નસીબ ********* અક્કલ

20 04 2014

અક્કલ અને નસીબ બંને વચ્ચે વાકયુદ્ધ ચાલતું હતું.
હું ખૂણામાં ઉભી ઉભી તેનો આનંદ માણી રહી હતી.
ઘણી વખત તે વાદ વિવાદમાં ઉલઝ્યા વગર સાક્ષીભાવે નિહાળવામા આનંદ આવે!
**********************************************************
નસીબઃ ‘જો મારે આડેથી પાંદડું હટી જાય તો તને કોન પૂછે ?
અક્કલઃ ‘એ પાંદડું હું, હટાવું તો હટે ને? હા, હા, હા, હા.’
નસીબઃ માથે હાથ દઈ બેસવાથી કાંઈ નહી મળે? જો હું પાવરધું હોઈશ તો કોઈ તેને છિનવી નહી શકે!
અક્કલઃ અરે, તું ગમે તેટલું પાવરધું કેમ ન હોય! જો હું છાંટો ભર પણ ન હોંઉ તો તારી ટકી શકવાની
મજાલ ક્યાં છે?
નસીબઃ તને ખબર છે, ધરતી પર અવતરણ થાય ત્યારથી હું સંગે હોંઉ છું.
અક્કલઃ અહં, મને પામવા અથાગ પ્રયત્ન કરવો પડે છે! આવડત હોય તો મને પમાય!
નસીબઃ તું ભલેને જોર મારે, મારા વગર તારું કાંઈ ઉપજવાનું નથી !
અક્કલઃ અરે, તું પાવર્ધું હોય તેથી શું? મારા વગર તારી ટકવાની તાકાત નથી!
નસીબઃ ‘ બે ડગલાં આગળ નું આગળ?’
અક્કલઃ મને, વાપરશો તો આ શબ્દો બોલવા નહી પડે’!
નસીબઃ ‘સારું કે નરસું’ નિર્ણય કોઈ બીજાનો! (કિરતારનો યા કર્મનો)
અક્કલઃ ઉધાર ન મળે!’ બજારમાં, હાટમાં કે મૉલમાં!
નસીબઃ હવે મને દોષ દેવાથી શું ફાયદો?’
અક્કલઃ મારો સદઉપયોગ ” પરિણામ ધાર્યું લાવે!’
નસીબઃ ‘મારું નસીબ ન હતું કહીને લમણે હાથ મૂકવો! ( શું પામશો?)
અક્કલઃ ‘અક્કલ હતી તો પથ્થર ફોડીને પાણી કાઢ્યું !’ ( જોઈ મારી કરામત!)
નસીબઃ મારી બલિહારી, જુઓ છન્નં છન્ના!
અક્કલઃ જુઓ, ‘હું બડી કે ભેંસ’!

નસીીબઃ જ્યારે “હું” યારી આપીશ ત્યારે મારી બલિહારી અનુભવીશ.

અક્કલઃ  જ્યારે મને વાપરીશ ત્યારે મારી મહત્વતાનું ભાન થશે!
“નસીબ અને અક્કલ સલાહ સંપથી એકબીજાનાં પૂરક બને તો સફળતાં કદમ ચૂમે.”

નથી નસીબ પાવરધું કે નથી અક્કલ એકલી કામની!

સહુથી બલવાન છે માણસના દિલની સચ્ચાઈ.

દિલની સફાઈ અને દિલની ભાવના.

****************************

ખરું પૂછો તો ‘પહેલાં ઈંડુ કે પહેલાં મરઘી’

જેવી વાત છે.

બંનેનો સહયોગ જરૂરી છે!

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

21 04 2014
neetakotecha

મારુ એવુ માનવુ છે કે અક્કલ કંઇ કામ નથી લાગતી કારણકે નસીબ વાળાઓ ને ત્યાં મે અક્કલ વાળા ઓ ને કામ કરતા જોયા છે..

21 04 2014
chandravadan

“નસીબ અને અક્કલ સલાહ સંપથી એકબીજાનાં પૂરક બને તો સફળતાં કદમ ચૂમે.”
UNITED they both are STRONG…& so are ALL STRONGER in UNITY.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

29 04 2014
Nitin Vyas

અક્કલ અને નસીબ બંને વચ્ચે વાકયુદ્ધ ચાલતું હતું.
હું ખૂણામાં ઉભી ઉભી તેનો આનંદ માણી રહી હતી.
ઘણી વખત તે વાદ વિવાદમાં ઉલઝ્યા વગર સાક્ષીભાવે
નિહાળવામા આનંદ આવે!\

Very intresting, thanks for sharing
Regards,

નિતિન વ્યાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: