વાદળીની શીખ

ગગને વિહરતી વાદળી કાંઈક કહી રહી હતી

નજરો  મળી ત્યારે  સ્મિત રેલાવી રહી  હતી

 

મનફાવે  ત્યાં  ફરવાની રજા દઈ  રહી  હતી

મસ્ત બની મહાલવાની રીત બતાવતી હતી

 

ભારે બને ત્યારે વર્ષાના છાંટણા કરવાની  હતી

હલકી  પવન સંગે  આંખ મીંચી  ઘુમતી  હતી

 

સૂરજના તાપે સારા ગગને વિખરાવાની હતી

ચંદ્રની શિતળતામાં મનમૂકી નહાવાની હતી

 

આપીને ખુશ થવાની કળા  વર્ણવતી  હતી

હૈયામાં ફેલાતી ટાઢક માણી મુસ્કુરાતી હતી

 

જીવન થોડું છે  સાનમાં  સમજાવી રહી  હતી

દુનિયાની પરવા ‘છોડવાની’ શીખ દેતી  હતી

 

3 thoughts on “વાદળીની શીખ

Leave a reply to Smita જવાબ રદ કરો