એ તો એમ જ હોય ?

11 07 2014

‘ના, એ એમ ન હોય’ !   રમણકાકા  ગામમાથી આવ્યા ત્યારે વાત વાતમાં રમાને

આ શબ્દો કહેતાં.  રમણકાકા દેશમાંથી દોરી અને લોટો લઈને આવ્યા હતા.  શરૂમાં

કાકી કશું બોલતા નહી. રમણકાને  ખબર પડી કે  કાકીના પગલે ઘરમાં લક્ષમી

રૂમઝુમ કરતી આવી રહી છે. ત્યાર પછી કહેવાનું બંધ કર્યું.

 

રમાકાકી એક  રૂપિયાના ત્રણ અડધા લાવે તેવા હોંશિયાર જેથી ઘર સરસ ચાલે.

કાકીના પગલાં કહો કે કાકાની આવડત ધંધામાં કમાયા અને હેંગિંગ ગાર્ડન પર

સરસ મજાનો ત્રણ સૂવાના ખંડવાળું મોટું મસ ઘર લીધું. ઘરની ગાડી કાકી

માટે ડ્રાઈવર સાથે હાજર.

રોજ સવારે રમણકાકા, કાકીની સાથે હેંગિગ ગાર્ડન ફરવા જાય અને સાથે નાળિયેર

પાણી પીને ઘરે આવે,  ત્યારે સરસ મજાની આદુ, ઈલાયચી અને કેસરવાળી ચા

સાથે બેસીને પીએ. વર્ષોથી આ ધારો ચાલી આવ્યો હતો. જેને કારણે રમણકાકાનો

દિવસ ધંધામાં અને કાકીનો ઘરના વહીવટમાં સુંદર રીતે પસાર થાય. નાહીને પાછી

આરતી ટાણે બેઉ સાથે હોય.

દોમ દોમ સાહ્યબી આવી. કાકી પહેલાંના દિવસો નહોતા  ભૂલ્યા. જરૂરિયાતવાળા

માટે તેમના હાથ સદા ખુલ્લા  હોય.

‘અરે, આજે સવિતા કેમ નથી આવી?’

‘મા, આજે તેની દીકરીને તાવ આવ્યો છે . ઉંઘમાં લવારા કરે  છે.’

‘જા કિશન તેને ઘરે દવા અને આદુવાળી  ચહા આપી આવ.”

‘મહારાજ,  હિંગ અને મેથી વાળી ઢીલી ખિચડી બપોરે મોકલવાનું ભૂલશો નહી.’

આમ રમાકાકી પોતાને ત્યાં કામ કરનાર સહુનું ઘરની વ્યક્તિની માફક ગણના

કરતાં. જેને કારણે બધા તેમનો પડ્યો બોલ ઝીલતાં.

તેમને સહુ ઉપર વિશ્વાસ પણ ગળા સુધીનો. કોઈ કામચોરી  ન કરતું. ઘરમાં પડેલાં

‘પૈસા કે દાગીના પણ તેની જગ્યાએથી કોઈ દિવસ ખસતાં નહી.

રમાકાકી, પોતાના પતિની ૬૦મી વર્ષગાંઠ ઉજવવાની ધમાલમાં પડ્યા હતાં. ખાસ

આમંત્રિત મહેમાનો ઘરમા સાથે રહેવાના હતાં. જેથી પ્રસંગનો માહોલ સર્જાય અને

વાતાવરણ ખુશનુમા બને.

એક દીકરો અને દીકરી માને જોઈ રહ્યા. કેટલા ઉમંગ અને સ્ફૂર્તિથી બધી વ્યવસ્થા

કરી રહી છે. બાલકો કૉલેજમાં હોવાથી ભણવામાં વ્યસ્ત રહેતાં.

નીલ અને નિશા, ‘મમ્મી અમે શું મદદ કરીએ?’

‘બેટા, તમે બન્ને ભણો, સારું પરિણામ લાવો અને તમારા ક્ષેત્રમા પ્રગતિ સાધો. તમારી

મદદ જોઈતી હશે ત્યારે હું કહીશ.’

દરેક માણસને તેમને અનુરૂપ કામ સોંપ્યું.

જેની શેઠાણી આવી હોય તે ઘરે માણસો દિલ દઈને કામ કરે.

રમણકાકા પોતાની પત્ની રમા ઉપર ગર્વ અનુભવતા. તે માનતા પૈસા તો કોઈ

પણ કમાઈ શકે! સીધો ધંધો કરે કે અવળો !  જો તેને વાપરનાર પોતાની  દક્ષતા

ન બતાવે તો ચંચળ લક્ષ્મી ગમે ત્યારે પાછાં પગલાં ભરવાની. “લક્ષ્મીનો મદ જ

તેની પનોતીનું કારણ છે” !

રમા બહેનમાં એક ગુણ, તેમને પોતાના માણસો પર ગળા સુધીનો વિશ્વાસ હતો.

આજની તારિખ સુધીમાં કદીય કોઈએ તેમને નિરાશ કર્યા ન હતાં.

તેમને ઘરે મહેમાન થઈને આવનાર વ્યક્તિ માણસો વિશે જરા ઘસાતું બોલે તો

કહેશે,’ એ તો એમ જ હોય’. ન મહેમાનને કદી ખરાબ લાગે કે ન માણસો નારાજ

થાય.

‘શામાટે આટલી બધી ધમાલ લઈને બેઠી છે, તું?’

‘મને શોખ છે, પૂરો કરીને રહીશ.’

‘જોજે  ખોટા બહુ પૈસા વેડફીશ નહી!’

‘આજ સુધી આપણી મહેનતની કમાણીની રાતી પાઈ અયોગ્ય રીતે વાપરી નથી.’

‘તે હું ક્યાં નથી જાણતો ?’ રમણભાઈ ગર્વભેર બોલ્યા અને રમાને ગાલે વહાલથી

ટપલી મારી.

શરમાઈને રમાએ પૂછ્યું, ‘કેટલા પૈસા વાપરી શકું ?’

‘કેમ આજે આવો સવાલ પૂછવો પડ્યો ? તને કોઈ દિવસ મેં ના પાડી છે ?’

જવાબ સાંભળીને પોરસાયા રમાબહેન.

સહુ પ્રથમ રમણભાઈના માતા અને પિતાના નામે બાળકોની શાળા બંધાવવાનું

વિચાર્યું. બીજું રમણભાઈને નાનપણમાં ડૉક્ટર પાસે જવાના પૈસા ન હોવાથી પગમાં

ખોડ રહી ગઈ હતી’.

તેમણે દર વર્ષે એક વિદ્યાર્થીને  ‘પગના સ્પેશ્યાલિસ્ટ’ થવા માટે સ્કૉલરશીપ આપવાનું

નક્કી કર્યું.  હૉસ્પિટલમાં જો કોઈ દર્દીની પાસે નાણાકિય સગવડાના અભાવે પગના કામ

અટકી પડતાં હોય તો તેમની સારવાર નિઃશુલ્ક કરવાની સગવડ કરાવી આપી.

૬૦મી વર્ષગાંઠના દિવસે આમંત્રિત મહેમાનો સાથે પગની તકલિફવાળા દર્દીઓને સુંદર

ભોજનની વવસ્થા કરી.

રમા આવી સુંદર રીતે આયોજન કરશે એવી તો કોઈને કલ્પના પણ ન હતી. રાતના પાર્ટી

પછી બધા વિખરાયા.

‘અરે તેં તો કમાલ કરી. ‘ આવું સુંદર આયોજન.

‘રમાબહેન મલકાતાં બોલ્યા, ‘ એ તો એમ જ હોય.’

કદી કોઈ વાતનો ગર્વ નહી. ખોટા આડંબર નહી. નાના મોટાનો ભેદ નહી. ગરીબ તવંગરની

તુલના નહી. માત્ર ‘એ તો એમ જ હોય’.

 

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

11 07 2014
Shaila Munshaw

Very nice story.

S Munshaw

11 07 2014
pareejat

bahu j sundar varta

11 07 2014
Raksha

એતો એમજ હોય – નીતરતું નિરાભિમાન! સરસ વાર્તા…………

12 07 2014
chandravadan

Very nice Varta !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: