આંખની કમાલ

24 04 2014
eyeseyes

eyes

ભગવાન શું ચમત્કારિક છે.  તેની લીલાનો પાર પામવો મુશ્કેલ છે. પ્યાર, કરૂણા, લાગણી,

ગુસ્સો, તિરસ્કાર, સદભાવના, હેત, ધિક્કાર એક શબ્દ ઓલ્યા વગર પણ બતાવી શકે એવી

આ આંખ તેની ક્યાં કરીએ વાત!  ઈર્ષ્યા, અહંકાર આડંબર અને ઘૃણા જેવી વૃત્તિઓ પણ

આ આંખ પલક ઝુકાવ્યા વગર આસીનીથી બતાવી જાય છે. આ પાર્થિવ શરીર પર બે

આંખ, બે કાન, બે હાથ, બે પગ અને બે સુંઘવા માટે નસકોરાં આપ્યા છે. ચાવવા માટે

એક મ્હો અને તેને કચરવા માટે દાંત  ૩૨ આપ્યા છે.  બોલવા માટે અને સુરીલો સ્વર

નિકળવા મુખડું એક જ છે! કેમ સાચું છે ને? તો આપો તાળી. અરે, તાળી પાડવા માટે

પણ બે હાથની જરૂર પડે છે. ચપટી ભલે એક હાથે વાગે પણ પેલી કલામય આંગળીઓ

તો બે હોય ને?

કેવી અદભૂત છે. આંખો બે પણ એક વસ્તુને સરખી નિહાળે. હવે એક આંખ રડતી હોય અને

એક હસી શકે?  એક આંખ ગુસ્સામાં અને બીજી વહાલની વર્ષા કરે કદી સંભવ છે? તેવી રીતે

એક પગ આગળ જાય અને બીજો પાછળ તો જ્યાં હોઈએ ત્યાંના ત્યાં જ રહેવાના!

આંખની કળા અને સુંદરતા ત્યાં સમાયેલાં છે. બંને એકમેકના સહયોગથી કામ કરે છે . કોઈ

પણ જાતના ભેદભાવ કે વેરા આંતરા વગર. હા, કદાચ ઉમર થાય ત્યારે એક આંખ બીજી આંખ

કરતાં નબળી બને. જે આંખના ડૉક્ટરો ચશ્મા દ્વારા સંતુલિત કરે.  ઘણીવાર આં ખ કાયમ માટે

કાર્ય કરતી બંધ થઈ જાય. એનું કારણ સ્વાભાવિક છે, એ આંખના સ્નાયુ જરા વહેલાં નબળા પડી

ગયા હોય? એનો ઈલાજ કદાચ નવી આંખ બેસાડવાથી સુલઝાવી શકાય. આંખમાં ઝાંખપ પણ

આવે અને આંખના સ્નાયુ નબળા થાય ત્યારે વારે આરે ઝપક્યા પણ કરે.

ખરી મઝા તો ત્યારે આવે જ્યારે એક  આંખ મુંબઈ તરફ અને બીજી આંખ આગ્રા તરફ જતી દેખાય

સમજી ગયાને. એવી વ્યક્તિ બોલાવતી હોય  મને અને ઉભા થવાનો ઈશારો કરે તમને. જો કે

હવે એવી આંખો આંખના ડૉક્ટર પોતાની કુશળતા પુરવાર કરી સુધારી શકે છે!

આપણે વાત કરીએ છીએ  આંખની કમાલની. ઘણા મિત્રોને કહેતાં સાંભળ્યા છે. ભારત જઈએ

ત્યારે પગ તોડીને યા મચકોડીને આવવાનું સો ટકા.  આવીને બેફામ ઉદ્ધતાઈથી બોલે ‘આપણા

ભારતના રસ્તા————‘ એવે ટાણે મને મારી મમ્મી ખૂબ યાદ આવે, નાનપણથી કહેતી

‘બેટા વિચાર ઉંચા રાખવાના, નજરો નીચી રાખવાની’.  હવે તમે સંમત થશો કે પગ ટૂટવા યા

મચકોડાય તે સંભવ છે? આંખે નીચી અને ખુલ્લી રાખી હોય તો આવા અકસ્માત થાય ખરા?

આંખ બોલ્યા વગર ઘણું કહી જાય. જો સામેવાળી વ્યક્તિ તે વાંચવાનો પ્રયત્ન કરે તો? આંખ

એ તો મનુષ્યના  અંતરમાં જવાનું આંગણ છે.  આંગણનો દરવાજો બંધ, ખુલો કે આવકારદાયક

છે કે નહી બધું સ્પષ્ટ પણે દર્શાવવા શક્તિમાન  છે.

અરે, આજે સવારે બનેલી વાત કહું. વાય. એમ. સી.એ.માં દર ગુરૂવારે બગીચામાં મદદ કરવા

જવાની ટેવ છે. આજે બુધવાર હતો,  એરોબિક્સ કરીને જરા  ઝાડ પાનની ્ખબર પૂછવા ગઈ.

બહાર નિકળતાં એક જુવાન છોકરો જે ‘લાઈફગાર્ડ’ હશે. મને એવી આંખ આપી જાણે હું ત્યાં કાંઈ

તોડવા ગઈ હોંઉ. એ મનેં ન ઓળખે હું એને ન ઓળખું ,વગર ઓળખાણે એની આંખમાં કશુંક

અણગમતું વંચાયું! આ છે આંખની કમાલ.

કમળાવાળાને પીળું દેખાય અને લીલાં ચશ્માવાળાને બધું લીલું. ઘણીવાર માનવના દિલમાં

જે ભાવ હોય તે આંખ વિના પ્રયત્ને પ્રદર્શિત કરી શકે છે!

આંખ ખુલ્લી હોય ત્યારે કમાલ કરે છે. આંખ્ના અગણિત પ્રકાર છે. આકાર અને રંગ ભલે ગમે તે

હોય આંખમાં પાંખનો ફફડાટ છે,  ઉમંગનો તરવરાટ છે,  આનંદનો અવધિ સમાયેલો છે, વિષાદની

વાદળી તેમાં જણાય છે. કાનાની નટખટ આંખોથી કોણ અજાણ છે. રાધાની પ્યાર ભરી આંખોના

કામણ જગ જાહેર છે.

વણકહે આંખ ઘણું વર્ણવી જા્ય. જરા બંધ આંખની કરામત પણ જુઓ. બુદ્ધ અને મહાવીરની બંધ આંખ.

સ્થિતપ્રજ્ઞ વ્યક્તિની બંધ આંખ. ધ્યાનમાં ગરકાવ યો્ગીની આંખ. બંધાંખ અંતરનઈ ગહરાઈ ને અડકી

શકે છે. બંધ આંખ દ્વારા અંતરિક્ષમાં વિહાર શક્ય બને છે. આંખ ખુલ્લી હોય કે બંધ તે બસ કમાલનું અંગ છે.

પ્રેમી જન પ્રેમીની આંખમાં શું નિહાળે છે કે તેનું હ્રદય ધબકારો ચૂકી જાય છે. આંખની આ કમાલ પર તો

જીવન કુરબાન. કેટલાય પ્રેમ પંખિડાં પ્રથમ પ્યાર આંખ દ્વારા પામ્યા!

કોઈક વાર એ આંખો અવ્યવહારૂ વર્તન પણ કરી બેસે. એમાં આંખ કરતાં માનવીના અવળા ઇસ્કોતરા

જેવા મનની મુરાદ પણ હોઈ શકે?

આંખ માનવની પાંખ પક્ષીની

સુભગ મિલન સીમા ક્ષિતિજની

 

 

 

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

24 04 2014
chandravadan

આપણે વાત કરીએ છીએ આંખની કમાલની…………….
The Post is about the Eyes !
Nice Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
NEW POST @ my Blog
Hope to see you !

25 04 2014
Mukund Gandhi

તમે કામણગારી આંખોનું સરસ પ્રુથ્થકરણ કર્યું. અંતમાં ” અવળા ઈસ્કોતરા જેવું મન” જેવો નવો શબ્દપ્રયોગ પણ જાણવા મળ્યો.
લખવા બદલ અભિનંદન .
મુકુંદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: