ન કુછ કહના, સુનના હૈ

12 07 2014
ઉમંગ અને આશા પાલવમાં સંકેલી અવનિએ અમેરિકાની ધરતી પર પગ મૂક્યો. તેને
ક્યાં ખબર હતી કે આવતી કાલનું પ્રભાત કેવું  દૃશ્ય  બતાવશે.  ભારતમાં આજે પણ
દીકરીઓ ખૂબ હેત અને સંરક્ષણ અનુભવતી હોય છે.  હા, છકેલી પૈસાપાત્ર ઘરની
છોકરીઓની વાત જુદી છે.
અવનિ નીલના નિર્લેપ વ્યવહારથી ડઘાઈ ગઈ હતી. હિંમત હારી ન હતી. ભણતર
અને હોશિયારી કોઈના બાપની જાગિર નથી. આંખ ખુલ્લી રાખતી. કાન સરવા રાખતી.
તેમાંય નીલની અમેરિકન બહેનપણી’ જેસિકા’!  હવે શું કરવું? ગહન પ્રશ્ન હતો.
નીલ અવનિની વાત કાને ન ધરતો. અવનીએ નક્કી કર્યું ‘ટેઢી આંગળી એ ઘી’ કાઢવું
પડશે.
પોતાનું કામ બરાબર કરતી. નીલ ‘હસબન્ડ’ તો બાજુએ રહ્યો  ‘ફ્રેંડ’ તરિકે પણ પાસ
ન થયો.  અવનિએ  મનમાં વિચાર્યું.  કમસે કમ આમ ત્રણ વર્ષ તો નિભાવવું પડશે .
નહિ તો ‘ગ્રીન કાર્ડ’ હાથમાં નહી આવે.
અવનિ જ્યારે જ્યારે એની મમ્મી સાથે વાત કરતી ત્યારે એની મમ્મી તો હજુ ય એને
નીલ સાથે સમાધાનભર્યુ વલણ રાખવા સમજાવતી. પહેલા તો અવનિ એની મમ્મીની
વાત થોડી મન પર પણ લેતી. આટલા વર્ષોના સંસ્કાર એમ તો સાવ એળે નહોતા જ
ગયા પણ હવે તો સાચે જ નીલથી ત્રાસી ગઈ હતી.
“મમ્મી, આજ સુધી તું કહેતી હતી એ મેં બધુ જ સાંભળ્યુ અને સ્વીકારવા પ્રયત્ન પણ
કર્યો પણ બસ,  હવે બહુ થયુ. મહેરબાની કરીને આજ પછી મને તું કોઇ એવી સલાહ
આપતી નહી અને આપીશ તો  હું સાંભળવાની જરાય નથી. એક વાતનો તું મને
જવાબ આપ ,મારી જગ્યાએ તું હોય તો આમ ક્યાં સુધી સહન કરે? સહન કરવાની
એક હદ તો હોય ને?”
આજે તો અવનિ અત્યંત અકળાઇ જાય એવુ બન્યું હતુ. અવનિએ ઑન લાઇન
ડ્રાઇવિંગ ટેસ્ટ ક્લિયર કરી દીધી હતી અને આજે એની રોડ ટેસ્ટ હતી જેની
એપોઇન્ટ્મેન્ટ લેવાઇ ગઈ હતી. અવનિ અને નીલ હાફ ડૅ લઈને આ અગત્યનુ
કામ પતાવશે એ પણ નક્કી થઈ ગયુ હતું. સવારથી બધા કામ આટોપીને અવનિ
શાવરમાં ચાલી ગઈ. શાવરમાંથી બહાર આવી ત્યારે નીલ જેસિકા સાથે વાત કરી
રહ્યો હતો.
નીલે હાફ ડૅ લીધો છે. એ જાણીને જેસિકા એને લંચ સાથે લેવા ઇન્વાઇટ કરી રહી
હતી.  સાચે જ અવનિ જોતી જ રહી ગઈ અને નીલ અવનિનું કામ પડતુ મુકીને
જેસિકા સાથે લંચ ડેટ પર જવા નિકળી ગયો.
અવની નાહીને નિકળી હતી એટલે તેનું દિમાગ ઠંડુ હતું!  કેટલો સમય? વાળ ડ્રાય
કરતી હતી હેર ડ્રાયરની ગરમી તેના દિમાગનો પારો પણ ચઢાવતી  હતી. ગુસ્સો
ખૂબ વધ્યો ત્યારે ડ્રાયરને બંધ કરી મગજની બત્તી ચાલુ કરી.
ભલેને નીલ જતો રહ્યો.  મને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતાં કોણ રોકી શકશે? નોકરી
ચાલુ થયાને છ મહિના થઈ ગયા હતાં. ગુસ્સા અને હતાશાની મારી અવનિ આમાં
કશું જ કરી શકે એમ નહોતી. અમેરિકામાં પગભર થવું એટલે ઘણી બધી રીતે સ્થિરતા
મેળવવી. સારી જોબ હોય એનાથી માત્ર કામ પુરું થતું નથી!  પહેલા તો અવનિ, બસમાં
ઓફિસે  જતી અને આવતી એટલે એને જોબ પર જવા આવવાની આસાની રહેતી .
પછી  સબવેની ટ્રેઈન લઈને જોબ ઉપર જતા આવતાં શીખી ગઈ હતી.  હવે ઓફિસે
જવાથી માંડીને ઘરના દરેક નાના મોટા કામ માટે કાર હોવી જરૂરી લાગતી હતી.
અવનિએ જાતે જ ડ્રાઇવિંગ સ્કુલમાં નક્કી કરીને કાર ચલાવતા શીખી લીધું હતુ.  જે એ
વખતે  નીલને તો નહોતુ  ગમ્યું. પરંતુ અવનિ હવે કેટલુંક પોતાનુ ધાર્યુ કરતા શીખી
ગઈ હતી .
જેણે કર્ટસી ખાતર ડ્રાઈવિંગ ટેસ્ટ માટે લઈ જવાની હા પાડી હતી તે નીલ, જેસિકાનો
ફોન આવતા મુડ બદ્લી ધરાર અવનિને મુકીને  નિકળી  ગયો! પતિનું આવું બેહુદું
વર્તન અવનિ ક્યાં સુધી ચલાવી શકે?
અવનિ ફાટી આંખે નીલને જતો જોઈ રહી. એક પણ શબ્દ ગળામાંથી ન નિકળ્યો!
‘આને જરાય લાજ શરમ છે કે નહી?’  વિચરી રહી. હિમત આવી ગઈ હતી. રડવાને
બદલે વિચાર કરવા લાગી. અવનિને થયું શું અમેરિકામાં રહેતાં બધા ઈંડિયન પતિ
આવા હોતા હશે? એને તો આવી ત્યારથી એકેય અનુભવ પ્રેમનો યાદ આવતો ન હતો!
 અમેરિકાથી ભારત લગ્ન કરવા આવતાં છોકરાં શું ધારીને આવતાં હશે?  શું ભારતિય
છોકરીઓ કમ છે. ભણેલી, ગણેલી, દેખાવડી, સુંદર અને લગ્ન પછી ઘર સંસાર કેવી
રીતે ચલાવવો એ બધું તેનામાં ઠસો ઠ્સ ભરેલું હોય છે.
ઉંડો શ્વાસ લીધો એટલે બુદ્ધિ સતેજ થઈ. હવે કયું પગલું ભરવું તેનો સુંદર વિચાર
ઝબક્યો. તેની સહેલી જૉબ ઉપર એક અમેરિકન હતી. તેને ફોન કરીને પૂછ્યું ‘કેબ
કેવી રીતે બોલાવવાની’?
અવનિ હવે હોંશિયાર બની ગઈ હતી. કેબ બોલાવી અને ડ્રાઈવિંગ ટેસ્ટ આપી આવી.
પાસ પણ થઈ ગઈ. ડ્રાઈવિંગનું કાચું લાઈસન્સ હાથમાં આવી ગયું. હવે લેવાની હતી
નવી ગાડી.
વિચારી રહી જો જુની લઈશ તો કદાચ પૈસા બચશે પણ રોજ નવા પ્રોબ્લેમ પણ સાથે
લાવશે. નવી ગાડી સસ્તી લઈને વૉરન્ટી મળે તો શું ખોટી?  મારે ક્યાં દૂર દૂર એકલાં
ડ્રાઈવિંગ કરીને જવું છે. પગાર પણ સારો છે. હપ્તા અને વિમો ભરવામાં વાંધો નહી
આવે!
અવનિ ભારતથી આવેલી, અમેરિકાના  ભારતિય  છોકરાં સાથે લગ્ન કરીને અમેરિકામાં
રહેતાં શીખી ગઈ હતી.
આ ‘જેસિકા’ નામનું પંખી  હમણાંથી થોડા નખરા કરતું હતું.  ક્યારે ઉડી જાય કહેવાય નહી.
અવનિએ સાબિત કરી આપ્યું કે ભારતના સંસ્કાર શું છે. નીલને અવનિ ધીરે ધીરે સમજાતી
હતી.  નીલને પોતાના વર્તન બદલ ક્ષોભ થયો. વાત કેવી રીતે વાળવી તેનો વિચાર કરતો
હતો.
સાપ મરે નહી ને લાકડી ભાંગે નહી. ‘અવનિને અચાનક તાવ આવી ગયો. બે દિવસ જોબ
ઉપર ન ગઈ. નીલ બોલ્યા વગર દવા લઈ આવ્યો અને તેના માટે સુપ તેમજ  ચા બનાવી
બેડમાં આપ્યા.
અવનિ બોલ્યા વગર તાલ જોતી રહી. તેને થયું જો આ સિગ્નલ હોય કે ‘મને માફ કર’ ,
તો પછી મારે ખોટી આડાઈ નથી કરવી.  બંને જુવાન હતાં. પરણે વરસ થઈ ગયું હતું.
હમણાથી ઝ્ઘડા પણ થતાં ન હતા. એક રાત, વગર બોલ્યે જુવાની પોતાનું  કામણ કરી
 ગઈ.
ન તુમ બોલો
ન હમ બોલે
ન કુછ કહના હૈ
ન કુછ સુનના હૈ.
Advertisements

ક્રિયાઓ

Information

2 responses

13 07 2014
pareejat

બહુ જ સુંદર રચના

14 07 2014
Nayana Y Mehta

loved reading

Nayna Mehta

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: