પસંદ આવ્યું!

29 04 2014

પચ્ચીસ   વર્ષના લગ્ન જીવન પછી જ્યારે સાંભળવા મળ્યું કે

કરોડપતિ સાહિલ છૂટાછેડા લઈ રહ્યો હતો. વાત માનવામાં

આવે એવી ન  હતી. સ્નેહની દુનિયા ગોળ ઘુમી રહી.

૨૦ વર્ષનો સુજાન અને ૧૮ વર્ષની સોનુ જાણે પડી ભાંગ્યા.

કેવી મજાની જીંદગી હતી!  સમાજમાં આબરૂ અને પ્રતિભા

છલોછલ હતાં. જો કે આજકાલ  છૂટાછેડા લેવા એમાં નવાઈ

નથી ગણાતી. ૨૫ વર્ષ સાથે ગાળ્યા એ ઘણું કહેવાય!

સોનુની આજે ‘પ્રોમ નાઈટ ‘ હતી. આનંદના દિવસે  સમાચાર

સાંભળી તેનો બધો  ઉત્સાહ ઓસરી ગયો. સાહિલને જરા પણ

વિચાર ન આવ્યો કે દીકરીની  ખુ્શીમાં ભંગ પડાવીને એ શું

પામશે ?

સાહિલ અને સ્નેહનું ગાડું ખોરંભે ચડ્યું હતું.  છેલ્લા બે વર્ષથી.

સ્નેહ હતી પૈસાદાર પિતાની પુત્રી. ફટવેલી, આખાબોલી અને

ઉદ્ધત. બાળકો જાણે પણ બોલી ન શકે. સારું હતું સાહિલની માતા

હતી નહી અને પિતા ભારતમાં ઘરડાં ઘરમાં રહેતાં હતા, તેમને

અમેરિકા ગમતું નહી. આ ઘરડાં ઘર બધા મિત્રોએ સાથે બનાવ્યું

હતું. લોનાવાલામાં ૨૦ બંગલા બંધાવ્યા. ખાવું ,પીવું, બ્રિજ રૂમ,

થિયેટર બધી્ ફેસિલિટી એ કૉમપ્લેક્ષમાં રાખી હતી. એક ડૉક્ટર પણ

હતાં જે દરરોજ બે કલાક આવે. જોવા જઈએ તો અનિકેતને ત્યાં

મઝા આવતી.

કૉર્ટનો ચૂકાદો એ દિવસે આવ્યો  જે દિવસે સોનુને પ્રોમ નાઈટ્માં

જવાનું હતું. સોનુએ જવાની ના પાડી. સ્નેહે ખૂબ આગ્રહ કરી તેને

મનાવી.

‘બેટા ડુ નોટ વરી. આઈ એમ ફાઈન. ટુ ડે ઈઝ ધ ડે ઈન યોર લાઈફ.’

આ સમાચાર તો આવવાના જ હતા. આપણે બધા તૈયાર પણ હતાં.

સ્નેહ એકની એક દીકરી હોવાને નાતે બધી મિલકતની હકદાર હતી.

સાહિલ પોતે પણ કમ ન હતો. હા, માત્ર કોઈના હાથની હથેળીમાં

નાચવા તૈયાર ન હતો.

સ્નેહને મિત્રો પણ અપાર. ગમે ત્યારે આવે, જાય, શરાબમાં મસ્ત

હોય. સાહિલ કેટલું સહન કરે! બાળકો મોટાં હતા સુજાન કૉલેજમાં

હતો. વેકેશનમાં ઘરે આવે યા મિત્રો સાથે ફરવા ઉપડી જાય.સોનુ

આ વર્ષે  કૉલેજમાં જવાની હતી.

સ્નેહ બતાવતી હતી કે તે પડી ભાંગી છે. વાત કાંઈક અલગ જ હતી.

શરૂમાં બાળકો માની વાતમાં આવી ગયા. સાહિલે પોતાની સફાઈ

પેશ કરવાનો પ્રયત્ન પણ ન કર્યો. તે જાણતો હતો સ્નેહે બાળકોને

પોતાના વિરૂદ્દ ઉશ્કેર્યા છે.

સાહિલે સ્નેહને જે જોઇતું હતું તે બધું આપી છૂટી કરી. અ ધ ધ ધ

પૈસા સ્નેહ પાસે થયા. શું પૈસા બધું સુખ આપે છે સુજાન અને

સોનુ માનું વર્તન જોઈ નવાઈ પામ્યા. સાહિલ પોતાનો કારોબાર

ઓછો કરી વર્ષના ૬ મહિના લોનાવાલા જતો.

સુજાન અને સોનુને ધીમે ધીમે સચ્ચાઈ જાણવા મળી. પપ્પા તો

નિર્દોષ હતાં. માની રંગરેલિયા મનાવવાની આદતથી  તંગ આવી

ગયા હતાં. તેઓ શાંતિ પ્રિય અને જીવનમાં કશુંક મેળવવા માટે

ઝંખતા.

સ્નેહને હવે સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ હતી. વાત માની શકતી

નહી કે કેવી રીતે બે ડિલિવરીનો ત્રાસ તેણે સહન કર્યો હતો. સ્નેહ

લગ્ન કરી ઘર માંડશે એ પ્રશ્ન હતો. ત્યાં તેણે તો ૨૫ વર્ષ સાહિલ

સાથે ગાળ્યા.

સોનુ અને સુજાન ભણવામાં થોડાં પાછાં પડતાં. સાહિલ બંનેને

હિમત આપતો. સમજાવતો કે જીવનમાં જે પરિસ્થિતિ આવે તેનો

હસતા મુખે સામનો કરવૉ. હારીને યુદ્ધમાં પાછીપાની કાયર લોકો

કરે.

સુજાન પપ્પાની વાતમાંથી ઘણું સમજ્યો.  સોનુને પ્યારથી

સાચવતો. આ વખતની સમરમાં બંનેએ સાથે પપ્પાને  ખૂબ

સુંદર ‘સરપ્રાઈઝ” આપી.

તેમને ખબર હતી, પપ્પા આ સમયે ભારત ‘દાદા’ પાસે જાય છે.

બંને ભાઈ બહેન સાથે ત્યાં પહોંચી ગયા. પપ્પા રાજી થાય તેમાં

નવાઈ ન હતી. દાદાનું મુખારવિંદ જોયું  તેના પર વિલસી રહેલું

સ્મિત—————–

 

 

 

 

 


ક્રિયાઓ

Information

3 responses

29 04 2014
chandravadan

તેમને ખબર હતી, પપ્પા આ સમયે ભારત ‘દાદા’ પાસે જાય છે.

બંને ભાઈ બહેન સાથે ત્યાં પહોંચી ગયા. પપ્પા રાજી થાય તેમાં

નવાઈ ન હતી. દાદાનું મુખારવિંદ જોયું તેના પર વિલસી રહેલું

સ્મિત—————–
Nice Varta !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

29 04 2014
pravinshastri

સહજીવનનું પહેલું વર્ષ હોય કે પચ્ચીસમું, શારીરિક, માનસિક કે આર્થિક ગોઠવણમાં “આપણે” નું વિભાજન “હું” માં થઈ જાય ત્યારે ડિવૉર્સ એક માત્ર માર્ગ છે. પ્રસિધ્ધ દંપતિની જીવનશૈલીનું આ દુષણ મધ્યમ વર્ગના કુટુંબોમાં પણ પ્રસરી રહ્યું છે. સરસ નવલિકા.

3 05 2014
Ramola Dalal

It is irony but true , that people have Lost their tolorence power and take such steps. Short and nice story.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: