માજી

6 07 2014

ઉજમમા રોજ મંદિરે જાય. ભગવાનની સેવા કરે. ઉમર હતી ૮૦ વર્ષની પણ કામમા
આળસ નહી. ઠાકોરજીને વિનંતિ કરે,’મારા વહાલા પ્રભુ અંત સમયે તારું નામ મુખેથી
નિકળે.’

માજી ખરા પણ કોઈની પંચાત નહી. આવનારને બે પળનો વિસામો મળે અથવા ચાર
શબ્દ સારા સાંભળવા પામે’.વહેલી સવારે એમના પ્રભાતિયા ચાલુ થઈ જાય.સૂરજ
ઉગે એટલે પંખીને ચણ નાખે.પક્ષીઓનો કલબલાટ સાંભળી આંખમાં ચમક અને મુખ પર
સ્મિત રેલાય.

અરે આજે તો મારો લાલો બગિચે પધારશે. હિંચકા પર ઝુલશે. મોગરા અને ગુલાબની
માળા ઉરે ધરશે. ઉજમ ડોશી આજે ખૂબ ખુશ હતી. સેવા કરી ઠાકોરજીને ધરાવેલ.દાળ
અને સખડી ખાધા. આજે તો ખાસ ફાડાની લાપસી બનાવેલી બપોરે સેવામાંથી પરવારી
બહાર જવું હતું.

બાજુવાળા કરસનકાકાનો દીકરો કેતન રીક્ષા ચલાવતો. કેતને બી.એ. પાસ કરી નોકરી
માટે ઘણા ફાંફાં માર્યા. ક્યાંય પત્તો ન ખાધો. બાપનો દૂધ વે્ચવાનો ધંધો ગમતો નહી.
શરૂઆતમાં રિક્ષા ભાડે ફેરવતો. ઉજમબાના બે દીકરા શહેરમાં હતાં. કેતન ‘મા’ પાસે
આવતો. તેમનું અડધી રાતે પણ કામ હોય તો પ્રેમથી કરતો. ઉજમ માને કેતન પંડના
દીકરા જેટલો વહાલો હતો.એક દિવસ વાતમાં ને વાતમાં પોતાની મનની ઈચ્છા જણાવી.

ઉજમમા વિચારમાં ડૂબી ગયા. ‘આવો, વહાલો કેતન પૈસા નથી તેથી રિક્ષા ખરીદી શકતો
નથી. મારા પૈસા શું હું સ્વર્ગે લઈ જવાની છું?’

બેટા હું તને પૈસા આપીશ,એક શરતે તું કમાય પછી તારા જેવા કોઈ જરૂરત મંદ જુવાનને
મદદ કરજે!’

કેતનને વિશ્વાસ ન બેઠો. પોતાને કમાણી સારી થતી હતી. દર મહિને ઉજમબાને વ્યાજના
પૈસા આપતો. ઉજમબા એક ડબરામાં તે મૂકતાં. જ્યારે તેમને ક્યાંય જવું હોય તો કેતન
હાજર. માને હાથ પકડી રિક્ષામાં ચડાવતો. તેમને માટે બીજાં ભાડાં ન લેતાં માને ઘરે
આરામથી પહોંચાડતો.

કેતનનું બાને મળવા આવવાનું કાયમ નક્કી હતું. અઠવાડિયામાં ત્રણ આંટા તેના પાકા.
ઉજમબા પણ ખબર હોવાથી તે દિવસે બારણા ખુલ્લા રાખતાં. કેતન કાયમ કહેતો,’બા
તમે કડી ન મારો!’ કાલે ઉઠીને તમને કાંઈ થાય તો બારણું ખોલવા કેવી રીતે આવશો?

ઉજમબાને વાતમાં તથ્ય લાગ્યું. આડોશી પાડોશી સહુ તેમની આમન્યા જાળવતાં. તેમને
જરાય ભય ન હતો. હવેથી તેમણે કડી વાસવાનું છોડી દીધું.

કેતન આજે આવી ન શક્યો. ઘરાકી દૂરની હતી તેથી પાછા વળતા મોડું થઈ ગયું. અમાસની
રાત એટલે અંધારી. કોઈ અજાણ્યા શખ્સે બારણાને હડસેલો દીધો. કડી વાસેલી ન હતી તેથી
ખુલી ગયું.

‘આવ્યો બેટા.’

આવનારે ઉજમબાનું મોઢું દબાવી મોઢે રૂમાલ બાંધ્યો. ઘરમાં હતી તે રોકડ રકમ અને છૂટા
છવાયેલાં દાગીનાની પોટલી બાંધી ચાલવા માંડ્યું.  ઉજમબા આમ તો ખબરદાર હતાં પણ
અચાનક આવું થયું એટલે હેબતાઈ ગયા.

ફાટી આંખે જનારને જોઈ રહ્યા. બન્ને આંખો ખુલ્લી હતી. બારણું ઉઘાડું હતું. મોઢા પર ડુચો
ખોસેલો હતો.

ડુચો મોઢે ખોસ્યો હતો. આંખો જાણે કોઈની રાહ તાકતી હતી. મુખેથી શ્રી કૃષ્ણ શરણં મમનું

રટણ હતું. અંતરમાં અભિલાષા હતી.

‘મારો લાલો કેતનનું રૂપ ધરીને આવશે! માનશો આવ્યો  ઉજમ માને છોડાવી પથારીમાં

સુવડાવ્યા’.

ખુલ્લે બારણેથી કેતન મોડી રાતે આવ્યો  અને ઉજમમાને કહે આજે મને રોજ કરતાં ખૂબ

વધારે પૈસા મળ્યા . મા ઠાકોરજી માટે હાફુસ કેરીનો કરંડિયો લાવ્યો.’

ઉજમમા  ચમત્કાર નિહાળી રહ્યા. કેતનને ભેટીને કહે બેટા સવારે આરોગાવીશ !

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

6 07 2014
pareejat

બહુ જ સુંદર આંખ છલકાઈ આવી. કશુક ગયું પણ, બમણું થઈ પાછું મળ્યું.

7 07 2014
chandravadan

Sunadar !
Varta Gami.
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !

8 07 2014
Vinod R. Patel

સરસ સંવેદનશીલ જીવનલક્ષી વાર્તા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: