ફાધર્સ ડે****૨૦૧૪

15 06 2014

આજે મારા મોટાભાઈને યાદ કરું? મારા બાળકોના પિતાને યાદ કરું?
કે મારા પતિના પિતાને યાદ કરું?

અરે, મારા બને બાળકો વહાલસોયા પિતા છે તેમને કેમ ભુલું? જેઓ
સુંદર બાળકોના પ્રેમાળ પપ્પા છે.

માતાના ગુણગાન ગવાય છે. એ વ્યક્તિને ભૂલવાથી પાપ લાગે જેણે
સ્ત્રીને માતૃત્વ બક્ષ્યું! ‘પિતા એટલે જીવનની બગિયાનો માળી.’

જગત પિતા પરમેશ્વરને પ્રણામ. ભાવભરી, મીઠી મધુરી હ્રદય પૂર્વકની
પ્રાર્થના!

જે બોલે નહી પણ આશિષ વરસાવતા રહે તેને પિતા કહેવાય.

જે સહુની સુખ સગવડનો સદા ખ્યાલ રાખે તેને પિતા કહેવાય.

જે પોતે ભૂખ્યા રહી સહુએ પેટ ભરીને ખાધું કે નહી તેને સતત કાળજી કરે
તેને પિતા કહેવાય.

‘મને બધું ચાલશે,’ જો એ શબ્દો કર્ણપટે અથડાય તો જરૂર માનજો એ
બાળકોનો વહાલસોયો બાપ હશે!

જ્યારે નાની ઉમરે પિતાની છત્રછાયા ગુમાવે, એવા બાળકને પૂછી જોજો
તેણે જીવનમાં શું ખોયું છે?

કહેવાય છે, એક મા ન હોયે તેની સાત મા હોય’! કદી સાંભળ્યું છે એક પિતા
ન હોય તેનું કોણ?

પિતાની ગોદ ગુમાવનાર હુંફ અને આલિંગનથી વિમુખ રહે છે. પિતાની શીળી
છાયા બાળકને જોશ, જોમ, જુસ્સો અને ઝિંદાદિલી આર્પે છે.

આજના આ શુભ દિવસે દરેક પિતાને પ્યાર ભર્યા પ્રણામ. પુત્ર તેમજ પુત્રીઓને
તેમનો સહવાસ, સૌરભ, સ્નેહ અને શાતા સતત સાંપડે તેવી સ્તુતિની સોગાત.

તમારા પિતાને કહેવાનું ભૂલતા નહી,

“પાપા, આઈ લવ યુ”.

‘હેપી ફાધર્સ ડે’

(જાણ્યે અજાણ્યે પિતાના પ્રેમાળ દિલને દુભવશો નહી. કોઈ વાત ન ગમે તો મૌનનું

શરણું સ્વિકારજો!”)

English
———

Happy’ Father’sday

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

15 06 2014
15 06 2014
pravinshastri

માત્ર પિતાજ નહીં પણ લોહીના સગપણે પિતા નહોય અને જેમણે પિતા ધર્મ બજાવ્યો હોય એ સર્વને પિતૃવંદના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: