સા’બકો લેને જાના?

રોજ પાર્ટીઓમા જમવાનું હોય. હવે તો ખાવાનું જોઈને મોઢું ફેરવવાનું મન થઈ જાય.

ત્યાં પાછો ફોન રણક્યો,

‘નિરમી કાલે મહિલા મંડળની પાર્ટી છે’.

‘ગઈ મિટિંગમાં તો વાત થઈ હતી કે હવે બે અઠવાડિયા કોઈ નવો પ્રોગ્રામ નથી.’

‘હા. પણ ત્યારે ભૂલાઈ ગયું હતું કે સોના આવવાની છે. સોના બધાને મળવા આવે છે. પછી બે વર્ષ

અમેરિકા એમ.બી.એ. કરવા જવાની છે.’ સોનાની બહેન મોના બધું નિરમીને વિગતવાર જણાવી

રહી હતી.

આપણે બધા ‘રેડિયો ક્લબમાં’ મળીએ. ત્યાં આપણામાંથી બધા મેંબર છે. જે નહી હોય તેના ‘ગેસ્ટ’

તરિકે એક્સ્ટ્રા પૈસા આપી દઈશું.

બધું નક્કી થઈ ગયું.  લગભગ પંદર જણા તૈયાર થયા.

નિરમી રેડિયો ક્લબમાં  લાઈફ મેમ્બર હતી. ફોન કરીને બધી તૈયારી કરી લીધી. સરસ મેન્યુ બનાવ્યું.

પાર્ટીથી થાકી હતી પણ છૂટકો ન હતો.

એક વાગ્યાનો સમય નક્કી કર્યો. મહિલા મંડળ રેડિયો ક્લબમાં કલબલાટ કરી રહ્યું હતું. નિરમીએ  ખાસ

પ્રાઈવેટ રૂમ રખાવ્યો હતો. તેને ખબર હતી ફેરવેલ પાર્ટી અને સોના બધાની ફેવરીટ. બધા ખૂબ અવાજ

કરશે.તેમનું ગ્રુપ ખૂબ સરસ હતું. કશી પંચાત કે ખટપટમાં તેઓ માનતા નહી. હસી ખુશીથી ભેગા થાય

અને મઝા કરી છૂટા પડે.

સોના તો આવી સરસ ગોઠવણ જોઈને ખુશ થઈ ગઈ. મોના પણ પાર્ટીથી થાકી હતી. બહેનને માટે

હતી એટલે કશું બોલી નહી. ભેગી થયેલી બધી બહેનપણીઓ બે હાથે આનંદ લુંટી રહી હતી. ઉત્સાહનો

સાગર હિલોળે ચડ્યો હતો.

સોના જોઈ રહી હતી ખાવા કરતાં બધાને વધારે મઝા વાતોમાં હતી. સોના અમેરિકા ભણવા જાય

છે એ સમાચાર ગરમાગરમ હતા. ૪૦ વટાવી ચૂકેલી સોના અમેરિકા જાય છે. જેને કારણે ઘણાને

‘જાણવું હતું કે કેવી રીતે તે કરી શકી?

સોનાનો પતિ બિઝનેસમેન હતો. ઘરમાં સાસુ અને સસરા તેને પ્રોત્સાહન આપતાં. લગ્ન પછી બે

બાળકોમાં ગુંથાઈ હતી. નસિબદાર હતી કે સાસુએ ઘર સાચવી લેવાની હા પાડી. સોનાને પતિને

મનાવતા વાર ન લાગી. મીઠડી લગન પછી ઘરમાં સહુના દિલ જીતવા ભાગ્યશાળી બની હતી.

સમીર, સોનાના પતિદેવ વર્ષમાં પાંચથી છ વાર અમેરિકા ધંધાના કામ માટે જતાં. ઘીના ઠામમાં

ઘી હતું.

પાર્ટી ચાલતી હતી. ખાવાનું બહુ ખસતું નહી. વાતોના વડાથી સહુનું પેટ ભરાતું હતું. સોનાને ખૂબ

સુંદર  કૃષ્ણ અને્ રાધાની ચાંદીની મૂર્તી આપી. ડાયરી બધાએ પોતાની સહી તેમજ શુભેચ્છા લખીને

આપી. સોના ખૂબ ખુશ થઈ.

સહુ ખાઈ, પીને વિદાય થયા. નિરમી ફાઈનલ પેમેન્ટ કરવા રોકાઈ. રેડિયો ક્લબમાં તેની ઓળખાણ

સારી હતી..

મેનેજર આવ્યો. ‘મેમ, તમારા ગ્રુપે ખાસ ખાધું નહી. પૈસા તો તમે પૂરા આપવાના છો. ખાવાનું તમે

લઈ જશો?’

નિરમીની ગાડીનો ડ્રાઈવર આ સંવાદ સાંભળી રહ્યો હતો. નીરમીને બાજુમાં બોલાવીને કહે. ‘મેમસાબ

ખાના સબ લે લો. મૈં જહાં રહતા હું વહાં સબકો બાંટ દેં ગે.’

ભગવાનની દયાથી નિરમી પૈસાવાળી હોવા છતાં અન્નનો અનાદર કરી શકતી નહી. તેને ડ્રાઈવરની

વાત ખૂબ ગમી.

‘મેનેજર સાબ, પ્લિઝ પેક અપ ઓલ ધ ફુડ.  ‘

ડ્રાઈવરને સૂચના આપી , સંભાલ કે ડી.કી મેં રખો’.

બધું ગાડીમાં ગોઠવાઈ ગયું. ડ્રાઈવરને કહે ,’સીધા તુમ્હારી ખોલી પે લે લો  !’પહલે યે ખાના સબકો

દેંગે બાદમેં મુઝે છોડકર સા’બકો લેને જાના!’

3 thoughts on “સા’બકો લેને જાના?

  1. મેનેજર આવ્યો. ‘મેમ, તમારા ગ્રુપે ખાસ ખાધું નહી. પૈસા તો તમે પૂરા આપવાના છો. ખાવાનું તમે

    લઈ જશો?’

    નિરમીની ગાડીનો ડ્રાઈવર આ સંવાદ સાંભળી રહ્યો હતો. નીરમીને બાજુમાં બોલાવીને કહે. ‘મેમસાબ

    ખાના સબ લે લો. મૈં જહાં રહતા હું વહાં સબકો બાંટ દેં ગે.’

    ભગવાનની દયાથી નિરમી પૈસાવાળી હોવા છતાં અન્નનો અનાદર કરી શકતી નહી
    This is the STORY….Never waste food….The idea of feeding the Poor.
    But….if the PARTIES of the self enjoyments are LESS & more think of the Poor….That will be the highest sevice to the Mankind !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you @my Blog !

Leave a comment