કેવી કરૂણતા!

15 04 2014

કેન્સર સ્પેશ્યાલિસ્ટ થયા પછી કેયુર જ્યારે કવિતાને પરણ્યો ત્યારે ખૂબ ખુશ હતો.

કવિતા તેની શાળાના વખતની મિત્ર હતી. કૉલેજ કાળ દરમ્યાન પ્રેમમાં પાગલ

થયાં.

‘કવિતા, જો મને પરણવાની ઈચ્છા રાખતી હોય તો રાહ જોવી પડશે.  જીવનમાં

જે સ્વપના જોયા છે તે એક પછી એક સાકાર કરવાનો ઈરાદો છે.  તું મારા સ્વપનોની

રાણી, તેને રીઝવવા પૈસા જોઈએ. પૈસા ભણતરથી આવે! ખરી વાત ને?’

‘ઓ મારા સ્વપનોના રાજકુમાર તારે માટે હું રાહ જોવા તૈયાર છું.’ અંતે એ દિવસ

આવ્યો. રંગે ચંગે બન્ને પરણ્યા.

કવિતાએ પણ માસ્ટર્સ કર્યું અને પછી સી.એ. થઈ.  સુંદર સંસાર હતો. બંને બાજુના

માતા પિતા બાલકોની પ્રગતિથી ખુબ ખુશ હતાં. કેયુરને અમેરિકા આવવાની ઘણી

તક મળી, તે તો ધુણી ધખાવીને બેઠો હતો. ‘મારા દેશમાં કામ કરીશ. ખોટો ધંધો

નહી કરું અને સામાન્ય યા ગરીબ લોકોની સહાય કરીશ. ‘

એક દવાખાનું  એણે ગિરગામ પર સરકારી તબેલા પાસે ખોલ્યું હતું. ત્યાં અઠવાડિયામા

બે વાર જતો. વગર પૈસે ઈલાજ કરતો અને દવા આપતો. તેને ખબર હતી ‘કેન્સર’ના

દર્દી તો પરેશાન થાય પણ ઘરવાળાંની હાલત પણ કેવી હોય.

કવિતા, કેયુરના વલણથી ખૂબ ખુશ રહેતી. સંસ્કારી માતા પિતાની દીકરી પતિને બધી

રીતે સહકાર આપતી. કેયુરના માતા પિતાને આદર કરતી. જ્યારે તેને સિમંત રહ્યું

ત્યારે ,’ મમ્મી બધું મોટે ઘેર કરવાનું.’ એમ બોલી ત્યારે કેયુરની માની આંખમાં હર્ષના

બે બિંદુ આવી ને અટક્યા. તેમણે એ અણમોલ મોતી ઝીલી લીધાં . નીચે પડવા ન દીધા.

આજે તો તેની દીકરી દસની  અને દીકરો ૯ નો થયો.

જરાક નરમ તબિયત હોવાથી ડૉક્ટર પાસે ફિઝિકલ ચેક અપ’ કરાવવાની એપોંઈટમેંટ

લીધી. ગાયનેકૉલોજીસ્ટ્ને તપાસમાં કંઈક જરા સંદેહ પડ્યો. તેણે કલ્ચર ટેસ્ટ માટે

મોકલાવ્યું. કુદરતનો કરિષ્મા જુઓ, કેન્સર સ્પેશ્યાલિસ્ટની પત્નીને કેન્સર છે એવું

જાણવા મળ્યું.

કેયુરે તેની સારવાર ચાલુ કરી દીધી. શરૂઆતમાં સારો પ્રતિભાવ મળ્યો. લાગ્યું કે

કેન્સર જડમૂળથી દૂર થઈ જશે. ઘરના સહુનો સહકાર હતો. પ્રેમ સભર વાતાવરણ

હતું.

માણસ કાંઇ વિચારે પણ કુદરતના લેખમાં શું છે તે પામી ન શકે. કવિતાની તબિયત

અચાનક લથડી. કેન્સર ખૂબ પ્રસરી ગયું હતું. કેયુરે હિમત ન હારી. આખરે કવિતા તેનો

પ્રાણ હતી. અંતે કેન્સર સ્પેશ્યાલિસ્ટ્ની પત્ની કેન્સરમાં ————————-

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

15 04 2014
neetakotecha

aaj thay che…. canser sp.. dr ne pan canser hoy che e joyu che.. khabar nahi aa rog senathi thay che.. ane shu kam thay che ane aanathi bachay kevi rite.. ??

16 04 2014
Rekha patel

Oh touchy
જે સ્વપના જોયા છે તે એક પછી એક સાકાર કરવાનો ઈરાદો છે…

16 04 2014
chandravadan

માણસ કાંઇ વિચારે પણ કુદરતના લેખમાં શું છે તે પામી ન શકે. કવિતાની તબિયત

અચાનક લથડી. કેન્સર ખૂબ પ્રસરી ગયું હતું. કેયુરે હિમત ન હારી. આખરે કવિતા તેનો

પ્રાણ હતી. અંતે કેન્સર સ્પેશ્યાલિસ્ટ્ની પત્ની કેન્સરમાં
The FUTURE is ALWAYS UNKNOWN.
That is the LIFE.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: