ભજ ગોવિંદમ*****૪

14 05 2014

આગળ વાંચો.

*****

શ્લોક  ૧૩

*****

કા તે કાન્તા ધનગતચિન્તા

વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા

ત્રિજગતિ સજ્જનસંગતિરેકા

ભવતિ ભવાર્ણવતરણે નૌકા

*****

અર્થ

*****

ઓ રાહભટકેલ, શામાટે પત્ની અને ધન કાજે ચિંતા કરે છે?

શું એ જગત  નિયન્તાએ તને જણાવ્યું નથી? ત્રણે લોકમાં

સજ્જન માણસો સાથેનો સંગ તને જન્મ અને મૃત્યુના આ

ભવસાગરમાંથી પાર કરાવશે!

*****

શ્લોક  ૧૪

*****

જટિલો મુન્ડી લુન્ચિતકેશઃ

કાષાયામ્બરબહુકૃતવેષઃ

પશ્યન્નપિ ચ ન પશ્યતિ મુઢઃ

હ્યુદરનિમિત્તં બહુકૃતવેષઃ

*****

અર્થ

*****

કોઈ પણ ભભૂતિ ચોપડવાથી, જટા બાંધવાથી કે મુંડન કરાવવાથી અથવાતો

ભગવા ધારણ કરવાથી , એ લોકો મૂર્ખ છે કે જે જોયા છતાં ન જોયું કરી માત્ર

પેટ ભરવા ખાતર જાત જાતના વેષ કાઢે છે!

*****

શ્લોક  ૧૫

*****

અંગં ગલિતં પલિતં મુન્ડં

દશનવિહિનં જાતં તુન્ડં

વૃદ્ધો યાતિ ગૃહીત્વા દણ્ડં

તદપિ ન મુન્ચત્યાશાપિન્ડં

*****

અર્થ

*****

શરીર કથળી ગયું, વાળ બધા ધોળા થઈ ગયા, મોઢામાંથી બધા

દાંત પડી ગયા. વૃદ્ધાવસ્થામાં સહારા વગર ફરવું મુશ્કેલ થયું .છતાં

પણ ઈચ્છાઓથી છૂટકારો થતો નથી!

*****

શ્લોક  ૧૬

******

અગ્રે વહ્નિઃ પુષ્ઠે ભાનુ

રાત્રૌ ચુબુકસમર્પિતજાનુઃ

કરતલભિક્ષસ્તરૂતલવાસઃ

સ્તદપિ ન મુન્ચત્યાશાપાશઃ

*****

અર્થ

*****

આગળ અગ્નિ અને પાછળ સૂરજ, રાત્રીના સમયે ઘુંટણ પર દાઢી ટેકવી

બેસે, બે હાથે ભિક્ષા મેળવે અને ઝાડ નીચે વાસ કરે, છતાં પણ આશાની

તૃષ્ણા  પીછો ન છોડે!  .

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

14 05 2014
chandravadan

Sundar !
Gamyu !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: