા કરવાની એ મઝા યાદ આવે

ત્યારે ફરી એકવાર નાના થવાનું મન થઈ જાય?

રેઈનકોટનું કામ કેટલું સુંદર હતું. વર્ષાની રિમઝિમ માણવાની અને પલળવાનું

નહી! આજે તો એ વિચાર પણ આહલાદક લાગે છે. હવે તો છત્રી આવી ગઈ.

ત્યારે પણ છત્રી હતી પણ રેઈનકોટ બાળપણમાં વધારે સુરક્ષિત જણાતો.

આજે જે વાત કરવી છે તે રેઈનકૉટની છે પણ વરસાદથી બચવા નહી, જીવનમાં

આવતા નાના મોટા અવરોધોથી બચવા. મુશ્કેલ સમયમાં જો સંરક્ષણ માટે આ

પ્રથા અપનાવીશું તો મુશ્કેલી આસાનીથી પાર થઈ જશે.આનંદનો અવસર હશે તો

ખુશી પર અંકુ્શ લદાશે!

આપણે ટ્રેઈનમાં પ્રવાસ કરી રહ્યા છીએ. ટિકિટ પણ આપણે લીધી હતી. વગર ટિકિટે

પ્રવાસ કરીએ તેવા આપણે બેદરકાર નાગરિક નથી! હવે ટ્રેઈનમાં ટી.સી. ટિકિટ ચેક

કરવા આવે.

ખિસાં ખંખોળ્યા, પાકિટમાં બે વાર તપાસ્યું ટિકિટ નો કોઈ પત્તો નથી. ટી.સી. સાથે

દલીલબાજી કરી તમાશો કરવો તેનાં કરતાં પૈસા આપી દેવા. ઈજ્જત સાચવવાનો

‘રેઈનકોટ’ પહેરી લેવો. પૈસા આપ્યા પછી તમને યાદ આવશે કે ટિકિટ કદાચ ઘરે

ભૂલી ગયા હતાં અથવા કુલીને પૈસા આપતાં પાકિટમાંથી પડી ગઈ. અડધી

રાત થઈ ગઈ હતી , ઘરે પત્નીને સેલ ઉપર ફૉન કરી પરેશાન નહોતી કરવી!

સવારે ફૉન કર્યો, હલો કહો તે પહેલાં રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો,’સ્વામિજી

‘ તમે ડાઈનિંગ ટેબલ પર ટિકિટ ભૂલી ગયા છો’. બોલો શું જવાબ છે? સારું થયું ને

લમણાઝીક વગર પૈસા આપી દીધાં હતા.

જીવનનું બીજું નામ છે, મુસિબત. કમાલ તો ત્યાં છે દર વખતે નવી મુસિબતનો

સામનો કરવાનો હોય છે. મુસિબત આવે ત્યારે કોઈ એંધાણી હોતી નથી. બસ એ તો

વણનોતર્યા મહેમાનની જેમ આવીને અડ્ડો જમાવે. જીવનમાં પડતી મુશકેલીઓ અને

ઝંઝાવાતોથી છૂટકારો મેળવવાનો સીધો સાદો ઉપાય છે. વિના સંકોચે ‘રેઈનકોટ’

પહેરી લેવો.

મારી નાની દિકરી પરણીને સાસરે ગઈ. ‘સાસુમા’ સાથે તડફડ કરી બેનબા ઘરે પધાર્યા.

પાઠ ભણાવવો હતો. મોટી વહુને કહ્યું ‘બેટા તું મારી સામે અસભ્ય વર્તન કર’.

મારી કહ્યાગરી અને શાણી વહુ,’પણ મમ્મી!

‘અરે, દિકરા આ તારી નાની નણંદબાને સુધારવા ખાતર.’

મારી મોટી વહુએ સરસ નાટક ભજવ્યું’. ભાભી તમારી હિમત કેવી રીતે કે તમે મમ્મીની આમન્યા

ન જાળવો. પપ્પાના ગયા પછી અને હતાં ત્યારે મમ્મીએ અમને કેવા સંસ્કાર આપ્યા છે તે તમને

ક્યાંથી ખબર હોય?’

તો પછી તમે અંહી શું કરો છો? તમારી જેમ સાસુ છે તેમ આ પણ મારી સાસુ છે સમજ્યા?

મારી નાની દિકરીની આંખ ખુલી; પતિ ઘરે જઈ સાસુમાની માફી માગી પગે પડી. આ છે

સમસ્યાનો ‘રેઈનકોટ’.

રેઈનકોટ જેમ સમસ્યામાં કામ આવે છે તેમ આનંદના અતિરેકમાં પણ અત્યંત ઉપયોગી છે.

દિકરો ડૉક્ટર થયો ને મમ્મી પપ્પા હર્ષમાં પાગલ થયા. અરે, ભાઈ તમે પહેલાં નથી જેનો

દીકરો ડૉક્ટર થયો. સંયમ રાખો. દિકરાને બે શબ્દ શિખામણના આપો. સેવા ભાવના જીવનમાં

અપનાવે. માત્ર પૈસા ખાતર ડૉક્ટર નહોતો બનાવ્યો? આ સંયમ નો ‘રેઈનકૉટ’.

રેઈનકૉટ એ જીવનનું અવિભાજ્ય અંગ છે. બાકી સમઝુ કો ઈશારા કાફી.

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

5 04 2014
chandravadan

રેઈનકૉટ એ જીવનનું અવિભાજ્ય અંગ છે
This explained with the examples in LIFE.
Nice Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see @ Chandrapukar !
Your Comment appreciated !

5 04 2014
pravinshastri

રૅઇનકોટના આવરણ હેઠળ જીવનમાં કેટલા બધા વ્યાવહારિક કોમ્પ્રોમાઈઝ કરવા પડતા હોય છે!

6 04 2014
neetakotecha

wahhhhhhhh khub saras vat..pan samajtu koi nathi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: