‘મ’ની માયાજાળ

18 05 2014

‘મ’ મગરનો મ.  કેવું સરસ બાળપણમાં ગાતાં હતાં. ‘મ’ માતૃભૂમિનો સાદ સુણો.

‘મ’ માયકાંગલા ન બનતા ,’મ’ મોદી જેવા મગરૂર બનો. ‘મ’માંથી બને મમતા.

‘મ’ની માયા અપરંપાર. ‘મ’ મઝા કરા્વે.’મ’ માર ખવડાવે! ‘મ’ મંગળ ગીતો

ગાય. ‘મ’ મરાશિયા સંભળાવે!

‘મ’ મોંકાણના સમાચાર આપે. ‘મ’ મનગમતાને આવકારે. ‘મ’ મંગળફેરા ફરાવે.’

‘મ’ મનઘડંત દશ્ય દેખાડે. ‘મ’ મનમોજી હોય. ‘મ’ મનસ્વીપણું બતાવે.’મ’ માંયરામાં

બેસાડે. ‘મ’ મયખાને’ પહોંચાડે. ‘મ’ મલિન હોય. ‘મ’ મરકતમણિ જેવું દીસે.

‘મ’ મનોહર દૃશ્ય સજાવે” મન્મથને શરમાવે. ‘મ’ના મનોરથ પૂરા ન થાય.

‘મ’ ને મફતિયાની લાલાસા. ‘મ’ મર્મવચન સંભળાવે. ‘મ’ મલપતું આવે.

‘મ’  મર્યાદા ન જાણે! ‘મ’ મલાજો ન પાળે. ‘મ’ મલિન જો બને તો? ‘મ’ મવાલ

બની  પંપાળે. ‘મ’ મશગુલ  જો હોય, ‘મ’ મુમકીન બનાવે.

‘મ’ મશહૂર બનવા મથે. ‘મ’ મગરૂરતાને કેળવે! ‘મ’ મસકો મારવામાં કુશળ.

‘મ’ મસ્તક ઉન્નત રાખે. ‘મ’ મહાબાહુ બનવા પ્રેરે. ‘મ’ મહાભિનિષ્ક્રમણ કરવા

સમર્થ બનાવે. ‘મ’ નો મહાવરો અનેરો. ‘મ’ની મહાવ્યથા નિરાળી. ‘મ’ મહેનત

કરવા ઉશ્કેરે. ‘મ’ મહેમાનગતિ શણગારે. ‘મ’નો મહેરામણ હિલોળાં લે. ‘મ’ મંદિર

શાંતિ આપે.

‘મ’થી મંજૂરી મેળવો!  ‘મ’ મંતવ્ય જણાવે. ‘મ’ મંચ પરથી  ચડાવે. ‘મ’ મંથન કરવા

પ્રોત્સાહન આપે. ‘મ’ મંદીમાં ઠંડુ. ‘મ’ મંથર ગતિએ ચાલે! ‘મ’ ને માથાકૂટ્ના ગમે.

‘મ’ માનહાનિથી બચાવે. ‘મ’ ને મારપીટ ન ફાવે!  ‘મ’  માહિતી સુંદર આપે. ‘મ’ આંખ

મિંચામણા કરે! ‘મ’ માશૂકને રિઝાવે.

‘મ’ની મૌલિકતા અનમોલ છે. ‘મ’ની  મુસ્કુરાહટ અજોડ છે. ‘મ’ મશગુલ પણ છે અને

મગરૂર પણ છે. ‘મ’ના મર્મવચન મર્મસ્થળને વિંધવાની શક્તિ ધરાવે છે. ‘મ’ ની

મહાવ્યથા ‘નો મહાવરો મહામુશ્કેલથી સમજી શકાય! ‘મ’ ની મીઠી મુંઝવણ, મિથ્યા

બનાવવા મિન્નત કરવી પડે!

‘મ’ મિલનસાર હોય ત્યારે મિત્રતાનો મુક્તવ્યાપાર મુખારવિંદને મોહિત કરે! ‘મ’ ની

મુફલિસતા મુંજવણની માયાજાળ ગુંથે. ‘મ’ ને મોભાદારી મળે ત્યારે મોકળા મને

મોહિની ભૂરકી નાખે.

‘મ’ મૃત્યુના આગમને મલેચ્છ યા મૌક્તિક વિષે મૌન ધરી મોક્ષની મંઝિલ મોહક માને!


ક્રિયાઓ

Information

3 responses

18 05 2014
Prashant Munshaw

Beaiutuful ‘M’ thi Man, Manas ane Manvi.
Prashant

18 05 2014
pravina Avinash

Thanks Prashantbhai.’ I did not think of that’!

18 05 2014
chandravadan

પ્રવિણાબેન,

સરસ !

ચાલો, બીજી રીતે “મ”ના સંગાથે…..

પ્રથમ “મ” એટેલે “મમ” યાને “હું”.

પછી,”મ” એટેલે “મન”.

મનથી થાય “મારૂં”

અને “મારૂં મારૂં” કરતા સ્વાર્થ અને અહંકાર યાને એવા જીવન અંતે “મ”યાને “મરણ”નું શું કહેવું ?

તો…”મ”રૂપી જવાબ છે “માયાજાળ”નો કેદી યાને “માનવ” જે પ્રભુથી અજાણ રહી, અંતીમ “મ” રૂપી “મુક્તિ” ના પામી શક્યો.

આખરે… “મ”રૂપી “માનવ”નો સાર છે “મ”રૂપી “માયા” છોડી મેળવવી છે એને “મુક્તિ” !

…ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: