આજે અચાનક

6 06 2014

રોજ મને થતું કોઈક આવશે?  બારણે આગળો કોઈ ઠોકે, તો હું બારણું ખોલવા જાંઉ ને?

કોની પાસે સમય છે? આમ જોવા જઈએ તો મારી પાસે પણ સમય ક્યાં છે? છતાં

કાગડોળે રાહ જોતી.

કમપ્યુટરના જમાનામાં હવે તો ટપાલી પણ આવતો બંધ થઈ ગયો. ઈ મેઈલથી

સમાચાર મળતાં. સેલ ફોન તો ૨૪ કલાક સાથે ને સાથે હોય. અમેરિકામાં ઘણાં વર્ષો

કાઢ્યા હોવાથી ટેકનોલોજીની નવાઈ ન હતી.

બસ મરવું હતું જ્યાં જન્મ પામી હતી તે ભૂમીમાં. શહેરની ઝંઝટ ગમતી નહી. શાંતિ

અંદર અને બહાર હતી. જો અચાનક કોઈ વાત કરવાવાળું મળે તો ગમે અને ન મળે

તો  ‘હું અને મારું કમપ્યુટર’.વાચનાલયના પુસ્તક અને ભગવદ ગીતા.સવારના દોઢથી

બે કલાક યોગ અને પ્રાણાયામ.

મનને રોજ મનાવે, પગલી કોણ આવવાનું છે? મનનો મોરલિયોતો રિસાઈ ગયાને વર્ષો

થઈ ગયા. બાળકો તેમના સંસારમાં સુખચેનથી પરોવાયા છે. માતા, પિતા હવે બીજા

જનમમાં પામીશ. તું કોની આટલી આતુરતાથી વાટ નિરખે છે?

ગરમ નાસ્તો રમા આવીને બનાવે. અમે બંને સાથે બેસીને આનંદ પૂર્વક તેની મોજ

માણીએ. નહાઈ , ધોઈ પૂજા પાઠ કરી બગિચામાં હિંચકા પર ઝુલું.  પક્ષીઓને ચણ

નાખું. તેની નાની પરબડીમાં પાણી ભરું

બગિચાના દરેક છોડને જઈ સમાચાર પૂછવાનાં. ફુલ સુંદર ખિલ્યા હોય તો છાબમાં

લઈ ભગવાન માટે માળા ગુંથવાની. તાજાં ફળ કે શાકભાજી ઉતરે  તેમને સાફ કરી

પ્રભુની પ્રસાદીમાની ઉપયોગમાં લેવાનાં. ખૂબ શાંતિ ભરી જીંદગી હતી. બપોરે પડે

વૃદ્ધાશ્રમમાં જઈ તેમના દિલની વાતો યા વ્યથા શાંતિથી સાંભળવાનાં. કોઈક વખત

તેમના માટે ફળફળાદી લઈ જઈ તેમના મુખ પર હાસ્ય રેલાવવાનું. આ બધું કામ

ખૂબ ગમતું.

શુચીની જીંદગી જાણે કહી ન રહી હોય,’હવે બહોત ગઈ ને થોડી રહી’. હર પળ,

હર શ્વાસ,હર ધડકન શું કહે છે તે પ્રેમ પૂર્વક સાંભળ. જીવનની ગાડીનું  સ્ટેશન

ક્યારે  આવશે તેની એંધાણી નહી મળે. શુચીએ દુનિયાની વાતોમાંથી રસ ગુમાવ્યો

હતો. હિમાલય પર જવું એ જરૂરી નથી હોતું. જીવન ખુલ્લી કિતાબની જેમ જીવતી

હતી.

માન, અપમાન કોઈ ફરક દેખાતો નહી.નાનાં બાલકો પ્રભુના પયગંબર લાગતાં.છતાં

શંકરાચાર્ય કહે છે તેમ ‘ તૃષ્ણા ‘ કોઇવાર સતાવતી.બાળકો પરદેશ રહેતાં નિયમિત

માતાની ખબર રાખતાં. તેમના પરિવારમાં ઉલઝેલા સમય મળ્યે માની ખબર અંતર

પૂછતાં. કોઈકવાર તેના પતિની યાદ આવતી. યાદ કહો તો યાદ અને ફરિયાદ કહો

તો ફરિયાદ અને ઈશ્રવરને પૂછતી ‘હજુ કેટલાં?’

મનોમન ગુનગુનાતી

“ફુલવાડી સિંચિત થઈ ફળ ફુલથી ઉભરાઈ’

માળી વિણ બગિયાની હું મહેક માણું છું’.

મનોમન હસતી અને આનંદ પામતી. છેલ્લાં કેટલા વખતથી કોઈક બારણું ઠોકશે ?

એ કોઈક કોણ તે એને ખબર ન હતી. એકલરામ ને ત્યાં ચકલું માત્ર બગિચામાં ફરકતું!

બાળકો અમેરિકા કાયમ ખાતે રહેતાં.શુચી જીંદગીનાં ૪૦ વર્ષ ત્યાં રહી હતી.માતૃભુમિ

યાદ આવી. એક દિવસ બધાને કહી દીધું, ‘મને ભારત કાયમ માટે રહેવું છે’.

અંતરમાંથી અવાજ ઉઠ્યો છે અંતિમ શ્વાસ ત્યાં લઈશ.’ બાળકો નારાજ થયા પણ અંતે

હસીને રજા આપી.

આજે ૭૫મી વર્ષગાંઠ હતી. રમા આવું બધું યાદ રાખે. ૭૦ થયા પછી ગણવાનું બંધ કર્યું

હતું. સમય સમયનું કામ કરે છે. તેના કાર્યમાં મીનીમેખ થતો નથી. સવારના પહોરમાં

ગરમા ગરમ મારો ભાવતો નાસ્તો જોઈ ખુશ થઈ. અજાણતા પૂછાઈ ગયું,; રમા આજે

કોઈ તહેવાર છે?.

‘કેમ એમ પૂછ્યું?’

‘આવો દિલ ખુશ થાય એવો ગરમા ગરમ નાસ્તો સવારના પહોરમાં?’

‘કેલેન્ડર પર નજર નાખો એટલે જવાબ મળી જશે!’

‘ઓહ માય ગોડ,મારાથી બોલાઈ ગયું’.

‘ચાલો ત્યારે પ્રેમથી ખાઈએ!’

આજે તો વળી એ ઉત્કંઠા વધુ તેજ બની. તેમાં હ્રદયના ધબકારા પણ વધી ગયા. બપોરના

લંચ સમયે આવેશના અતિરેકમાં કાંઈ ખાસ ખવાયું નહી. જરા આરામ કરવા આડી પડી. રમા

તેનું કામ કરતી હતી. બારણું ઠોકાયું, રમા હાથ ધોઈને બારણું ખોલવા ગઈ.

‘અરે, તમે બંને ક્યાંથી, છેક અમેરિકાથી આવ્યા.મને ખબર છે માને મળવા આવ્યા ખરું ને ભાઈ!’

‘રમા કોણ આવ્યું?’ નજરે જે નિહાળ્યું તે નિહાળતાની સાથે આંખો જેમેની તેમ સ્થિર થઈ ગઈ!’

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

6 06 2014
pravinshastri

મન હૃદયની ઈન્તજાર વ્યથાનું સરસ શબ્દ ચિત્ર,

6 06 2014
pravina Avinash kadakia

સરસ શબ્દમાં પ્રતિભાવ બદલ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: