હરખા સરખા

15 07 2014

આપણે બે ‘સરખા’ હોત તો કેટલો’ હરખ’ થાત ?  શું આ સ્ત્ય છે.? અરે,

પેલો સર્વ સામાન્ય વિજ્ઞાનનો નિયમ  ભૂલાઈ ગયો, વિરૂદ્ધ એક બીજાને

આકર્ષે!

જેને મળીને, વાત કરીને, હૈયું હરખાય ત્યારે ‘હરખા’ જણાય. હરખ ચેપી

રોગ છે. કોઈના સુખે હરખ  થાય એ અતિ ઉત્તમ છે. જેના કારણે હરખ

બેવડાય છે.

જ્યારે કોઈને મળીને ઉદાસિનતા આવે, દિલ ન ધબકે ત્યારે એમ થાય

આપણે બેય ‘સરખાં’. ભાઈ, મને ચેન નથી, જીવનમાં ઉલ્લાસ નથી,

‘તું પણ મારા જેવો, એટલે ‘સરખો.’ શાને કાજે જરા જરામાં દિમાગ

ફેરવવાનું.

કોઈની પણ સાથે વાત કરીએ અને હજુ તો બીજું વાક્ય બોલાય તે

પહેલાં પોતાનો કક્કો ખરો કરવાનો. ભાઈ જરા ધિરજ ધર, એ બીજી

વાત કરે તો સાંભળ્યું ન સાંભળ્યું કર. તેને વાત કરવાનું મન હોય તો

સાંભળી લે. ના, તારે જે સાંભળવું   હોય તે જ ખરું? તારે જે કહેવું હોય

તે કહ્યા વગર તું ન રહી શકે?

એ ક્યાં નો ન્યાય ?

એક વાત કરતાં જો કદાચ વાત બીજા પાટે ચડી જાય તો શું ‘ટર્ન’

મારવાનું ભૂલી ગયો ? જો વાત કરવી હોય ફોન પર, ઈ મેઈલથી કે

કાગળ દ્વારા જરા શ્વાસ ખા, પ્રેમ પૂર્વક કર યા લખ. સમય હાથમાંથી

સરતો જાય છે. ક્યાં ક્યારે કોનું શું થવાનું છે એ ભાવિના હાથમાં છે.

તું તો માત્ર કઠપુતળી છે. ક્યારે દોરી ખેંચાશે, તને કોઈ અગમ ઈશારો

નહી મળે.

કદી જાણ્યું યા સાંભળ્યું છે . મિત્રો એક જ પ્રકારના હોય છે? પતિ યા

પત્નીના બધા શોખ યા વિચાર સરખા હોય છે ?

જવાબ સરળ અને સીધો છે ,  “ના” .

છતાં પણ વર્ષો સુધી સાથ  નિભાવે છે. એક બીજનાં પૂરક થઈને જીવે

છે. અવગુણ જોવાને બદલે તેના પર ઢાંક પિછોડો કરી ગુણ ને આગવું

સ્થાન આપે છે.  મિત્રો કદી એક બીજાને માટે પૂર્વાગ્રહ બાંધતાં નથી.

નથી ! યોગ્ય સમયે  તેને તેની નબળાઈનું ભાન કરાવતાં અચકાતો

નથી.

પતિ પત્ની અવગુણો તરફ  દુર્લક્ષ્ય  આપી  ભાવના અને પ્રેમને આવકારે

છે. આજે ૨૧મી સદીમાં થોડું ‘હટકે’ છે. એક મિત્રને કહેતાં સાંભળ્યા ,

‘લગ્નને ૨૫ વર્ષ થયા હવે અમે છૂટાં પડીએ છીએ. અમારા વચ્ચે કશું

‘કોમન’ નથી. આ નતિજા પર પહોંચતા ૨૫ વર્ષ લાગ્યા! જે સમયે

એકબીજા વગર રહી ન શકાય તેવી પરિસ્થિતિ ઉતપન્ન થઈ હોય ?

દીના અને દીપક બન્નેને બધું જ સરખું ગમે . ‘હરખા’ અને ‘સરખા’ની

જુગતે જોડી જોઈ લ્યો. કોઈને એકબીજાનો અભિપ્રાય લેવાનો નહી.

દીનાને ગમે એ દીપકને ગમે એમાં બે મત નહી. નથી લાગતું કેટલું

નિરસ જીવન હશે. જીંદગી જીવે પણ જેમાં પ્રાણ અને ઉષ્માનો સદંતર

અભાવ.

ન મનામણાં ન રિસામણાં. પેલું ચાવી દીધેલાં પુતળાં જેવું જીવન.

હા, તું કરે તે ખરું ! કોઈ વાર આપણને પણ ગમતું કરવાનું મન થાય.

આ કળિયુગમાં કાંઈ બધી રામની   સીતા નથી, કે બધા પતિ રામ

નથી!’ દરેકને પોતાનો અભિપ્રાય આપવાનો અને સમ્ય આવે ત્યારે

અમલીકરણ થાય તેવો   આગ્રહ સેવવાની સંપૂર્ણ  સ્વતંત્રતા છે.

હરખ તો સરખાને મળીને પણ થાય અજાણ્યાને મળીને થાય, અરે

નવાંગતુકને મળીને અનેરો હરખ થાય. ઘનીવાર વિરોધીને મળીને

થાય કારણ એ તમારો દુશ્મન નહી સાચો  વિવેચક યા ટીકાકાર

( ‘ક્રિટિક’) હોઇ શકે?

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

15 07 2014
Purvi Malkan

aav bhai harkha aapne bey sarkha e kahevat yaad aavi gayi.

Purvi Malkan

15 07 2014
Raksha

Two sides of the coin! Pros & Cons of ‘Harakhaa – sarakhaa’ Constructive criticism always welcome!

Good article!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: