બોલો બોલો બોલો બોલો કોણ ?

29 05 2014

ચાલો થોડી દિમાગની કસરત કરો !

**************************

હું તમને શાતા આપીશ

તમારા મુખ પર હાશ લાવીશ

અંતરે શીતળતા  લાવીશ

મારા વિણ અસ્તિત્વ નથી

 

બોલો બોલો બોલો કોણ ?

**********************

જન્મ સાથે સંબંધિત છે

વિચારોમાં વિહ્વળતા લાવે છે

ઢુંકડું યા જોજનો દૂર છે

આવશે એ નિશ્ચિત  છે

બોલો બોલો બોલો કોણ ?

**********************

સવારથી સાંજ સુધી સંગે છે

નરી આંખે અદૃશ્ય છે

અલપ ઝલપ દીસે છે

તિમિર ભયે ગાયબ છે

બોલો બોલો બોલો કોણ ?

***********************

Advertisements

ક્રિયાઓ

Information

8 responses

29 05 2014
prashant Munshaw

હવે વધું તો શું બોલું? ડોકટરે કસરત કરવાં જરૂરથી કહ્યું છે પણ દિમાગનું દહીં નહિં. અને બોલ બોલ બોલ કરીને થાકવાની મનાઈ કરી છે. તમે કવિતા, લેખો, પ્રસંગો વિ. લખો છો તે વાંચવાની મઝા આવે છે પણ બિનજરૂરી મગજ પર દબાણ લાવવું નહિં એમ ડોક્ટરે ભાર દઈ ને સલાહ આપી છે માટે આ કસરત (ભેજાંનુ દહીં એમ વાંચવું)_બીજાઓ કરશે તો જરૂરથી આવકારીશ અને વાંચીશ.

ચાલો ત્યારે બોલ્યું ચાલ્યું માફ કરજો નહિં તો તમે થાય તે કરી લેજો.

29 05 2014
pareejat

ha..haa..haa Very Funny Prashant bhai.

29 05 2014
pareejat

પ્રથમનો જવાબ…… પાણી
બીજાનો જવાબ…….મૃત્યુ

29 05 2014
pareejat

ત્રીજાનો જવાબ ખ્યાલ નથી આવતો પણ વિચારીશ.

29 05 2014
pareejat

પડછાયો

29 05 2014
pravina

‘.પારીજાત’ એટલે પૂર્વી મલકાણ

અભિનંદન.. ત્રણેય ઉખાણાંના સા્ચા ઉત્તર બદલ.

પ્રવિનાશ

29 05 2014
chandravadan

UKHANA by Pravinaben…..JAVABO by Pareejat.
No tension on the Brain.
Prashantbhai….No worries Your Brain will be not in any trouble or tension now….Revisit !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Prashantbhai..To Avjo @ Chandrapukar No tension there…Will be happy to see you there.

29 05 2014
neetakotecha

mane to em laagyu ke 😦

૧) મા

૨) મ્રુત્યુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: