શરણાઈના સૂર ****

1 06 2014

ઝરણા નાની હતી ત્યારથી તેને શરણાઈના સૂર ખૂબ ગમતાં. તેની  મમ્મી એ

બિસમિલ્લાખાનની શરણાઈની બધી સી.ડી. ઘરમાં  વસાવી હતી. શરણાઈના

સુર સાંભળીને તે તલ્લીન થઈ જતી. જાણે જૂદી દુનિયામાં ન સરી જતી હોય.

ધ્યાન મગ્ન થવામાં શરણાઈના સૂર તેની વહારે ધાતાં.

જેમ મોટી થતી ગઈ તેમ સૂર તાલ પણ સમજતી અને તેનો આનંદ ઔર વધતો.

શાળાનું અને પછી કૉલેજનું ઘરકામ કરતાં સુંદર શરણાઈ ઘરમાં ગુંજતી રહેતી.

ઝરણાને કારણે ધીમે ધીમે ઘરના બધાં સભ્યોને પણ શરણાઇના સૂર ગમતા

થયા હતાં

ઝરણાના લગ્ન જ્યારે સાગર સાથે નક્કી થયા ત્યારે ઝર ણાએ આગ્રહ રાખ્યો

બધું ડેકોરેશન ‘શરણાઈના થિમ’ ઉપર કરવાનું. લગ્નનો મંડપ  ચારે તરફ

શરણાઈ મૂકીને બનાવ્યો . બધી ફુલદાની શરણાઈના આકારની. આમંત્રિત

મહેમાનો આખો દેખાવ  જોઈ ખુશ થયા. આખો દિવસ ભાતભાતની શરણાઈના

સૂર દ્વારા ગુંજી રહ્યો.

આજે એ ઝરણા સાગરની સાથે લગ્ન ગાંઠથી જોડાઈ ગઈ. સાગરભાઈ તો

એવા સંગિતનો શોખિન ન હતાં. તેનો ધ્યેય તો શેર બજારના’કિગ’ બનવાનો

હતો. ઝરણાના અગમને તેનો સિતારો  ચમકી ઉઠ્યો હતો. શેર બજારમાં કૂદકે

અને ભૂસકે તેની પ્રગતિ નોંધપાત્ર  બની. ઘરના બધાં ઝરણાને સારા પગલાની

માનવા લાગ્યા.

જીવન સુંદર રીતે વહી જતું હતું. તેમાં ઝરણાને સારા દિવસો રહ્યા. એક દીકરાની

મા બની. જીવન ભર્યું ભર્યું હતું. ઝરણાને સાગરના પિતા તેમજ માતા ખૂબ ચાહતાં.

આમ જોવા જઈએ તો લક્ષમી તેની સાથે બીજા દુર્ગુણો વિના સંકોચે લાવે. ઝ્રરણાં

ખૂબ સંસ્કારી હતી. તેને કારણે ઘરમાં તેમજ તેના સંસારમાં શાતિનું સામ્રાજ્ય

છવાયેલું હતું.

સાગર સમય મળ્યે ત્યારે ઝરણા અને નીર સાથે ફરવા નિકળી પડતો. પોતાની

જાતને આવી સુંદર, સ્માર્ટ અને શુશીલ પત્ની મળી હતી તેથી ભાગ્યશાળી માનતો.

નીર તો સાગર અને ઝરણાની આંખનો તારો હતો.

નીર ૧૦મું પાસ કરી જ્યારે કે.સી. કૉલેજમાં ગયો ત્યારે બધા ખુશ થયાં. સાગર અને

ઝરણા પણ કે.સી. કોલેજમાં ભણ્યા હતાં. ઝરણા વહેમમાં કે દોરા ધાગામાં મનતી નહી.

છેલ્લ કેટલા વખતથી જોઈ રહી હતી સાગરનું વર્તન  થોડું અતડું થયું હતું.

ઝરણા કાંઈ પણ  બોલે  એટલે છંછેડાઈ જાય. ઘરે રાતના મોડો આવે. નીરની કોઈ પણ

પ્રવૃત્તિમાં દિલચશ્પી  ન બતાવે. ઝરણા રાતના સમયે વાત ઉખેળે એટલે તેનું પરિણામ

ઝઘડો .  ઘરમાં બધા સૂતાં હોય ને સાગર બૂમાબૂમ ચાલુ કરે.’ તને શું ખબર પડે ? મને કામનું

ખૂબ ટેન્શન છે. તુ ઘરમાં બાદશાહી કરે’ વિ. વિ. જો કદાચ એકાદ પેગ પીધો હોય તો એલફેલ

ભાષા પણ સાંભળવી પડે.

જરૂર દાળમાં કંઈ કાળુ ઝરણાને લાગ્યું. પોતાનું વર્તન બારિકાઈથી તપાસવા લાગી. મમ્મીને

પૂછ્યું તો તેમણે સરખો જવાબ ન આપ્યો. હવે શું?

ઝરણા પોતે હોશિયાર હતી. ઘરના નોકરો તેની ઈજ્જત કરતાં. તેનો સહુથી જૂનો નોકર ‘રઘુ’,

નીર જનમ્યો ત્યારથી હતો. નીરનું લાલન પાલન એણે કર્યું હતું.

‘રઘુ કાકા, તમે જરા રસોડામાં આવો’. આજે ઘરમાં કોઈ હતું નહી. મોકો જોઈને ઝરણાએ રઘુકાકાને

વાત કરી.

‘તમે અવાર નવાર ઓફિસમાં જાવ છો. કાંઈ શંકાશીલ   દેખાય તો જણાવજો.’ રઘુકાકાની અનુભવી

આંખો ઘરના તાલ જોતી હતી. ઝરણા શેઠાણીને તેના પ્રત્યે કુણી લાગણી હતી. ક્યારેય તેમને જરૂર

પડ્યે મદદ કાજે ઝરણાએ ના પાડી ન હતી. દસ દિવસમાં રઘુકાકા ચોંકાવનારા સમાચાર  લાવ્ચા.

‘મેમસાબ, નાનાશેઠ તેમની પર્સનલ સેક્રેટરી સાથે —-.’

ઝરણા સમજી ગઈ. સાગરના વર્તનનું કારણ તેની સમક્ષ સ્પષ્ટ થયું. સાગરના બેહુદા વર્તને માઝા મૂકી.

નીર, ઢીલો થઈ ગયો. હવે એ નાનો ન હતો. જુવાનીના દરવાજા ખટખટાવી ચૂક્યો હતો. પપ્પાના આવા

વર્તનથી તેને ખૂબ દુઃખ થયું.

મમ્મીને સાંત્વના આપતો. તેના પર વહાલ વરસાવતો. કરોડો રૂપિયાનો તે એકનો એક વારસદાર હતો.

ઝરણાએ મનોમન  નિર્ણય કર્યો. હજુ તો ૪૫ વર્ષની માંડ હતી. છૂટા થવાનું નક્કી કરી લીધું. આમ બાકી

જીંદગી ન જીવાય!

સાગરે એક પણ શબ્દ બોલ્યા વગર તેને આખી જીંદગી વાપરતાં  ન ખૂટે એટલા પૈસા આપ્યા. ઝરણા

એકી ટશે તે ઢગલાને જોઈ રહી. ખેર, બીજો કોઈ ઈલાજ ન હતો.

એકલી શરણાઈના સૂર સાંભળી સાંત્વના મેળવતી. આજે એ જ સૂર મંડપમાં રેલાઈ રહ્યા હતાં. સાગરને

પણ તેની આદત પડી ગઈ હતી. ખબર નહી એ સૂર સાથે તેને બીજું કાંઇ યાદ આવતું નહી હોય? ઝરણા

બે હાથે કાન બંધ કરીને બેઠી હતી ભૂલે ચૂકે અ સૂર તેના કાનમાં ન પ્રવેશે !

શરણાઈના સૂર તો એના એ હતાં. ઝરણા ખળખળ વહેવાને બદલે પ્રેમના નીર વિહીન હતી.

આ  બાજુ પ્રિય  નીર  શરણાઈના માદક સૂર——

——–

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

1 06 2014
Navin Banker

લઘુકથા સરસ છે,

નવિન બેન્કર.

1 06 2014
pravinshastri

કેટલાક જીવનની વાસ્તવિક વાત.

1 06 2014
chandravadan

ઝરણા

બે હાથે કાન બંધ કરીને બેઠી હતી ભૂલે ચૂકે અ સૂર તેના કાનમાં ન પ્રવેશે !

શરણાઈના સૂર તો એના એ હતાં. ઝરણા ખળખળ વહેવાને બદલે પ્રેમના નીર વિહીન હતી.
A music lover …..initially the Life of Happiness ….then the same Life turned upside down.
Will that Music be removed ?
Yes….in the beginning that dear Music will remind of the BAD days with GOOD Days…..eventully the SAME Music will ONLY remind of JOY of the Music itself & thus HEAL the WOUNDS.
Nice Varta !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

2 06 2014
Nayana Y. Mehta

Was sad after reading .

Sent from my iPhone

Nayana Mehta

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: