પિયુની દિવાની

4 07 2014

હરખ   ઘેલી  પિયુની  દિવાની

સવાર સાંજ  રહેતી  મસ્તાની

દિવસભર ચહેકતી ને  ફુદકતી

શમણામાં વાલમ ને  વળગતી

મનનો માનિતો લાગે સોહામણો

દિલનો  ચાહિતો અંતરે   ભરાણો

આનંદે ઉભરાતી નયનો નચવતી

પગના નુપુરને હળવે રણકાવતી

ચારેકોર ખુશીઓની છોળો ઉડાડતી

ખિલખિલાટ હાસ્યથી ઘર ગજાવતી

પારેવાના કલરવે સંસાર સજાવતી

દિવાની દિલથી આભાર માનતી !

પિયુને દેખી વેલ જેમ વિંટળાતી

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

4 07 2014
Smita

Good…..Smita

4 07 2014
pravinshastri

એરી મૈં તો પ્રેમ દિવાની…..

4 07 2014
purvi

Beautifulll

4 07 2014
NAVIN BANKER

મને લાગે છે કે દરેક સ્ત્રી-પછી એ કોઇપણ ઉંમરની હોય, એના મનમાં એક સોળ વર્ષેની કિશોરી જીવતી જ હોય છે. મનના કોઇ ને કોઇ કોઇ અગોચર ખુણે પેલી કિશોરી મનગમતા પિયુના શમણાં સેવતી જ હોય છે.
નવીન બેન્કર

5 07 2014
Vinod R. Patel

પીયુની દીવાની ખીલી ઉઠી છે આ કાવ્ય રચનામાં

પિયુના અંતરની લાગણીઓનો પડઘો સરસ જીલાયો છે આ કાવ્યમાં .

5 07 2014
Mukund Gandhi

યુવાનીના દિવસો યાદ આવી ગયા લાગે છે. આ સંસ્મરણોને વાગોળીયે ત્યારે એમ
થાય કે એ દિવસો ફરી પાછા મળે. પરંતુ કમનસીબે વીતેલો સમય કદાપિ પાછો
મળતો નથી.
૪થી જૂલાઈના આજના સ્વાતંત્રય દિન નિમિત્તે તમને અભિનંદન.
મુકુંદ

5 07 2014
pravina Avinash

સરસ અવલોકન,. હા, આ કાવ્ય પાછળ મારી જૂની પુરાણી જુવાની નહી કોઈની

તરબતર જુવાની છે.. એ હકિકત છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: