આદત

7 04 2014

 

“લખવાની આદતથી મજબૂર છું.”

આદત સારી પણ હોય અને બૂરી પણા ? કોને સારી કહેવી અને કોને બૂરી એ વ્યક્તિની વ્યક્તિગત વાત છે. જે મને સારું લાગે તે બીજાને ન પણ લાગે ! તેમાં જરાય નિ્રાશ ન થવું. મને દરરોજ બે માઈલ ચાલવાની આદત. જ્યારે મારી ખાસ બહેનપણીને સવારે મોડા ઉઠવાની આદત. પસંદ અપની અપની ખયાલ અપના અપના જેવી વાત છે.

હા, જો હું ‘ધુમ્રપાનની મનાઈ’ હોય ત્યાં સિગરેટ ફુંકું તો એ ખરાબ આદત છે.  દારૂ ઢીંચીને બેફામ બનું તો એ સારી આદત ન કહેવાય. કોઈ ‘સૂરદાસને’ જોંઉ અને તેનો હાથ પકડી રસ્તો ઑળંગવામાં મદદ કરું તો એ બૂરી આદત ન કહેવાય? દરેક આદત પરિસ્થિતિ અને સંજોગો અનુસાર સારી યા નરસી લાગે છે. તેથી કઈ સારી અને’કઈ અવળચંડી તેનું  વર્ગીકરણ   થોડું મુશ્કેલ છે.

બાકી સારી તે સારી અને બૂરી તે બૂરી એવી ઘણી આદતોમાં બે મત નથી. બે જણાં વાત કરતાં હોય અને ત્રીજો દર વખતે ટપકી પડે તે કોઈ પણ સંજોગોમાં સારી આદત નથી. તે સમયે કોઈ એવી ખબર મળે ને વચ્ચે કહેવું પડૅ તે અયોગ્ય પણ નથી.

હમેશા સાંભળવા મળે છે મને ચહા પીવાની ખરાબ આદત છે. ભાઈ, ચહામાં એવું તો શું ખરાબ છે? હા, મને ચહા પીવાનો શોખ  છે. હા, દિવસની આઠથી દસ કપ પીતા હો તો તે બૂરી આદત છે! ઠંડા પ્રદેશમાં રહેતાં હો અને દારૂ કે બ્રાન્ડી પીવાની ટેવ પાડો એના કરતાં ગરમા ગરમ ચહા, કૉફી કે ઉકાળો પીવો બૂરી આદત નથી.

વાતવાતમાં પોતાની મહત્વતા બતાવી સામેવાળી વ્યક્તિનું  સન્માન ન સાચવવું એ બૂરી આદત જરૂર છે. કદાચ તે વ્યક્તિને બણગાં ફુંકવાની  યા વાતનું વતેસર કરવાની આદત હોય તો ‘હોંકારો’ ન આપવો. તેની મેળે વાત બંધ  કરી દેશે. દરેક સમસ્યાનો હલ છે. એવી કોઈ સમસ્યા નથી જે કુનેહ પૂર્વક ન સંભાળી શકાય.

બાર  ગાઉએ બોલી બદલાય એમ દરેક વ્યક્તિની વાત કરવાની રીત અલગ હોઈ શકે. તેનો અવળો અર્થ ન કાઢી શકાય કે એ તેની બૂરી આદત છે. જો મિત્ર હોય તો સમજાય ખરું. હવે સૂરતી મોઢું ખોલે ત્યારે ગાળ નિકળે, હા તે આદત સુધારી શક્ય છે. માત્ર પ્રયત્ન કરવાનો આગ્રહ સેવવો. તમે નહી માનો ઘણાંને જુઠું બોલવાની ટેવ હોય છે. હમેશા સ્વાર્થ સાધવો હોય ત્યારે તો ખાસ. આ આદત કેળવેલી હોય છે. ત્યારે ભૂલી જવાય છે કે જુઠ્ઠું બોલીએ ત્યારે ઘણું યાદ રાખવું પડતું હોય છે. બાકી સાચું કહીએ તો દરેક વખતે એ જ કહેવાનું હોય. મારી એક મિત્ર આપણે ઘરે ગમે ત્યારે ટપકી પડે. મોટે ભાગે કારણ વગર બહાર જવાની આદત  નથી. ઘરની પ્રવૃત્તિઓમાં ખૂબ સરસ રીતે સમય પસાર થાય છે. કોઈક્વાર જ્યાર હું કહું શું કરે છે,’ મારે બહાર જવું છે’. એને ખબર પડી જાય કે મેં કદાચ આવવા માટે ફોન કર્યો હશે! બીજું વાક્ય એય, તારા માટે મને ગમ્મ્યું હતું એટલે કંઈક લાવી છું. ઓહ, એમ વાત છે હું અડધા કલાકમાં આવી. ખરું પૂછો તો અમુક બૂરી અથવા સારી આદત જાણવા છતાં આંખમિંચામણા કરવામાં માલ છે.

આદતની વાત નિકળી છે એટલે કહ્યા વગર ન રહી શકાય. બાકી આદત દરેક વ્યક્તિની અલગ. સારી યા ખોટી આદતનું વર્ગીકરણ પણ કઠિન છે. બસ આપણે જેને ચાહતા હોઈએ તેની આદત ગમે યા ન ગમે કોઠે પડી જાય છે. જેમની સાથે વ્યાવહારિક સંબંધો હોય છે તેમની આદત ને બહુ અગત્યતા આપતા નથી ખાનગીમા કહું તો ‘આંખ આડા કાન કરી લઈએ છીએ’. અજાણ્યા સાથે તો નહાવા નિચોવાનો સંબંધ ન હોય તેની પરવા ન કરવી.

આદત અને ઉમર બંનેનો ગાઢ રિશ્તો છે. એ રિશ્તો ટકી રહે તેના માટે પ્રયત્નો જારી રાખવા. જીંદગાની ફુલની ફોરમથી ઉભરાશે જો સમય સાથે આદત બદલતા રહીએ તો? બાકી જો પાછલી જીંદગીમાં પરેશાન થવું હોય તો જુવાનીની આદતો ચાલુ રાખશો? સ્થળ અને સમય પ્રમાણે આદત પડખું ફેરવે તેમાં જીવન શાંતિ ભણી કૂચ કરશે. હવે, નામ પાડવાનો શો અર્થ. માત્ર દાખલા ખાતર એક નાની સૂની આદત વિશે જણાવીશ. જુવાનીમાં સવારના પહોરમાં કેસેટ વગાડવાની આદત હોય એ બુઢાપામાં નચાલે! ઘરમાં વહુ હોય. તેમના નાના બાળકો હોય, કોઈને પસંદ આવે યા ન આવે. તેને બદલે ‘ગીતા’ લઈને વાંચવા બેસી જવું. એ સુંદર આદત . પછી નિરાંતે અનુકૂળ સમયે આપણાં ગીતો યા ભજનો સાંભળવા.

આદત ઉપર તો એક નવલકથા લખી શકાય. ચાલો ત્યારે થોડામાં ઘણું સમજી શકો એવા મિત્રોનો વધારે સમય નહી લંઉ.

 

 

 

 

 


ક્રિયાઓ

Information

3 responses

7 04 2014
chandravadan

આદત ઉપર તો એક નવલકથા લખી શકાય. ચાલો ત્યારે થોડામાં ઘણું સમજી શકો એવા મિત્રોનો વધારે સમય નહી લંઉ………………
ADAT meaning HABIT.
Good or Bad.
When a Person likes “something” that “liking” eventually becomes one’s “habit”.
If you define Habit as “Good or Bad” one must be careful.
Certain situations are easy to define. Smoking is bad to the Health. If one has such a habit..it is AWAYS Bad.
If you talk with “anger & with bad words” it is ALWAYS Bad.
But….take the habit of PRAYERS daily…..it is ALWAYS Good !
Now..taking the example you had given…. જુવાનીમાં સવારના પહોરમાં કેસેટ વગાડવાની આદત હોય એ બુઢાપામાં નચાલે!
In this case, the Prayers to God can continue in the Mind & then when all are awake one can listen to the Bhajans in low tone.
Thus a Good Habit of Prayers is NOT abandoned but changed to “adjust” to the changed Family Environment.
I just got carried away…Sorry for a lenghty Comment !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you for the Post on 75th Birthday !

7 04 2014
pravina Avinash

your comment is always welcome. This one is really nice with examples. Thanks a lot. Dr, Saheb.

8 04 2014
Raksha

Very good analysis for GOOD & BAD HABITS!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: