ક્યાં ગયું ?

19 06 2014

માગ્યા વગર પ્રભુએ કેટલું બધું દીધું !

* આજે એ બધું,

* ક્યાં ગયું ?

* કેમ ગયું ?

* શું થયું ?

* વાળ ગયા વેરાવળ !

* ભાલ પર ભાદરણ !

* આંખે આવ્યા એનકને મોતિયો !

* ગાલ બન્યા ગોદડિયો ચોરો !

* ઓષ્ઠ દ્વય પર ઓખા બંદર !

* દાંતની દાબડી દડબડ દોડી !

* દાઢી ઉપર દયાનિધિ દે દેકારો !

* ગરદન પર ગરબડ !

* ભૂજા જાણે ગઈ ભાવનગર !

* આંગળીયો રમે આટાપાટા !

* છાતી પર છવાઈ પરમ શાંતિ !

* પેટને પેટલાદ થયા એકાકાર !

* કમરનો થયો કમરો !

* બેઠક થઈ બેઠાડુ બાજોઠ !

* પગ માગે જવા પાવાગઢ !

* ઘુંટણની ઘુર્રરાટી ઘોઘરી ગાજે !

* પાની પગલી ભરવાા મારે પછાડ !

* પંજો લાગે ગંજીપો !

* તળીયા ટૂટે, તરસ્યા તલપાપડ !

* દેહની દર્દનાક દાસ્તાન !

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

19 06 2014
chandravadan

જે થયું તે થવાનું હતું અને થયું,

શાને એ વિષે આજે ફરી વિચારવું ?

જે હતું તે આજે ના રહ્યું,

શાને આજે અફસોસ કરી એના માટે ડુબવું ?

જે થવાનું હશે તે થશે,

શાને ચિન્તાઓ એની આજે કરે ?

હવે, ચંદ્ર કહે “મારૂં કહ્યું તમે માનો”,

પ્રભુને કદી ના યાદ કર્યા તો આજે કરો ,

જો, અન્યની સેવા કદી ના કરી,

તો, હવે એ આજે તમે કરવી રહી,

બસ, આટલું જો તમે કરી શક્યા,

તો, એક માનવજીવન ધન્ય તમે કરી શક્યા !

……ચંદ્રવદન ( જુન,૧૮,૨૦૧૪ )
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

19 06 2014
pravina Avinash

વાહ, ડૉક્ટર સાહેબ જીવન જીવવાનો માર્ગ બતાવવા બદલ આભાર.

પ્રવિનાશ

19 06 2014
Mukund Gandhi

પ્રવિણાબેન,
” દેહની દર્દનાક દાસ્તાન” કહાની ગુજરાતના શહેરોને સાંકળીને કાવ્યમાં સરસ રજૂઆત.
સમય સમયનું કામ કરે છે. બચપણ અને જુવાનીના ફોટાઓ જોઈને ખૂશ રહેવાનુ.
મુકુંદ

19 06 2014
Purvi Malkan

સરસ જોડકણું બનાવ્યું છે.

Purvi

19 06 2014
Smita

Good..smita

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: